મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

Olympics 2024 / મેડલ ચુક્યો અર્જુન બબુતા, 10 મીટર એર રાઈફલના ફાઈનલમાં ચોથું સ્થાન મેળવ્યું

પેરિસમાં ગેમ્સના મહાકુંભનો આજે ત્રીજો દિવસ છે. ભારતે ઓલિમ્પિકના બીજા દિવસે એટલે કે ગઈ કાલે મેડલ જીતીને ખાતું ખોલ્યું છે

Olympics 2024 / મેડલ ચુક્યો અર્જુન બબુતા, 10 મીટર એર રાઈફલના ફાઈનલમાં ચોથું સ્થાન મેળવ્યું

પેરિસમાં ગેમ્સના મહાકુંભનો આજે ત્રીજો દિવસ છે. ભારતે ઓલિમ્પિકના બીજા દિવસે એટલે કે ગઈ કાલે મેડલ જીતીને ખાતું ખોલ્યું છે. મનુ ભાકરે શૂટિંગમાં દેશનો પ્રથમ બ્રોન્ઝ મેડલ જીત્યો અને શૂટિંગમાં ઓલિમ્પિક મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા શૂટર બની હતી.

આ સાથે અન્ય બે ખેલાડીઓએ શૂટિંગના ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. રમિતા જિંદાલ વિમેન્સ 10 મીટર એર રાઈફલ અને અર્જુન બબુતા મેન્સ 10 મીટર એર રાઈફલના ફાઈનલમાં પહોંચ્યા હતા. જેમાં રમિતા જિંદાલનું મેડલ જીતવાનું સપનું તૂટી ગયું હતું. તે 10 મીટર એર રાઈફલના ફાઈનલમાં 7મા સ્થાને રહી હતી. ત્યારે હવે દરેકની નજર અર્જુન બબુતા પર છે. 

ફાઈનલમાં બબુતાનું પ્રદર્શન

  • પ્રથમ સિરીઝ: 10.7, 10.2, 10.5, 10.4, 10.6, કુલ: 52.4
  • બીજી સિરીઝ: 10.7, 10.5, 10.4, 10.6, 10.4, કુલ: 52.6
  • બાકીના શોટ્સ: 10.6, 10.8, 9.9, 10.6, 10.2, 10.7, 10.5, 10.1

તમને જણાવી દઈએ કે અર્જુન બાબૌતા ક્વોલિફિકેશન રાઉન્ડમાં સાતમા ક્રમે રહ્યો હતો. બબુતાએ 60 શોટની ક્વોલિફિકેશન સિરીઝમાં 630.1નો સ્કોર કર્યો હતો. અર્જુને પ્રથમ સિરીઝમાં 105.7, બીજીમાં 104.9, ત્રીજીમાં 105.5, પાંચમી સિરીઝમાં 104.0 અને છઠ્ઠીમાં 104.6નો સ્કોર કર્યો હતો. તમને જણાવી દઈએ કે સંદીપ સિંહ મેન્સ 10 મીટર એર રાઈફલમાં પણ ભાગ લઈ રહ્યો હતો, પરંતુ તે 629.3 પોઈન્ટ સાથે 12મા ક્રમે રહ્યો હતો.

અર્જુન બબુતાએ 10 મીટર એર રાઈફલ મિક્સ ટીમ ઈવેન્ટમાં પણ ભાગ લીધો હતો, જ્યાં તેનું પ્રદર્શન બહુ સારું નહોતું. અર્જુન અને રમિતા જિંદાલ 628.7ના કુલ સ્કોર સાથે છઠ્ઠા સ્થાને જ્યારે સંદીપ સિંહ અને ઈલાવેલિન વાલારિવાન 626.3ના કુલ સ્કોર સાથે 12મા સ્થાને રહ્યા. અર્જુન અને રમિતાની જોડીને એક વખત આશા હતી. ભારતીય જોડી ત્રણ શોટ બાકી સાથે પાંચમા સ્થાને હતી, પરંતુ આખરે મેડલ રાઉન્ડ માટેના કટ-ઓફથી 1.0 પોઈન્ટ પાછળ પડી ગઈ હતી.

અર્જુન બબુતાની સિદ્ધિઓ

  • એશિયન ચેમ્પિયનશિપ, કોરિયા (2023) - 10 મીટર એર રાઈફલ વ્યક્તિગત ઈવેન્ટમાં સિલ્વર મેડલ અને દેશ માટે ઓલિમ્પિક 2024 ક્વોટા સ્થાન
  • વર્લ્ડ ચેમ્પિયનશિપ, કૈરો (2022) - 10 મીટર એર રાઇફલ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ
  • ISSF વર્લ્ડ કપ, ચાંગવોન (2022) – વ્યક્તિગત અને મેન્સ ટીમ ઈવેન્ટમાં 2 ગોલ્ડ મેડલ
  • વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ, ચેંગડુ (2021) - 10 મીટર એર રાઇફલ વ્યક્તિગત ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ

આ સમાચાર શેર કરો