મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

ઓલિમ્પિકમાં ફરી વિવાદ, વધુ એક 'પુરૂષ' મહિલા બોક્સિંગમાં પ્રવેશ્યો! ક્વાર્ટર ફાઈનલમાં પણ બનાવી જગ્યા

પેરિસ ઓલિમ્પિક 2024માં મહિલા બોક્સિંગ ઘણા વિવાદોથી ઘેરાયેલું છે. તાજેતરમાં, મહિલા વેલ્ટરવેટ વર્ગની

ઓલિમ્પિકમાં ફરી વિવાદ, વધુ એક 'પુરૂષ' મહિલા બોક્સિંગમાં પ્રવેશ્યો! ક્વાર્ટર ફાઈનલમાં પણ બનાવી જગ્યા

પેરિસ ઓલિમ્પિક 2024માં મહિલા બોક્સિંગ ઘણા વિવાદોથી ઘેરાયેલું છે. તાજેતરમાં, મહિલા વેલ્ટરવેટ વર્ગની પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં ઈટાલિયન બોક્સર એન્જેલા કેરિની અને અલ્જીરિયાની બોક્સર ઈમાન ખલીફા વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં અલ્જીરિયાની બોક્સર ઈમાન ખલીફા પુરુષ હોવાનો આરોપ લગાવ્યો હતો. હવે પેરિસ ઓલિમ્પિકમાં આવો જ બીજો કિસ્સો સામે આવ્યો છે. ગયા વર્ષે પણ આ મહિલા ખેલાડીનું લિંગ ઓળખ માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જ્યાં આ ખેલાડીને IBA વર્લ્ડ ચેમ્પિયનશિપ દરમિયાન પણ ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો.

વધુ એક 'પુરૂષ' મહિલા બોક્સિંગમાં પ્રવેશ્યો

અલ્જીરિયાની બોક્સર ઈમાન ખલીફા બાદ હવે તાઈવાનની લિન યુ-ટિંગના લિંગને લઈને હંગામો મચી ગયો છે. લિન યુ-ટીંગે ઉઝબેકિસ્તાનની સિટોરા ટર્ડીબેકોવાને ત્રણ રાઉન્ડમાં હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. લિન યુ-ટીંગ ગયા વર્ષે લિંગ પરીક્ષણમાં પણ નિષ્ફળ ગયા હતા, પરંતુ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ તાજેતરમાં તેને ઓલિમ્પિક 2024માં રમવાની મંજૂરી આપી હતી.

આ મેચ બાદ ઉઝબેકિસ્તાનની સિટોરા ટર્ડીબેકોવાએ લિનનો હાથ મિલાવવાની ના પાડી દીધી હતી. તેણે કહ્યું કે તેણે આ પગલું લિનની ભાગીદારીના વિરોધમાં ઉઠાવ્યું છે, એક બોક્સર જે એક પુરૂષ જેટલી જ ક્ષમતા ધરાવે છે. તમને જણાવી દઈએ કે, 28 વર્ષની લિન યુ-ટિંગ માટે આ બીજી ઓલિમ્પિક છે, આ પહેલા તેણે ટોક્યો ઓલિમ્પિકમાં પણ ભાગ લીધો હતો. તે બે વખતની વર્લ્ડ ચેમ્પિયન પણ છે. પરંતુ ગયા વર્ષથી તે પણ તેના લિંગ પરીક્ષણને લઈને સવાલોના ઘેરામાં છે.

લિન યુ-ટિંગકોણ છે?

લિન યુ-ટિંગે 2008માં તાઈપેઈની મિડલ સ્કૂલમાં બોક્સિંગની શરૂઆત કરી હતી. આ પછી, તેણે 2017માં વિયેતનામમાં આયોજિત એશિયન ચેમ્પિયનશિપમાં એમેચ્યોર ચેમ્પિયનશિપ લેવલ પર પ્રવેશ કર્યો. તે 2019 એશિયન ચેમ્પિયનશિપ, 2022 એશિયન ગેમ્સ અને 2022 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ વિજેતા રહી છે. એશિયન ગેમ્સમાં જીતે પેરિસ ઓલિમ્પિકમાં તેની ભાગીદારી સુનિશ્ચિત કરી હતી.

આ સમાચાર શેર કરો