મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

તીરંદાજીમાં અંકિતા ભકત અને ધીરજ બોમ્મદેવરાનો કમાલ, મિક્સ્ડ ટીમ ઈવેન્ટના ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યા

પેરિસ ઓલિમ્પિકના સાતમા દિવસે ભારત માટે મોટા સમાચાર આવ્યા છે. તીરંદાજીની મિક્સ્ડ ટીમ ઈ

તીરંદાજીમાં અંકિતા ભકત અને ધીરજ બોમ્મદેવરાનો કમાલ, મિક્સ્ડ ટીમ ઈવેન્ટના ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યા

પેરિસ ઓલિમ્પિકના સાતમા દિવસે ભારત માટે મોટા સમાચાર આવ્યા છે. તીરંદાજીની મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં અંકિતા ભકત અને ધીરજ બોમ્મદેવરાની ભારતીય જોડીએ ઈન્ડોનેશિયાને હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી છે. અંકિતા અને ધીરજની જોડીએ મેચ 5-1થી જીતીને અંતિમ 8માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું.

અંકિતા ભક્ત અને ધીરજની ભારતીય જોડીએ શાનદાર તીરંદાજી કરી અને ભારતની મેડલની આશા વધારી. આ જોડીએ પહેલો સેટ 37-36થી જીતીને 2 પોઈન્ટથી શરૂઆત કરી હતી. બીજા સેટમાં મુકાબલો નજીક હતો અને ઇન્ડોનેશિયાની જોડીએ સ્કોર 38-38થી બરાબરી કરી હતી. ભારતને અહીં 1 પોઈન્ટ મળ્યો અને તેનો સ્કોર 3 થઈ ગયો.

આ પછી, આગલા રાઉન્ડમાં અંકિતા અને ધીરજની જોડીએ 38-37થી જીત મેળવી અને 2 મહત્ત્વના પોઈન્ટ મેળવ્યા અને 5-1થી જીત મેળવીને અંતિમ 8માં જગ્યા બનાવી.

આ સમાચાર શેર કરો