મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

Paris Olympics: અમેરિકન રેસલર જોર્ડન બરોઝ આવ્યો વિનેશ ફોગટના સમર્થનમાં, કરી આ માંગણી

અમેરિકન રેસલર જોર્ડન બરોઝ વિનેશના સમર્થનમાં આવ્યો છે. અમેરિકન રેસલર જોર્ડન બરોઝે વિનેશ ફ

Paris Olympics: અમેરિકન રેસલર જોર્ડન બરોઝ આવ્યો વિનેશ ફોગટના સમર્થનમાં, કરી આ માંગણી

અમેરિકન રેસલર જોર્ડન બરોઝ વિનેશના સમર્થનમાં આવ્યો છે. અમેરિકન રેસલર જોર્ડન બરોઝે વિનેશ ફોગટ માટે સિલ્વર મેડલની માંગણી કરી છે. 

પેરિસ ઓલમ્પિકમાં ભારતને મોટો ઝટકો લાગ્યો છે. ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત કોઇ મહિલા પહેલવાન ઓલમ્પિકની ફાઇનલમાં પહોંચી હતી. ગોલ્ડ મેડલ એક પગલુ દૂર હતુ પરંતુ 100 ગ્રામ વજન વધારે હોવાને કારણે 140 કરોડ ભારતીયોનું સ્વપ્ન તૂટી ગયું. ઓલમ્પિક સંઘે રેસલર વિનેશ ફોગાટને 50 કિલો વર્ગમાં મહિલા કુશ્તીની ફાઇનલ મેચ રમવા માટે અયોગ્ય જાહેર કરી દીધી. 

જો કે આ મામલે હવે અમેરિકન રેસલર જોર્ડન બરોઝ વિનેશના સમર્થનમાં આવ્યો છે. અમેરિકન રેસલર જોર્ડન બરોઝે વિનેશ ફોગટ માટે સિલ્વર મેડલની માંગણી કરી છે. જોર્ડન બરોઝે વિનેશ ફોગાટને તેની ગેરલાયકાત પછી ટેકો આપ્યો હતો અને મર્યાદિત વજન કેટેગરીઓ હોવા બદલ IOCની ટીકા પણ કરી હતી.

ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા અને છ વખતના વિશ્વ ચેમ્પિયન જોર્ડન બરોસે વિનેશની સ્થિતિ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે અને કહ્યું હતું કે તે IOC અને કુસ્તીની વજન કેટેગરીઓની કામગીરીથી નિરાશ છે.

જોર્ડન બરોઝે વિનેશ ફોગાટને ટેકો આપ્યો છે, જેમણે પેરિસ ઓલિમ્પિક્સમાં મહિલાઓની 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ ઇવેન્ટની ફાઇનલમાં તેની સહભાગિતા સુનિશ્ચિત કરવા માટે કેટલાક કડક પગલાં લેવા પડ્યા હતા. બરોસે રમતમાં વધુ વજન કેટેગરીઓની જરૂરિયાત તરફ ધ્યાન દોર્યું અને ટીકા કરી હતી.

આ સમાચાર શેર કરો