Olympic 2024: 53 વર્ષ બાદ ભારતીય હોકી ટીમ ઓસ્ટ્રેલિયા સામે ઓલિમ્પિક જીત્યું
Olympic 2024: પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય હોકી ટીમ બેલ્જિયમ સામે હારી ગઈ હતી. આ હારને

Olympic 2024: પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય હોકી ટીમ બેલ્જિયમ સામે હારી ગઈ હતી. આ હારને પાછળ છોડીને ભારતે ઓસ્ટ્રેલિયા સામે જોરદાર વાપસી કરી અને આ મેચમાં જીતના પાટા પર પરત ફરી છે. ઓસ્ટ્રેલિયા જેવી ટીમ સામે ભારતની એટેકિંગ લાઇન અને ડિફેન્સ લાઇન બંનેએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ ઈન્ડિયાના ગોલકીપર પીઆર શ્રીજેશે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
બેલ્જિયમના હાથે હારમાંથી બહાર આવતી ભારતીય હોકી ટીમે શુક્રવારે ઓસ્ટ્રેલિયાને હરાવીને ઈતિહાસ રચ્યો હતો. પેરિસ ઓલિમ્પિક-2024ની મેચમાં ભારતે જોરદાર પ્રદર્શન કર્યું અને ઓસ્ટ્રેલિયાની ટીમને 3-2થી હરાવ્યું. ટીમ ઈન્ડિયાની આ જીત ઐતિહાસિક છે કારણ કે ભારતે 1972 પછી પહેલીવાર ઓલિમ્પિકમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે.
ટીમ ઈન્ડિયાએ 52 વર્ષનો આ દુષ્કાળ ખતમ કર્યો. આ પહેલા ભારતે પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડને 3-2થી હરાવ્યું હતું. ત્યારબાદ આર્જેન્ટિના સામે 1-1થી ડ્રો રહી હતી. ટીમ ઈન્ડિયાએ આયર્લેન્ડ સામે 2-1થી જીત મેળવી હતી. પરંતુ ભારતને બેલ્જિયમના હાથે 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો.






