મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

ભારતના દિગ્ગજ શૂટર અભિનવ બિન્દ્રાને મળી મહત્ત્વપૂર્ણ જવાબદારી, IOCના એથ્લેટ્સ કમિશનના વાઈસ ચેરમેન બન્યા

ભારતના ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા શૂટર અભિનવ બિન્દ્રાએ તેની શાનદાર કારકિર્દીમાં વધુ એક અદ

ભારતના દિગ્ગજ શૂટર અભિનવ બિન્દ્રાને મળી મહત્ત્વપૂર્ણ જવાબદારી, IOCના એથ્લેટ્સ કમિશનના વાઈસ ચેરમેન બન્યા

ભારતના ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા શૂટર અભિનવ બિન્દ્રાએ તેની શાનદાર કારકિર્દીમાં વધુ એક અદભૂત સિદ્ધિ હાંસલ કરી છે કારણ કે તે શુક્રવારે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) ના એથ્લેટ્સ કમિશનના બીજા ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. ભારતના પ્રથમ વ્યક્તિગત ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા બિન્દ્રાને 2018માં એથ્લેટ્સ કમિશનના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

આ પ્રતિષ્ઠિત પદ માટે ચૂંટાયા પછી તરત જ, બિન્દ્રાએ X પર લખ્યું કે, 'IOC એથ્લેટ્સ કમિશનના બીજા ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાઈને સન્માનિત છું. હું વિશ્વભરના ખેલાડીઓના સર્વશ્રેષ્ઠ હિતમાં કામ કરવા અને તેમનો અવાજ સાંભળવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છું.'

2008 બેઈજિંગ ઓલિમ્પિકમાં 10 મીટર એર રાઈફલના ગોલ્ડ મેડલ વિજેતા અભિનવ બિન્દ્રાએ પાંચ ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો, IOC એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પેરિસ ઓલિમ્પિક 2024માં એથ્લેટ્સે IOC એથ્લેટ્સ કમિશનમાં ચાર નવા સભ્યોની પસંદગી કર્યા બાદ આ નવા કમિશનની રચના કરવામાં આવી હતી. આજે પ્રથમ વખત તેના પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી માટે બેઠક યોજવામાં આવી છે.

આઈસ હોકી ખેલાડી એમ્મા ટેર્હો એથ્લેટ્સ કમિશનના પ્રમુખ તરીકે ફરીથી ચૂંટાઈ આવ્યા હતા. જ્યારે માજા વોલોઝકોવસ્કા (સાયકલિંગ, પોલેન્ડ) બિન્દ્રા સાથે ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. ત્રણેય 2026માં યોજાનારી વિન્ટર ઓલિમ્પિક સુધી પોતપોતાના પદ પર રહેશે.

અભિનવ બિન્દ્રા ભારત માટે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ એથ્લેટ છે. અભિનવે ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતના અનુભવી શૂટર અભિનવ બિન્દ્રાને ઓલિમ્પિક ચળવળમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) દ્વારા સન્માનિત કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો