40 બ્રાન્ડ્સે એન્ડોર્સમેન્ટ માટે કર્યો મનુ ભાકરનો સંપર્ક, મેડલ જીત્યા પછી 20 લાખથી વધીને કરોડો થઈ ગઈ ફી
મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો છે. તેણે

મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો છે. તેણે આ ઓલિમ્પિકમાં બે મેડલ જીત્યા છે અને આઝાદી પછી એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની છે. મનુએ પહેલા મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ અને પછી સરબજોત સિંહ સાથે 10 મીટર એર પિસ્તોલ મિક્સ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ બે મેડલ બાદ મનુની બ્રાન્ડ વેલ્યૂ અનેક ગણી વધી ગઈ છે. આ 22 વર્ષની યંગ શૂટર સાથે કામ કરવા માટે ઘણી બ્રાન્ડ્સ લાઇન અપ કરી રહી છે.
બ્રાન્ડ્સ મનુની મેનેજમેન્ટ એજન્સીના દરવાજા ખટખટાવી રહી છે. મનુના ફોટો સાથે ઘણી બ્રાન્ડ્સના લોગોના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. એક અહેવાલ અનુસાર, મનુની મેનેજમેન્ટ એજન્સીના સીઈઓ અને એમડી નીરવ તોમરનું કહેવું છે કે લગભગ 150-200 બ્રાન્ડ્સે આવું કર્યું હતું. કોર્પોરેટ કંપનીઓ તરફથી આ સંપૂર્ણપણે અનપ્રોફેશનલ હતું. તોમરે કહ્યું, એજન્સીએ લગભગ 50ને લીગલ નોટિસ મોકલી છે અને તેમની ટીમ પણ આ મામલે કામ કરી રહી છે.
છેલ્લા 2થી 3 દિવસમાં અમને 40 જેટલી પૂછપરછ મળી છે. અમે હાલ લોન્ગ ટર્મ ડીલ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. તેની બ્રાન્ડ વેલ્યૂ 5થી 6 ગણી વધી છે. તેથી અમે પહેલા જે કંઈ કરતા હતા તે 20-25 લાખ રૂપિયાની આસપાસ હતું, હવે આ એન્ડોર્સમેન્ટ ડીલ લગભગ 1.5 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આ એક બ્રાન્ડ કેટેગરી માટે એક વર્ષ સાથે સંકળાયેલા રહેવા જેવું છે. અમને એક મહિના, ત્રણ મહિના જેવી શોર્ટ ટર્મ ક્વેરી પણ મળી હતી, પરંતુ અમે લોન્ગ ટર્મ ડીલ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. મનુ પેરિસ ઓલિમ્પિકમાં બે મેડલ જીતી ચૂકી છે અને ત્રીજો મેડલ જીતવાની તૈયારી કરી રહી છે. તે મહિલાઓની 25 મીટર પિસ્તોલમાં પડકાર આપશે.






