Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Zagmag : First in space

Zagmag : અવકાશમાં સૌ પ્રથમ 

Timeછેલ્લું અપડેટ : 03 May 2025
લાઇવ ટીવીGoogle News
Zagmag : અવકાશમાં સૌ પ્રથમ 

*      વિશ્વનો પ્રથમ સેટેલાઇટ સ્પુટનિક-૧ ઇ.સ. ૧૯૫૭ના ઓક્ટોબરની ચોથી તારીખે રશિયાએ અવકાશમાં છોડેલો.

App Store

*      વિશ્વના પ્રથમ પુરુષ અવકાશયાત્રી યુરી ગેગેરિને રશિયાના વોસ્તોક-૧૦ મિશનમાં ૧૯૬૧ના એપ્રિલની બાર તારીખે એક કલાક ૪૮ મિનિટ અવકાશમાં વિતાવેલી.

*    વિશ્વની પ્રથમ મહિલા અવકાશયાત્રી વેલેન્ટીના ટેરેશ્કોવાએ ૧૯૬૩ના આઠમી જૂને બે દિવસ ૨૨ કલાક ૫૦ મિનિટ અવકાશમાં વિતાવેલી.

*    પ્રથમ સ્પેસવોક કરનાર અવકાશયાત્રી એલેક્સ લીઓનોવે ૧૯૬૫ના માર્ચની ૧૮ તારીખે વોસ્ખોડ-૨ મિશનમાં સ્પેસવોક કરેલું.

*    ચંદ્રની સપાટી પર પ્રથમ માનવવિહિન યાન લૂના-૨ ૧૯૫૯ના સપ્ટેમ્બરની ૧૩ તારીખે ચંદ્ર પર ઉતરેલું.