zagmag: પૃથ્વી પરનો અદ્ભુત જીવ પતંગિયા

- માનવજગતમાં સૌથી સુંદર પતંગિયા અનેક વિશિષ્ટતાઓ ધરાવે છે તેનું જીવન ટૂકું પણ અદ્ભુત છે.
- પતંગિયું ઇંડા તરીકે જન્મે છે, ઇંડામાંથી લાર્વા, લાર્વામાંથી ઈયળ અને ઈયળ ઉપર કોશેટો બને પછી તે તોડીને પતંગિયું બહાર આવે. આમ ચાર તબક્કાનું તેનું જીવન.
-રંગબેરંગી દેખાતાં પતંગિયાની પાંખો પર રંગ હોતાં નથી પરંતુ તેની પાંખોની સપાટીની એવી રચના છે કે તે અમુક રંગ જ પરાવર્તીત કરે છે.
-પતંગિયા માત્ર પ્રવાહી જ ચૂસી શકે. ઘન પદાર્થ ખાઈ શકતાં નથી.
-મોનાર્ક નામના પતંગિયા હજારો કિલોમીટરનો પ્રવાસ કરે છે. કેનેડાથી મધ્ય અમેરિકા સુધી પ્રવાસ કરી પરત આવે ત્યારે પોતાના વતનને શોધી કાઢે છે.
- પતંગિયા ૨૫ કિલોમીટરની ઝડપે ઊડે છે.

