Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...

Zagmag : સમયસૂચકતા 

Timeછેલ્લું અપડેટ : 31 May 2025
લાઇવ ટીવીGoogle News
Zagmag : સમયસૂચકતા 

- 'શું કહ્યું? તમે ઇન્સ્પેક્ટર ગોહિલને અભિનંદન આપવા હજુ એમના પોલીસ સ્ટેશનમાં જ છો? પ્લીઝ, ગોહિલ અંકલને મારા તરફથી પણ કોન્ગ્રેચ્યુલેશન્સ કહેજો...'

App Store

મીની ખૂબ સુંદર,ચપળ છોકરી હતી.તે છઠ્ઠા ધોરણમાં ભણતી હતી. દરેક ઉનાળાના વેકેશનમાં મીની હંમેશા મોબાઈલ કે ટીવી જોવા ને બદલે અખબારો-પુસ્તકોનું વાંચન,નવા વર્ગોમાં જઈને નવું નવું નવીન શીખવાની કોશિશ કરતી. આ જ એનો ક્રમ રહેતો.   

આ ઉનાળાના વેકેશનમાં એ સવારે સંગીત અને સાંજે નૃત્યના વર્ગમાં જતી હતી. મીનીએ એક નાનો ભાઈ હતો. તેને સાચવવો પડતો હોવાથી મમ્મી તેને વર્ગમાં મૂકવા જઈ શકતી ન હતી. મીનીના સ્કૂલના રીક્ષાવાળા કાકા તેને ક્લાસમાં મૂકી આવતા અને લઈ જતા. 

એક દિવસ મીની રોજના ક્રમ મુજબ ક્લાસમાં ગઈ. પાછા વળતી વખતે રીક્ષાવાળા કાકા આવ્યા જ નહીં. ઘણી બધી રાહ જોઈ. કમોસમી વરસાદને કારણે વહેલું અંધારું થવા માંડયું હતું. વરસાદ પણ શરૂ થશે એવું મીનીને લાગ્યું. 

તેણે એક રીક્ષા ઊભી રખાવી ને પાછળ બેસી ગઈ.  રિક્ષાચાલક વારંવાર અરીસામાંથી મીનીને જોઈ રહ્યો હતો. 

મીનીના મનમાં ગભરાટ છવાઈ ગયો. પરંતુ તરત જ એણે સ્વસ્થતા કેળવી લીધી. એને યાદ આવ્યું કે આજે સવારના સમાચારપત્રમાં જ એણે ઇન્સ્પેક્ટર ગોહિલ વિશે સમાચાર આવ્યા હતા. એક ગુંડાનું એન્કાઉન્ટર કરવા બદલ એમને સત્તાધારીઓ તરફથી અભિનંદન મળ્યા હતા. મીનીએ તરત વાર્તા ઘડી કાઢી. એણે પોતાના ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને મોટેથી બોલવા લાગીઃ 'હા, બોલો પપ્પા.શું કહ્યું? તમે ઇન્સ્પેક્ટર ગોહિલને અભિનંદન આપવા હજુ એમના પોલીસ સ્ટેશનમાં જ છો? પ્લીઝ, ગોહિલઅંકલને મારા તરફથી પણ કોન્ગ્રેચ્યુલેશન્સ કહેજો... અને તમે જલ્દી ઘેર આવો. મારે મેંગો આઈસ્ક્રીમ ખાવી છે. હું અત્યારે રીક્ષામાં જ છું અને થોડી વારમાં  ઘરે પહોંચું છું...'

અચ્છા, તો છોકરીના અંકલ પોલીસ ઇન્સપેક્ટર છે... રીક્ષાવાળાએ વિચાર્યું. એણે તરત અરીસામાંથી નજર હટાવી લીધી. પછી સીધોસટ થઈને મીનીને એના ઘર સુધી મૂકી ગયો. મીનીએ મમ્મીને બધી જ વાત કરી. મમ્મી ખૂબ ખુશ થઈ. મીનીની બુદ્ધિમત્તા અને સમયસૂચકતા માટે એને ખૂબ શાબાશી આપી અને મેંગો આઈસ્ક્રીમ પણ ખવડાવી.

-  ગીતા પી. પોપટ

ટોપિક્સ:Zagmaggstv newsmagazineTimeliness