Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : There are four foundations of the practice of Gyan Yoga

જ્ઞાનયોગના ચાર પાયા: આસક્તિ અને અહંકારથી મુક્ત થઈ આત્મજ્ઞાન તથા ત્રિગુણાતીત અવસ્થાની પ્રાપ્તિનો માર્ગ

Timeછેલ્લું અપડેટ : 18 Jun 2026
લાઇવ ટીવીGoogle News
જ્ઞાનયોગના ચાર પાયા: આસક્તિ અને અહંકારથી મુક્ત થઈ આત્મજ્ઞાન તથા ત્રિગુણાતીત અવસ્થાની પ્રાપ્તિનો માર્ગ
સોર્સ : GSTV

- આસક્તિ ન રાખવી એજ શુદ્ધતા છે, જ્યાં આસક્તિ ગઈ ત્યાં મોહ ગયો, મમતા ગઈ અને અહંકાર અને કર્તાભાવપણ ગયો

App Store

આજના પંથના કે સંપ્રદાયના સ્વાર્થયુક્ત ભાવ સાથેના કે તેના અનુયાયીઓમાંથી કોઈ ત્રિગુણાતીત અવસ્થાએ પહોંચ્યાંનો એક પણ દાખલો નથી, જ્યાં મનમાં એક ટકાના હજારમાં ભાગ જેટલી પણ મનમાં આસક્તિ, મોહ, મમતા, વાસના તૃષ્ણા, સ્વાર્થ, લાભ, લોભ કામનાનો અંશ હોય તો તેની આ જીવનમાં તો ત્રિગુણાંતિત અવસ્થા શક્ય જ નથી.

જ્ઞાન યોગની સાધનાના ચાર પાયા છે, તે પાયાના આધારે જ આંતર સાધના કરી આત્મ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, 

1. આત્મિક સત્ય સ્વરૂપ વિવેકમાં સ્થિત થઈને અંતરમાં ઉતરીને જે નિત્ય છે કાયમી છે, સત્ય છે તે આત્મા છે, તેને જાણવો અને જે અનિત્ય છે, જે નાશવંત છે, તે છે, આ શરીર અને સંસાર તેને અનિત્ય જાણવો અને બંને વચ્ચેના તફાવતને સત્વ શુદ્ધ અંતરથી રાગ દ્વેષ છોડી સમજવું અને જાણવું એ જરૂરી છે, સત્વ સંશુધ્ધ અંતરથી જાણીને કોઈ માણસ અસત્યને સાથે રાખીને જીવતો જ નથી, તે હકીકત છે. આમ આંતર દુર્ગુણ, દુર્ભાવ, દુરાચાર, દુર્વૃતિને અહંકાર રાગદ્વેષ અને આસક્તિ વગેરેને બહાર ફેકી દેવાને શુદ્ધ થવું એ પ્રથમ જરૂરી છે. જો આ હકીકત સત્વ સંશુધ્ધ અંતરથી જાણશો અને પ્રાપ્ત કરવા મથશો તોજ મુક્ત થઈ શકશો.

2. આ સંસારની તમામ નાશવંત વસ્તુ પદાર્થનું અને વસ્તુઓ પ્રત્યેનું આંધળું આકર્ષણ આત્મિક સત્યના આધારે છોડવું, જ જોઈએ તેમાંથી મુક્ત થવું જ જોઈએ તેમા જરા પણ આસક્તિ ન રાખવી એજ શુદ્ધતા છે, જ્યાં આસક્તિ ગઈ ત્યાં મોહ ગયો, મમતા ગઈ અને અહંકાર અને કર્તાભાવ પણ ગયો.

3. આત્મિક સત્યમાં સ્થિત થઈને મન પર કાબૂ, મનની શુધ્ધતા, ઇન્દ્રિયો પર કાબૂ અને તેના રસોથી મુક્ત થવું અને આત્મિક સત્ય સ્વરૂપ થઈને કર્તાભાવ અહંકાર અને ફળની આશાથી મુક્ત થઈને સત્યના આધારે પુરુષાર્થ કરી ધનનું ઉપાર્જન કરવું અને આ ધનને વસ્તુને કે પદાર્થને પરમાત્માનો પ્રસાદ છે તે, મારી સાધનાનું ફળ છે.

4. જીવનમાં આત્મિક સત્ય સ્વરૂપ થઈને આત્માના અવાજને સાંભળી સમજી જાણી તેના આદેશ અનુસાર જ આંતરભાવોથી મુક્ત થવા માટેની અંતરની સત્વ સંશુદ્ધ મનથી તીવ્ર અભિપ્સા રાખીને જીવન જીવવું જ્ઞાન યોગદ્વારા જ્ઞાન પ્રાપ્તિની આખી પ્રક્રિયા સમજી લેવી જરૂરી બને છે, આમાં માત્રને માત્ર આંતરસાધના કરવાની રહે છે. 

- તત્વચિંતક વી. પટેલ