Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Then What's new?

Chitralok: નવું શું છે?

Timeછેલ્લું અપડેટ : 09 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Chitralok: નવું શું છે?
સોર્સ : GSTV

રોમેન્ટિક કોમેડી ફિલ્મ 'દે દે પ્યાર દે' ૨૦૧૯માં આવી અને સિકવલ 'દે દે પ્યાર દે-ટુ' એના પછી. આ સિક્વલ આજથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ છે. ફિલ્મમાં અજય દેવગણ, રકુલ પ્રીત સિંહ અને આર. માધવન છે.

App Store

નિખિલ અડવાણી દિગ્દશત સિરીઝ 'ફ્રીડમ એટ મિડનાઇટ'ની બીજી સીઝન સોની લિવ પર આવી છે.  ૧૯૪૭ પછી ભારત અને પાકિસ્તાનની વાર્તાને એ આગળ ધપાવશે. સિરીઝમાં આઠ એપિસોડ છે.

બ્રિટિશ એકશન-ડ્રામા, સસ્પેન્સ સિરીઝ 'ધ નાઇટ મેનેજર'ની બીજી સીઝન ૧૧ જાન્યુઆરીથી પ્રાઇમ વીડિયો પર આવશે. આ સિરીઝની, આ નામની જ, ભારતીય વર્ઝન, ૨૦૨૩માં આવી હતી. બ્રિટિશ સિરીઝમાં ટોમ હિડલસ્ટન, ઓલિવિયા કોલમેન, કેમિલા મોરોન, ડિએગો કાલવા છે.

ક્રાઇમ થ્રિલર સિરીઝ 'તસ્કરી - ધ સ્મગલર્સ વેબ' ૧૪ જાન્યુઆરી ૨૦૨૬થી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. ઇમરાન હાશમી મુખ્ય ભૂમિકામાં છે. કથા મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ આસપાસ ઘૂમે છે.