Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : The rumor of 'Havan Karenge' has spread again on social media.

Chitralok : સોશિયલ મીડિયા પર ફરી છવાયો 'હવન કરેંગે'નો જાદુ, જુઓ કેમ લોકો કરી રહ્યા છે આ ગીતને યાદ

Timeછેલ્લું અપડેટ : 13 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Chitralok : સોશિયલ મીડિયા પર ફરી છવાયો 'હવન કરેંગે'નો જાદુ, જુઓ કેમ લોકો કરી રહ્યા છે આ ગીતને યાદ
સોર્સ : gstv

ભારતીય લશ્કરમાં ફરજ બજાવતાં બજાવતાં એશિયન અને કોમનવેલ્થ રમતોત્સવમાં ૪૦૦ મીટર દોડની સ્પર્ધામાં અનુક્રમે ૧૯૫૮ અને ૧૯૬૨માં ગોલ્ડ મેડલ જીતનારા અને ઊડતા શીખ (ફ્લાઇંગ શીખ)નું બિરુદ મેળવનારા મિલ્ખા સિંઘ વિશે આજની યુવા પેઢી બહુ ઓછું જાણતી હશે. આમેય અત્યારે મોટા ભાગના યુવાનોને ક્રિકેટ સિવાય બહુ ઓછી રમતોમાં રસ હોય છે. યુવા પેઢીને પ્રેરણા આપવાની ભાવનાથી ફિલ્મ સર્જક ઓમપ્રકાશ મહેરાએ ૨૦૧૩માં મિલ્ખા સિેંઘની બાયો-પિક 'ભાગ મિલખા ભાગ' બનાવેલી. યોગાનુયોગે મિલ્ખા સિંઘ હજુ હયાત હતા અને એમની આત્મકથા 'ધ રેસ આફ માય લાઇફ' પુસ્તક રૂપે હાજર હતી. એનો લાભ ફિલ્મ સર્જકને અને પરદા પર મિલ્ખા સિંઘનો રોલ કરનારા અભિનેતા ફરહાન અખ્તરને પણ મળ્યો. મહેરા અને અખ્તર બંનેએ રીતસર પરસેવો પાડયો. ફિલ્મ એટલી સરસ બની કે બોક્સ ઓફિસ પર ટંકશાળ સર્જી. મિલ્ખા સિંઘે ઉદારપણે રોયલ્ટી સ્વરૂપે માત્ર એક રૂપિયો લીધેલો.

App Store

અગાઉ વિવિધ જોનરની ફિલ્મમાં સંગીત પીરસનારા સંગીતકારો શંકર-એહસાન-લોયે આ ફિલ્મ દ્વારા પહેલી વાર સ્પોર્ટ જોનરની ફિલ્મમાં સંગીત પીરસ્યું. ગીતો જાવેદ અખ્તરનાં હતાં. ફિલ્મ સુપરહિટ નીવડી એટલે સંગીતકારોને પણ સારો એવો યશ સાંપડયો. આ ફિલ્મનું સંગીત એક હોનહાર સ્પોર્ટમેનને પાનો ચડાવે એવું એટલે કે ઉત્સાહવર્ધક હતું. પ્રસંગોને અનુરૂપ જાવેદે ગીતો પણ એ રીતે રચ્યાં હતાં. મિલ્ખા સિંઘ જન્મે અને કર્મે શીખ હતા એટલે સંગીતકારોને પંજાબી લોકસંગીત અને શીખ ગુરુઓ દ્વારા રચાયેલાં કીર્તન ગુરબાનીનો લાભ મળ્યો.

પહેલીવાર સિદ્ધાર્થ મહાદેવને અને બીજીવાર આરિફ લોહારે ગાયેલું ટાઇટલ ગીત લશ્કરના માર્ચિંગ સોંગ જેવાં તર્જ લય ધરાવે છે. શબ્દોમાં યુવાન મિલ્ખાને પાનો ચડાવવાની શક્તિ છે. 'અરે સંતી માર રહા સંસાર, અબ તૂ આને દે લલકાર, તેરી નસ નસ લોહતાર, તૂ હૈ આગ મિલ્ખા, ઓ બસ તુ ભાગ મિલ્ખા...' સિદ્ધાર્થ શંકર મહાદેવનનો હોનહાર ગાયક પુત્ર છે. કંઠમાં તાજગી હોવાથી યુવાન મિલ્ખાના પાત્રને એનો કંઠ ફિટ બેસી ગયો. આરિફ લોહાર પાકિસ્તાનના ટોચના પંજાબી લોકગાયક આલમ લોહારનો પુત્ર છે અને અવ્વલ દરજ્જાનો ગાયક છે. મિલ્ખા સિંઘનો જન્મ ગોવિંદપુરા, પાકિસ્તાનમાં થયેલો એટલે ટાઇટલ ગીતના બીજા ભાગમાં આરિફનો કંઠ વાપર્યો છે. 

પરદા પર આ ગીત જોનારને પણ પગથી ઠેકો આપતાં કરી દે એ રીતે દ્રશ્યો ગોઠવ્યાં છે. ટ્રકનું ખાસ્સું વજનદાર ટાયર એક ઇંચ જાડા દોરડા વડે મિલ્ખાની કમર પર બાંધીને દરિયાની રેતીમાં ચોક્કસ સ્પીડથી દોડવાની પ્રેક્ટિસ ચાલતી હોય ત્યારે આ ગીત પાર્શ્વભૂમિમાં સંભળાય છે. પરસેવે રેબઝેબ મિલ્ખા થાકીને વચ્ચે વચ્ચે લથડી પડે છે ત્યારે પાછળથી કોચનો બરાડો સંભળાય છે- 'ઊ..ઠ, ભાગ...' એ જ રીતે રણની ધગધગતી રેતીમાં મિલ્ખા દોરડા કૂદે છે ત્યારે પણ આ ગીત સંભળાય છે.

સિદ્ધાર્થ મહાદેવનના કંઠે ઔર એક ઉત્સાહવર્ધક ગીત રેપ સોંગની જેમ લયબદ્ધ પઠનની શૈલીમાં રજૂ થયું છે- 'જિંદા હૈ તો પ્યાલા પૂરા ભર લે, કંચા ફૂટે ચુરા કાંચ કર લે, જીંદગી કા યે ઘડા લે, એક સાંસ મેં ચઢા લે...' મિલ્ખા લશ્કરમાં હતો ત્યારે પોતાની બટાલિયનના જવાનો સાથે મોજમસ્તીમાં આ ગીત ગાય છે. આ ગીતમાં પંજાબી ઢોલનો ઉપયોગ સરસ રીતે થયો છે.

સંગીતકાર શંકર, લોય અને સુખવિન્દર સિંઘના કંઠે પાશ્ચાત્ય શૈલીનું એક ડાન્સ સોંગ છે- 'આય જસ્ટ મેટ અ ગર્લ, એન્ડ શી ઇઝ ફ્રોમ વુલુમુલુ વુલુમુલુ વોંડા...' પરદા પર ધમાલ મચાવી દે એવું બન્યું હતું.

એશિયન કે કોમનવેલ્થ રમતોત્સવ દરમિયાન ખેલાડીઓના ઉતારામાં સર્વે ખેલાડી પ્લેટ અને પ્યાલા લય રૂપે વગાડતાં અને નાચતાં ગાય છે- 'ઓય હવનકુંડ, મસ્તોં કા ઝૂંડ, સુણ સાન રાત, અબ ઐસી રાત, રખ દિલ પે હાથ, હમ સાથ સાથ, બોલો ક્યા કરેંગે, હવન કરેંગે, હવન કરેંગે....' ઓડિયન્સને પણ નાચતું કરી દે એ રીતે આ ગીતનું ફિલ્માંકન કરાયું છે. તર્જમાં પણ સાંાભળનારને થનગનતા કરી દે એવી સૂરાવલિ બાંધી છે.

ગુરબાનીનું એક સાવ નાનકડું પદ દલેર મહેંદીના કંઠમાં છે. 'નાનક નામ જહાજ હૈ, ચઢે સો ઊતરે પાર, જો શરધા કર સેવ દે, ગુરુ પાર ઉતારનહાર...' મિલ્ખા ગુરુદ્વારમાં અરદાસ (પ્રાર્થના) કરે છે ત્યારે આ પદ રજૂ થાય છે.

છેલ્લું ગીત શ્રેયા ઘોષાલ અને પાકિસ્તાની ગાયક જાવેદ બશીરના કંઠમાં છે. જાવેદ હવે આપણા માટે સાવ અજાણ્યો નથી. આપણા મન્ના ડેની જેમ જાવેદ રાગરાગિણી આધારિત ગીતો ગાવા માટે પંકાયેલો છે. એણે કાકટેલ, કહાની, બોમ્બે ટાકિઝ, બાજીરાવ મસ્તાની વગેરે ફિલ્મોમાં ગાયું છે. અહીં બે જુદા જુદા રાગોને સરળ રીતે ભેગા કરીને એક લવ સોંગ તૈયાર કરાયું છે. 'ઓ રંગરેઝ તેરે રંગ દરિયા મેં, બસ ડૂબના હૈ તેરા બન કે હાય, નહીં રહના દૂજા બન કે, એક ભી સાંસ અલગ નહીં લેની, ખીંચ લેના પ્રાણ તન સે, નહીં રહના દૂજા બન કે...' અહીં રાગ બિલાવલ અને ખમાજ ભેગા કર્યા છે.

સ્પોર્ટ જોનરની ફિલ્મમાં પણ શંકર-એહસાન-લોય કામિયાબ રહ્યા. એમને એશિયન ફિલ્મ એવોર્ડ મળ્યો તો સિદ્ધાર્થ મહાદેવનને બેસ્ટ ગાયકનો ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો, શ્રેયા ઘોષાલને બેસ્ટ ફિમેલ સિંગરનો આઇફા મ્યુઝિક એવોર્ડ મળ્યો. આમ સંગીતકાર અને ગાયકો પણ સફળ થયા.