Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : The biggest controversies written in the name of these three films

Chitralok : સિનેમાના પડદે મચ્યો હોબાળો! આ ત્રણ ફિલ્મોના નામે લખાયા સૌથી મોટા વિવાદ

Timeછેલ્લું અપડેટ : 13 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Chitralok : સિનેમાના પડદે મચ્યો હોબાળો! આ ત્રણ ફિલ્મોના નામે લખાયા સૌથી મોટા વિવાદ
સોર્સ : gstv

નીરજ પાંડે અને મનોજ બાજપેયીની 'ઘુસખોર પંડત'ના નામ ટાઈટલને લઈને જાગેલો વિવાદ ઓછો હોય એમ બીજી બે ફિલ્મો એમના ટાઈટલને કારણે ટંટામાં ફસાઈ ગઈ. આ ત્રણેય ફિલ્મોના નામને લીધે ઉગ્ર રાજકીય પ્રત્યાઘાત પડયા. એમના ટાઈટલ્સની કાનૂની ચકાસણી કરવાની ફરજ પડી. 

App Store

પહેલી ફિલ્મ 'ઘુસખોર પંડત'ના મેકર નીરજ પાંડેએ સુપ્રીમ કોર્ટની આકરી ટીકાને પગલે એનું ટાઇટલ બદલી નાખવાની જાહેરાત કરી નાખી. બીજી ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી-ટુ'નું ટ્રેલર રિલીઝ થતાવેંત રાજકીય નેતાઓ એનો વિરોધ કરવા મેદાનમાં આવી ગયેલા. કેરળના માર્ક્સવાદી મુખ્ય પ્રધાન પિનારાથી વિજયન અને સમાજવાદી પાર્ટીના નેતા અબુ આસિમ આઝમીએ એવો આક્ષેપ કર્યો છે કે 'ધ કેરલા સ્ટોરી'ની આ સિક્વલ કોમી મતભેદ ઊભા કરશે. એને કારણે કોમી શાંતિ ડહોળાશે. પોતાના જાતિસૂચક નામને લીધે વિવાદાસ્પદ બનેલી ત્રીજી ફિલ્મ છે 'યાદવજી કી લવ સ્ટોરી.'  'ઘુસખોર પંડત'નો વિરોધ આખા દેશના બ્રાહ્મણોએ કર્યો. મામલો સુપ્રીમ કોર્ટના ગયો ત્યારે સર્વોચ્ચ અદાલના ન્યાયમૂર્તિઓએ મૂવીના નામ સામે અણગમો દર્શાવી એવી તીખી કમેન્ટ કરી કે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો ઉપયોગ સમાજના કોઈ વર્ગને બદનામ કરવા માટે ન કરી શકાય. ફિલ્મના પ્રોડયુસર સાનમાં સમજી ગયા અને એમણે સુપ્રીમમાં એવી જાહેરાત કરતી એફીડેવિટ નોંધાવી કે અમે ફિલ્મનું ટાઈટલ 'ઘુસખોર પંડત' પાછુ ખેંચી લઈશું. અમારી ફિલ્મમાં કોઈ ધર્મ કે જાતિનું અપમાન નથી કરાયું. પાંડેએ અદાલતને એમ પણ જણાવ્યું કે અમે ફિલ્મના પ્રમોશનને લગતું તમામ મટીરિયલ પાછું ખેંચી લીધું છે અને નવું ટાઈટલ પહેલા નામ જેવું નહિ હોય.

ફિલ્મમેકર વિપુલ અમૃતલાલ શાહની ૨૦૨૨માં રિલિઝ થયેલી 'ધ કેરલા સ્ટોરી'એ વર્લ્ડ વાઈડ ૩૦૩ કરોડનો બિઝનેસ કર્યો હતો. એની સુપરડુપર સકસેસથી પ્રેરાઈ એમણે એની સિક્વલ 'ધ કેરલા સ્ટોરી-૨' બનાવી. ફિલ્મમાં ત્રણ જુદા જુદા રાજ્યોની યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી એમની સાથે ધર્મપરિવર્તન બાદ કઈ રીતે નિકાહ પઢી અત્યાચાર ગુજારાય છે એની સ્ટોરી છે.

૨૭ ફેબુ્રઆરીએ રિલીઝ થયેલી 'ધ કેરલા સ્ટોરી-૨'ને અબુ આઝમીએ જુઠાણાં અને કોમી નફરત ફેલાવતી ફિલ્મ ગણાવી. જ્યારે કેરળના સીએમ વિજયને સિક્વલ પર માછલાં ધોયાં. 

આ બાજુ, 'યાદવજી કી લવ સ્ટોરી'નું તો ટીઝર જોઈને જ નેતાઓના ભવા ખેંચાયા છે. બિહારના સીએમ નીતિશ કુમારની પાર્ટી જનતા દળ (યુ)ના પ્રવકતા રાજીવ રંજન પ્રસાદે એવો આક્રોશ ઠાલવ્યો છે કે ફિલ્મોનાં આવાં ટાઇટલ સોશિયલ ટેન્શન વધારવાનું કામ કરે છે. એમણે સેન્સર બોર્ડને આવી ફિલ્મો બાબતમાં ગંભીર વલણ લેવાની અપીલ કરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પણ આવાં ઉશ્કેરણીજનક ટાઈટલ્સ ટાળવાનો અનુરોધ કર્યો છે.