Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : The maternal love of animals and the cruelty of parents towards children

Shatdal : મા વિનાની વાંદરીનો બિલાડી પ્રત્યે પ્રેમ અને અમેરિકાના 'બગડેલા' બાળકો પ્રત્યે મા-બાપની નિષ્ઠુરતા

Timeછેલ્લું અપડેટ : 11 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Shatdal : મા વિનાની વાંદરીનો બિલાડી પ્રત્યે પ્રેમ અને અમેરિકાના 'બગડેલા' બાળકો પ્રત્યે મા-બાપની નિષ્ઠુરતા
સોર્સ : gstv

- હરતાં ફરતાં-વિક્રમ વકીલ

App Store

જંગલી જનાવરોના હૃદયમાં પણ કુદરતે લાગણીનો ભંડાર મૂકેલો હોય છે. બચ્ચાંઓ પર વાત્સલ્ય વરસાવવામાં તેઓ મનુષ્યોથી જરાય ઓછા નથી હોતા, પરંતુ ઍક્સપર્ટ ફોટોગ્રાફરોની ચબરાક આંખ ક્યારેક એવાં દુર્લભ દ્રશ્યોને એમના કેમેરામાં ક્લિક કરી લેતી હોય છે ત્યારે ખબર પડે કે જનાવરો અન્ય પ્રાણીઓનાં બચ્ચાંઓ પ્રત્યે પણ અપાર લાગણી વરસાવી શક્તા હોય છે. સાથેની તસવીરમાંની વાંદરી એક બિલાડીના બચ્ચાની માની જવાબદારી નિભાવી રહી છે. નિરાધાર બનેલા બચ્ચાએ પણ તેના પર હેત વરસાવનારને જ માતા તરીકે સ્વીકારી લીધી છે. માતા અને બચ્ચાની આ અસાધારણ જોડી ઇન્ડોનેશિયાના તાંજુંગ પુટિંગ નેશનલ પાર્કમાં જોવા મળી હતી. કોરિની નામની આ વાંદરી બિલાડીના બચ્ચા પ્રત્યે આટલી પ્રેમાળ બની એની પાછળ પણ એક ઇતિહાસ છે. પાર્કના કર્મચારીઓનું કહેવું છે કે નાનપણમાં તે પણ પોતાની માતાને ખોઈ બેઠી હતી. તેથી મા વિનાનું બાળપણ કેવું અકળાવનારું હોય છે એ તે બરાબર જાણે છે. તેના ભૂતકાળનો ફાયદો બિલાડીના આ બચ્ચાને એવો થયો કે એને મા જેવો પ્રેમ મળ્યો. આ બચ્ચું માના પ્રેમથી વંચિત રહી ન જાય એની કોરિનીએ બરાબર તકેદારી રાખી છે.

ફેશન જગતના વિચિત્ર સમાચાર

લંડનમાં એક સાપ્તાહિકે ફેશન સ્પેશિયલ નામનો અંક કાઢયો અને વાચકોને સાચા પણ વિચિત્ર ફેશનના સમાચાર મોકલવા સૂચવ્યું તો આવા જવાબ આવ્યા : (૧) નિકોલસ ડાયનેસ ગ્રેસી નામના ફેશન ડિઝાઇનરે 'ક્લોધોથેરપી' બ્રાન્ડનાં વસ્ત્રો કાઢયાં છે, જે પહેરવાથી જાડી સ્ત્રી પાતળી થાય છે. (૨) બ્રિટનમાં ૧૦ ટકા સ્ત્રી-પુરુષો નાઇટ ડ્રેસમાં હોય ત્યારે તેમનાં ખૂન થાય છે. (૩) મિલિટરી દરજીઓએ કોમોફ્લેજ બ્રેસિયર (હુમલો કરતી વખતે પહેરવાનાં ગુપ્ત મિલિટરી વસ્ત્રો) તૈયાર કરી છે અને ગન બેરલ લૂછવાના પોતામાંથી કપડાનાં નેકલેસ બનાવ્યો છે. (૪) ડાર્ટમૂર નેશનલ પાર્કની ગાયો ધોરી રસ્તા ઉપર રખડતી હોય છે. રાત્રે ટ્રક નીચે એ ગાયો અંધારામાં ચગદાઈ ન જાય તે માટે ગાયના પગમાં પહેરાવવાનાં ખાસ કલરનાં ફેશનેબલ મોજાં રૂ. ૧ લાખને ખર્ચે તૈયાર કરાવ્યાં છે! (૫) બ્રિટનની હોલો વે ગામની જેલની મહિલા કેદીઓએ કેદની ડયુટીમાં બનાવેલાં વસ્ત્રોની ફેશન પરેડ જેલમાં થઈ હતી અને સ્ત્રી કેદીઓ જ મોડેલ બની હતી.

હિટલરને હરાવવા મડદાનો ઉપયોગ

બીજા વિશ્વયુદ્ધની આ વાત છે. જર્મનીનાં દુશ્મન એવાં સાથી રાષ્ટ્રો સિસિલી પર હુમલો કરવાની યોજના ઘડી રહ્યાં હતાં. એ વખતે એક ચતુરજને સૂચન કર્યું કે આપણે સિસિલી પર નહીં, પરંતુ બીજા ટાપુઓ પર હુમલો કરવાના છીએ એવી ગેરસમજ  જો આપણે હિટલરના મનમાં ઠસાવી શકીએ તો સિસિલી જીતવું આસાન રહે. આ આઇડિયા સૌને ગમ્યો. પણ હિટલરના મનમાં એ ગેરસમજ ઘુસાડવી કઈ રીતે? આ સવાલના જવાબમાં એક બ્રિટિશરે મસ્ત તુક્કો વિચાર્યો. તેણે કહ્યું : 'જુઓ, જર્મનો સ્પેનના દરિયાકાંઠે બહુ ચાંપતી દેખરેખ રાખીને બેઠા છે. આપણે જો કોઈ રીતે એક મડદું સ્પેનના દરિયા કાંઠે નાખી આવીએ તો હિટલરને ઉલ્લુ બનાવી શકાશે?'' એક મડદા વડે હિટલરને ઉલ્લુ બનાવવાનો ? એ કઈ રીતે? પેલા બ્રિટિશરે સમજાવ્યું : ''લાશને આપણે એવી કરી નાખીએ જેથી ખરેખર એવું લાગે કે વિમાની દુર્ઘટનામાં દરિયામાં પડી ગયેલા કોઈ માણસની એ લાશ છે. પછી એના ખિસ્સામાં પલળ્યા પછી પણ સાવ જ ન ભૂંસાઈ જાય તેવી શાહીથી લખાયેલો એવો એક દસ્તાવેજ મૂકી દઇએ જેમાં સાથી રાષ્ટ્રો હવે કઈ જગ્યાએ હુમલો કરવાનાં છે તેની ગુપ્ત યોજના વિશેની માહિતી હોય...'' નવલકથામાં વાપરી શકાય તેવો આ પ્લોટ સાથી રાષ્ટ્રોના જાસૂસોએ વાસ્તવમાં અમલમાં મૂક્યો. ઘણી શોધખોળ પછી એક મડદું શોધી કાઢવામાં આવ્યું. એ લાશ સ્પેનના દરિયા કિનારે દુશ્મનોએ નથી.

મૂકી પણ સાચ્ચે જ તરતી તરતી આવી છે એવી ખાતરી જર્મનોને થઈ જાય એટલા માટે લાશના ખિસ્સામાં આટલી વસ્તુઓ મૂકી : (૧) ફિલ્મની ટિકિટનું અડધિયું. (૨) 'તમે પૈસા ઓવરડ્રો કર્યા છે' એવા મતલબની બેન્કની નોટિસ. (૩) ફિયાન્સીએ લખેલો પ્રેમપત્ર. (૪) પિતાએ પુત્રને લખેલો પત્ર, જેમાં એવું લખ્યું હોય કે દીકરા, અહીં તો આજકાલ બહુ મુશ્કેલીઓ છે. જીવનજરૂરી બળતણ પણ છૂટથી નથી મળતું. એમાં પણ રેશનિંગ કરવામાં આવે છે. આ ચાર ચીજો ઉપરાંત પેલો ખુફિયા દસ્તાવેજ તો હોય જ. આ રીતે બરાબર તૈયાર કરેલી લાશ સ્પેનને અડીને આવેલા દરિયામાં એવી જગ્યાએ વહેતી મૂકવામાં આવી જ્યાંથી પવન અને દરિયાનો પ્રવાહ તે લાશને જલદીમાં જલદી એવા દરિયાકાંઠે પહોંચાડી દે જ્યાં જર્મનપહેરો વધુ ચુસ્ત હતો. લાશ વહેતી વહેતી આગળ વધી... થોડા જ સમય બાદ સાથી રાષ્ટ્રોએ જ્યારે સિસિલી પર હુમલો કર્યો ત્યારે તેમણે જોયું કે દુશ્મનોએ પોતાનાં દળ ત્યાંથી હટાવીને બીજી જગ્યાએ મોકલી દીધાં હતાં. લાશે રંગ રાખ્યો.

રૂઢિચૂસ્તતા બાબતે બધા ધર્મો સરખા છે

ઇઝરાયલમાં રૂઢિચુસ્ત યહૂદી ધર્મ પ્રચલિત છે. ત્યાંના જેરુસલેમ શહેરમાં શોશાના હદાદ અને મસૂદ કોહેન નામે પતિપત્ની ૧૩ વર્ષથી લગ્નગ્રંથિથી જોડાયેલાં હતાં, તેમનું લગ્ન યહૂદી ધર્મગુરુઓએ ગેરકાનૂની જાહેર કર્યું છે. એનું કારણ, આજથી અઢી હજાર વર્ષ પહેલાં તેના પૂર્વજોનું પાપ. ઇ.સ. પૂર્વે ૫૮૦માં શોશાના હદાદના દૂરના એક પૂર્વજે છૂટાછેડા લીધેલી કોહેન વંશની કન્યા સાથે નાતરું કર્યું હતું. તે કારણે ત્યારના ધર્મગુરુઓએ ચુકાદો આપેલો કે હવે પછી હદાદ વંશની કોઈ કન્યા કોહેન વંશના કોઈ પુરુષને પરણી શકશે નહીં. તે ચુકાદા મુજબ, આજે ૨૬૧૧ વર્ષ પછીનું શોશાના હદાદ અને મસૂદ કોહેનનું આ લગ્ન ગુનાઇત રીતે લુચ્ચાઇભર્યું છે.

અમેરિકાના બગડેલા બાળકો પ્રત્યે મા-બાપની નિષ્ઠુરતા

અમેરિકાની સમૃદ્ધિએ અમેરિકન બાળકોને વંઠેલાં બનાવ્યાં છે તો માબાપને નિષ્ઠુર અને પ્રેમહીન કરી નાખ્યાં છે. વંઠેલ બાળકોને જાતે સુધારવાને બદલે માબાપ બીજી જ મિનિટે તોફાની બાળકને માનસચિકિત્સાની હૉસ્પિટલમાં દાખલ કરી દે છે. મિનિયાપોલીસ શહેરની એક અમેરિકન છોકરી તેના પિતા સામે દલીલો કરવા માંડી. પિતાએ તરત તેને કારમાં બેસાડીને રોજના ૮૦૦ ડૉલરની ફીવાળી સાઇકિયેટ્રિક હૉસ્પિટલમાં દાખલ કરી દીધી. હૉસ્પિટલે આ સોળ વર્ષની છોકરીનું નિદાન કર્યું. તે છોકરીને 'કન્ડક્ટ ડિસઓર્ડર' અર્થાત્ વર્તણૂક અંગેની ગ્રંથિની બીમારી છે તેવું વિચિત્ર નામ આપીને ડૉક્ટરે સારવાર કરવા માંડી. ઓહાયો શહેરના એક ૧૭ વર્ષના છોકરાએ એક છોકરીને બસ સ્ટેન્ડ પાસે ચુંબન કરી લીધું. તરત તેની માતાએ છોકરાને પગે સાંકળ બંધાવીને સાયકિયેટ્રિક ક્લિનિકમાં દાખલ કરાવી દીધો. કેલિફોનયાની છોકરીએ ૩૧ વર્ષના પરણેલા પુરુષ સાથે પ્રેમપ્રકરણ શરૂ કર્યું. છોકરીનો પિતા તેને સાયકિયેટ્રિસ્ટ પાસે લઇ ગયો અને ડૉક્ટરે 'ઍડજસ્ટમેન્ટ રિઍકશન' જેવા રોગનું નામ આપીને તેની સારવાર કરવા માંડી.