Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : : The epic of mother's love

Dharmlok : મા ની મમતાનું મહાકાવ્ય: ત્યાગ, કરુણા અને સહનશીલતાની જીવંત પ્રતિમા

Timeછેલ્લું અપડેટ : 07 May 2026
લાઇવ ટીવીGoogle News
Dharmlok : મા ની મમતાનું મહાકાવ્ય: ત્યાગ, કરુણા અને સહનશીલતાની જીવંત પ્રતિમા
સોર્સ : gstv

૧. ઝંઝાવાત પણ ઘડીભર થંભી જાય છે તે સ્થળ છે : મા:

App Store

૨. મા- એટલે શું ? મા ના હોય ત્યારે બધું જ આપોઆપ સમજાઈ જાય છે.

૩. મા નો ખોળો એટલે પ્રેમ-વહાલ-સ્નેહની યુનિવર્સિટી.

૪. દરેક બાળકના પુસ્તકાલયમાં 'મા' એ સૌથી વધુ મનગમતું પુસ્તક છે.

૫. મા એક એવી ઋતુ છે જ્યાં બાળક માટે ક્યારેય પાનખર આવતી નથી.

૬. ભગવાન ખુદ જો મા નું ઋણ ચૂકવવા જાય ને તો એ ય દેવાળિયો થઈ જાય.

૭. મા-ની પ્રદક્ષિણા કરો એટલે આખી પૃથ્વીની પ્રદક્ષિણા થઈ ગઈ.

૮. વિશ્વમાં વારંવાર અને સૌથી પહેલો જો કોઈ શબ્દ બોલતો હોય તો તે મા છે.

૯. માતાની નાભિ, દરેક શિશુ માટે અમૃતકુંભ છે.

૧૦. મા નામના પ્રદેશનું રાષ્ટ્રગીત એટલે માનું હાલરડું.

૧૧. મા, માતૃભૂમિ અને માતૃભાષા દરેક માનવનું પ્રયાગતીર્થરાજ છે.

૧૨. મંગળસૂત્ર ગીરવી મૂકી દીકરાને મંગળસૂત્ર પહેરનારી લાવી આપે તેનું નામ મા.

૧૩. છોરૂ કછોરૂ થાય પણ માવતર કદી કમાવતર થતાં નથી.

૧૪. મા કાલે રડતી હતી- દીકરો જમતો નથી, મા આજે રડે છે : દીકરો જમાડતો નથી.

૧૫. 'મા' વગરનું ઘર અને ઘર વગરની 'મા' ક્યારેય ના થવા દેશો.

૧૬. પહેલાં મા યાદ આવતી ને આંસુ આવતાં, આજે આંસુ આવે છે ને મા યાદ આવે છે.

૧૭. જ્યારે યાદ આવે તું 'બા'- આંસુથી ભરીએ ખોબા.

૧૮. મા-ને સમજાવવાની નથી, મા-ને સમજવાની છે.

૧૯. આંધળી મા-ને દીકરો દેખાય છે પણ દેખતા દીકરાને મા નથી દેખાતી.

૨૦. શબ્દકોશ કરતાં હૃદયકોશમાં મા-શબ્દનો ભાવાર્થ વધુ સાચો મળશે.

૨૧. મંદિરની માને ચુંદડી ચડાવે, ને ઘરની માને રોજ રડાવે- દીકરાને ધિક્કાર છે.

૨૨. દીકરા જુદા થયા. બધુ જ વહેંચી લીધું. મા રહી ગઇ ! વૃદ્ધાશ્રમ છે ને !!

૨૩. પૈસાથી આખું જગત ખરીદી શકાય છે, મા નહિ.

૨૪. ભગવાન બધે પહોંચી ના વળ્યા એટલે એમણે 'મા'નું સર્જન કર્યું.

૨૫. સ્વંય રામચંદ્ર ભગવાને કહ્યું છે કે : જનની, જન્મભૂમિ સ્વર્ગ કરતાંય ચડે.

૨૬. ત્યાગીને ભોગવી જાણો- દરેક મા એ એક ઉપનિષદ છે.

૨૭. જેનાથી માતા પ્રસન્ન થાય છે, તેનાથી આખી પૃથ્વી પ્રસન્ન થાય છે.

૨૮. ચાણક નીતિ કહે છે : 'મા સમગ્ર માનવજીવનનું પવિત્ર ગંગાજળ છે.

૨૯. હિમાલય એટલે હિમાલય-બસ કંઈક એ જ રીતે 'મા એટલે 'મા-બસ.

૩૦. દીકરી ઘર છોડે અને દીકરો તરછોડે એ મા-ના રૂદનની પરાકાષ્ટા છે.

૩૧. હે જગતભરના દીકરાઓ-બાળપણમાં જેણે તને ગોદ આપી તેને દગો ના દેશો.

૩૨. પિતા ઘરનું મગજ છે, તો 'મા-ઘરનું હૃદય છે.

૩૩. મા એ અક્ષર નથી કે શબ્દ નથી, તીર્થ નથી સ્વયં એક તીર્થોત્તમ છે.

૩૪. માનવતાનો સૌથી પહેલો પાઠ માતાનું વહાલભર્યું ચુંબન છે.

૩૫. બોલું હું તો પહેલો અક્ષર : બા, બા, બા.

૩૬. માતૃદેવો ભવ (ઋગ્વેદ)

સંકલન: પી.એમ.પરમાર