Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Identify mental problems and find peace of mind

Dharmlok : આંતરધ્યાનનો માર્ગ: માનસિક મુશ્કેલીઓ ઓળખો અને મેળવો મનની શાંતિ

Timeછેલ્લું અપડેટ : 30 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Dharmlok : આંતરધ્યાનનો માર્ગ: માનસિક મુશ્કેલીઓ ઓળખો અને મેળવો મનની શાંતિ
સોર્સ : gstv

- તત્વચિંતક વી. પટેલ

App Store

આંતરધ્યાન એટલે ચિત્તની પૂર્ણ રૂપે, આત્મિક સત્યતા સાથેની પૂર્ણ એકાગ્રતા, સ્થિરતા, સ્થિતતા અને પરમ શુદ્ધતા આવી પૂર્ણ રૂપે ચિત્તની એકાગ્રતા માટે જીવનની આત્મિક સત્યતા આધારિત જીવનની પરિમિતતા પણ આવશ્યક છે. એટલે જીવનનું સત્ય આધારિત સરખા પણું જરૂરી છે. સાથે સાથે આત્મિક સત્ય અનુસાર માપસર જીવનનું જીવનભિમુખ પણ જરૂરી છે, એટલે કે ચિત્તની સંમતા, સામ્યદશા, સમદ્રષ્ટિ અને જીવનનિષ્ઠતા પૂર્વકની પૂર્ણરૂપે, સભાનતા, ધ્યાનની સાધનામાં આવશ્યક અને જરૂરી છે, તેમાં કોઈનું સંમોહન કામ આવે જ નહિ.

આંતરધ્યાનમાં બેસનારે પૂર્ણરૂપે, સભાનતા, ધ્યાનની સાધનામાં આવશ્યક અને જરૂરી છે, તેમાં કોઈનું સંમોહન કામ આવે જ નહિ.

આંતરધ્યાનમાં બેસનારે પૂર્ણરૂપે ચિત્ત સ્વતંત્ર અને આત્મિક સત્ય સ્વરૂપ કરવું અતિ આવશ્યક અને જરૂરી છે, આમ બીજાના કોઈના પણ સંમોહનથી પૂર્ણરૂપે મુક્ત ચિત્તની અવસ્થા એટલે કે પૂર્ણરૂપે સ્વતંત્ર ચિત્તની દશામાં જ ચિત્ત સ્થિર હોવું જરૂરી છે, તો જ ધ્યાનમાં એકાગ્રતા સ્થાપિત થાય.

આમ ધ્યાન રસ્તામાં પડયું નથી કે ઢોલકિયું નાચગાન કે કથાઓ સાંભળવાથી બીજાના સંમોહનમાં આવીને તેના કહેવાથી પથરા પૂજવાથી જીવન ચક્રમાંથી મુક્તિ મળી જાય, અઘરું છે, માટે જ માણસના ચિત્તને સંમોહન કરનારા ફાવે છે, તેઓ સંમોહનના એક્સપર્ટ હોય છે. જેથી સંમોહન પર પોતાનો ધંધો ચલાવે છે. આમ સંમોહન દ્વારા છેતરપીંડી એટલે આજનો ધર્મ.

આમ મન, બુદ્ધિ, અહંકાર અને વાસના આ ચારનું જોડું તેને ચિત્ત, કહેવામાં આવે છે, એટલે ધ્યાનમાં બેસનારને અને જીવનચક્રમાંથી મુક્તિ પ્રાપ્ત કરનારને આ ચારેને પ્રમાણસર રીતે સ્થિર, શુદ્ધ અને એકાગ્ર કરવા જ પડે છે, એટલે આ ચારેની સાચી સાધના માટે બીજા બે સાધનોની જરૂર પડે છે.