Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : In which one has to continuously descend into the depths to attain spiritual inner experiences.

Dharmlok : આંતરધ્યાનની અંતરયાત્રા: સાધનામાં નડતી મુશ્કેલીઓ અને મનની શાંતિ મેળવવાનો સચોટ માર્ગ

Timeછેલ્લું અપડેટ : 07 May 2026
લાઇવ ટીવીGoogle News
Dharmlok : આંતરધ્યાનની અંતરયાત્રા: સાધનામાં નડતી મુશ્કેલીઓ અને મનની શાંતિ મેળવવાનો સચોટ માર્ગ
સોર્સ : gstv

જેમાં સતત આધ્યાત્મિક આંતર અનુભૂતિઓ પ્રાપ્ત કરવા અંતરમાં સતત ઉતરી જવું પડે અને નિરંતર અંતરની સૂક્ષ્મથી સૂક્ષ્મ અનુભૂતિઓ પ્રાપ્ત કરવાનો, નિરંતર આંતર ધ્યાનનો અભ્યાસ કરવો જ પડે છે, નિરંતર, લાંબા સમય સુધીના અભ્યાસ વિના સિદ્ધિ હાથ વગી થાય જ નહિ.

App Store

એટલે ધ્યાનમાં ઉતરનારે પ્રથમ ધૈર્ય ધરી આત્મિક શ્રદ્ધામાં, આત્મિક સત્યમાં સ્થિત થવું જરૂરી છે, સાથે સાથે સમગ્ર જીવનમાં આત્મિક સત્યના આધારે જ સત્ય વ્યવહાર અને આચરણ કરવું જરૂરી બને છે. આમ આત્મિક સત્યમાં સ્થિત થયા વિના, અને સંમોહનથી મુક્ત થયા વિના ધ્યાને લાગે જ નહિ, ધ્યાન નો અંતિમ છેડો સમાધિ છે, આ સમાધિ એટલે એટલે કે જીવનચક્રમાંથી મુક્તિ.

સમાધિ એટલે આમ ઊંડામાં ઊંડું ધ્યાન જેમાં અહમ્ ભાવનું ટોટલી વિસર્જન થાય છે, અને સાધક પરમાત્માના સાક્ષાત્કાર માટે યોગ્ય બને છે. આ ધ્યાનથી સર્વોચ્ચતા છે, આજ સંપૂર્ણપણે પરમાત્માનું સમર્પણ છે. આવા સમર્પણયુક્ત આત્મિક સત્ય આધારિત ધ્યાનના અભ્યાસ દરમ્યાન અનેક જાતના વિચારો મનમાં આવ્યા જ કરવાના.

આજ ધ્યાનના અભ્યાસમાં મુશ્કેલી નડતી હોય છે, આ કોઈ વિરોધી શક્તિ નથી હોતી, પણ આપણા મનની સામાન્ય અજ્ઞાન પ્રવૃત્તિને આભારી અને સંમોહનયુક્ત જીવન આ બધું હોય છે. બધા જ ધ્યાનના અભ્યાસીઓને આ મુશ્કેલી પડતી હોય છે. ઘણાને તો આ મુશ્કેલી લાંબા સમય સુધી નડયા જ કરે છે, એને સ્વસ્થ ચિત્તે દૂર કરવાના જુદા જુદા ઉપાયો છે.

એમાંનો એક ઉત્તમ ઉપાય એ છે કે, વિચારોને માત્રને માત્ર સાક્ષીભાવમાં સ્થિત થઈને વિચારોને જોયા જ કરવા વિચાર સારો છે, કે ખરાબ અનુકૂળ છે કે પ્રતિકૂળ એવો સહેજ પણ મનથી પણ વિચાર કરવાનો નથી, કે કોઈપણ જાતના આવતા અને જતા વિચાર બાબતે પ્રતિક્રિયા કરવાની નથી, જેમ વિચાર આવતા જાય તેમ તેમ વિસર્જન થતા જાય તે અનિત્ય છે.

- તત્વચિંતક વી. પટેલ