Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : The end of a love story over a small matter!

Chitralok: નાની બાબતમાં જ પ્રેમ કહાનીનો અંત! તારા સુતરિયા અને વીર પહાડિયાનું કેમ થયું બ્રેકઅપ?

Timeછેલ્લું અપડેટ : 22 May 2026
લાઇવ ટીવીGoogle News
Chitralok: નાની બાબતમાં જ પ્રેમ કહાનીનો અંત! તારા સુતરિયા અને વીર પહાડિયાનું કેમ થયું બ્રેકઅપ?
સોર્સ : gstv

વાત ૨૦૨૫ના ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાની છે. બોલિવુડનું એક બહુચર્ચિત પ્રેમી યુગલ મુંબઈમાં યોજાયેલા વર્લ્ડ ફેમસ કેનેડિયન સિંગર એ. પી. ધિલ્લનના કોન્સર્ટમાં હોંશેહોંશે હાજરી આપવા ગયું હતું. પરંતુ કોન્સર્ટ પૂરો થયા બાદ કપલમાંથી યુવાન રાતે એકલો પોતાના પાલી હીલના પોશ અપાર્ટમેન્ટમાં પાછો ફર્યો. એ અક્ષય કુમારની ફિલ્મ 'સ્કાય ફોર્સ'માં એક્ટર તરીકે ડેબ્યુ કરનાર વીર પહાડિયા હતો. એ જ્હાન્વી કપૂરના ભાવિ દિયર તરીકે પણ જાણીતો છે. વીર પોતાની ગર્લફ્રેન્ડ તારા સુતરિયાને કોન્સર્ટમાં ધિલ્લનને ખુલેઆમ કિસ કરતા જોઈને ડઘાઈ ગયો હતો. દર્શકોએ પણ જાહેરમાં ભજવાયેલું આ ચુંબન દ્રશ્ય જોઈ ચિચીયારીઓથી ગગન ગજાવી દીધું હતું. એને લીધે શર્મમાં મુકાયેલો તરત ત્યાંથી નીકળી ગયો.

App Store

પછી થોડા દિવસોમાં જ કિસિંગ સીનમાં ફારસની અફવા વાયરલ થઈ અને પહાડિયા-સુતરિયાનું બ્રેકઅપ થઈ ગયું. ધિલ્લનના ધમાકાએ એમની વચ્ચે તિરાડ પાડી એના કલાકો પહેલા આ કપલ એકબીજાના પ્રેમમાં ગળાડુબ હતું. એક અજુગતા બનાવે એમને વિખૂટા પાડી દીધા.

૩૧ વરસનો વીર એક ખાનદાન પરિવારનો નબીરો છે. એ મહારાષ્ટ્રના ૩ વાર મુખ્ય મંત્રી રહી ચુકેલા કોંગ્રેસી નેતા સુશીલકુમાર શિંદેનો દોહિત્ર છે. એના પિતા પૂણેના એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ છે. વીરના નજીકના મિત્રોને એનો તારા સુતરિયા સાથેનો સંબંધ બહુ ગમતો નહોતો. એમને તારા એક 'ડોમિનેટીંગ' (હાવી થઈ જનારી) વ્યક્તિ લાગતી હતી. ગ્લેમરસ એકટ્રેસ વીરને સમૂળગો બદલી નાખવા માગતી હતી ત્યાં સુધી કે એ વીરના ઘરની દીવાલો પરના ફોટા અને એના મોબાઈલમાંનું કોન્ટેક્ટ લિસ્ટ પણ બદલવાનો આગ્રહ કરતી હતી. બંનેની રિલેશનશીપની સાક્ષી રહેલી એક વ્યક્તિ એટલે જ એવી કમેન્ટ કરે છે કે 'ટુંકા ગાળા માટે એમની રિલેશનશીપ ઠીક હતી પણ એ લાંબી ચાલે એમ નહોતી. એટલા માટે કે એમાં ઘણી બધી શરતો સામેલ હતી.'

તારાનો હઠાગ્રહ હદ વટાવી ગયો હોવાનું સંભળાય છે. એ વીરના અપાર્ટમેન્ટને પોતાની રીતે ડેકોરેટ કરવા માગતી હતી. એ મહારાષ્ટ્રના એક વગદાર નેતાના દોહિત્રના વ્યક્તિત્વમાં પોતાની મરજી પ્રમાણેનો સંપૂર્ણ બદલાવ લાવવા તલપાપડ બની હોવાનું જાણકારો કહે છે. નવાઈની વાત એ છે કે તારાના ગ્લેમરસ અવતારથી અંજાયેલો વીર પણ બદલાવા તૈયાર હતો. મિત્રો એને પોતાની ગર્લફ્રેન્ડની તાબે થતા અવારનવાર વાર્યો પણ હતો. અલબત્ત, પહાડિયાનું નસીબ જોર કરતું હતું એટલે તારાને કોન્સર્ટમાં દોડી જઈને ધિલ્લોનને તસતસતું ચુંબન આપવાની કુબુદ્ધિ સુજી. એ કિસે કપલને છુટુ પાડી દેવાનું કામ કર્યું.

વીર અને તારાના બ્રેકઅપને મહિનાઓ થઈ ગયા. હવે પ્રભાસની બિગ બજેટ ફિલ્મ 'ટોક્સિક'ની ગ્લેમરસ હિરોઈને આદિત્ય રોય કપૂરમાં નવો બોયફ્રેન્ડ શોધી લીધો છે. સવાલ એ છે કે પોતાની પ્રેમિકાઓ સાથેના બ્રેકઅપને લીધે ન્યુસમાં રહેતો આદિત્ય તારાનું પેલુ બળુકુ 'વર્ચસ્વ' ક્યાં સુધી ચલાવી લેશે?