Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : The demon of 'piracy' has returned with vigor to plague cinema!

Chitralok: સિનેમાને રંજાડવા ફરી જોરશોરથી પાછો ફર્યો 'પાઈરસી'નો સૈતાન!

Timeછેલ્લું અપડેટ : 08 May 2026
લાઇવ ટીવીGoogle News
Chitralok: સિનેમાને રંજાડવા ફરી જોરશોરથી પાછો ફર્યો 'પાઈરસી'નો સૈતાન!
સોર્સ : GSTV

પાઇરસીનો સૈતાન સિનેમાને રંજાડવા ફરી જોરશોરથી પાછો ફર્યો છે. મોટા બજેટની ફિલ્મો પણ રિલિઝ પહેલા ઓનલાઈન લીક થઈ જતી હોવાથી હાલ સમગ્ર ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી ચિંતામાં મુકાઈ છે. ટ્રેડ એક્સપર્ટ્સના જણાવવા મુજબ એને કારણે ફિલ્મોના માત્ર બોક્સ ઓફિસ કલેક્શનમાં જ નહિ, ડિજિટલ ડિલ્સ (સોદાઓ)માં પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. 'જ્યારે પણ કોઈ મૂવી લીક થઈ જાય ત્યારે નિર્માતાએ એને શક્ય તેટલી જલદી રિલિઝ કરી દેવી પડે. છતાં ઓપનિંગ-ડેના બિઝનેસ અને ઓટીટી ડીલ્સમાં પણ એની અસર થયા વિના ન રહે. લગભગ ૫૦ ટકા બિઝનેસ હાથમાંથી સરી જાય. થિયેટ્રીકલ રિલિઝ, સેટલાઈટ અને ઓટીટી-બધી જ સ્ટ્રીમ્સમાં નુકસાન થાય,' એમ ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલા કહે છે. 'ઓનલાઈન ફિલ્મ લીક થઈ ગયા બાદ ફિલ્મમેકર થિયેટરોમાં ૨૦-૩૦ ટકા આવક ગુમાવે. મૂવીના બજેટના આધારે નુકસાનીનો કમસેકમ આંકડો કરોડોમાં હોવાનો. આપણે નુકસાનનો માત્ર અંદાજ લગાવી શકીએ કારણ કે ફિલ્મનું પાઇરેટેડ વર્જન કેટલા લોકોએ જોયું છે એ આપણે જાણતા નથી,' એવી કમેંટ્સ બાલા વધુમાં કરે છે. હવે કઈ-કઈ મોટી ફિલ્મો પાઇરસીનો શિકાર બની છે એના પર નજર કરીએ :

App Store

ધુરંધર - ધ રિવેન્જ 

આદિત્ય ધરની આ મલ્ટીસ્ટારર સ્પાય થ્રિલર ૧૯મી માર્ચે થિયેટરોમાં ધુમધડાકા સાથે રિલિઝ થઈ એના આગલા દિવસે એ ઓનલાઈન લીક થઈ ગઈ હતી. યુ-ટયુબ પર સુપરડુપર હિટ ફિલ્મની અનધિકૃત કોપી જ ફરતી થઈ ગઈ. 'ધુરંધર-ટુ'ની પાઈરેટેડ આવૃત્તિ એક મોબાઈલ ફોનથી શૂટ કરાઈ હતી. ફિલ્મમેકર એને હટાવવા મેદાનમાં ઉતરે એ પહેલા ફિલ્મ ઝડપથી ઓનલાઈન સરક્યુલેટ કરી દેવાઈ. એટલું જ નહિ, પછીથી તો આખી મૂવીનું બીજુ એચડી વર્જન વિવિધ પાઈરસી વેબસાઈટ્સ પર અપલોડ કરી દેવાયું હતું.

ધ રાજાસાબ

પ્રભાસ સ્ટારર હોરર કોમેડી ફિલ્મ 'ધ રાજાસાબ' ૯મી જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલિઝ થઈ હતી. મારૂતિ ડિરેક્ટેડ ફિલ્મ રિલિઝના બીજા જ દિવસે ઓનલાઈન લીક થઈ ગઈ. એને પગલે હૈદરાબાદની સાયબરક્રાઈમ પોલીસે હરકતમાં આવી પાયરસી પ્લેટફોર્મ્સ પર રેડ પાડી હતી.આ બધી ધમાચકડી વચ્ચે યુએસની એક રેસ્ટોરાંએ ફિલ્મની પાયરેટેડ આવૃત્તિનું સ્ક્રીનિંગ કર્યું. એનઆરઆઈઝ માટેના એક ઇસ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કરી એવો દાવો કરાયો હતો કે ઓહિયોની એક રેસ્ટોરાં 'રાજાસાબ' લીક્ડ કોપી ટીવી પર દેખાડી રહી છે. એને પગલે પાઇરસીનો બનાવ સામે આવ્યો હતો. હવે એ વીડિયો ડિલિટ કરી દેવાયો છે.

જન નાયગન 

એક્ટર-પોલિટિશ્યન વિજયની હજુ સુધી થિયેટરોમાં રિલિઝ ન થયેલી આ બિગ બજેટ ફિલ્મની એચડી પ્રિન્ટ ૯મી એપ્રિલે ઓનલાઈન લીક થઈ. સોશ્યલ મીડિયા પર મૂવીની ઘણી બધી ક્લિપ્સ ફરતી થઈ ગઈ. લીક બાદ ચોંકી ઉઠેલા ફિલ્મના પ્રોડક્શન હાઉસ કેવીએન પ્રોડક્શન્સે એવી ચેતવણી આપતું સ્ટેટમેન્ટ ઇસ્યુ કર્યું કે 'દરેક ડિજિટલ ક્રાઈમનું મૂળ આજે શોધી શકાય છે. અમે ફોરેન્સિક તપાસ સહિતની જરૂરી તપાસ શરૂ પણ કરી દીધી છે. અમે આ કૃત્યમાં સંડોવાયેલા લોકો સામે ફરિયાદો નોંધાવી છે. પાઇરટેડ વર્જન સરક્યુલેટ કરવામાં સંડોવાયેલા બધા શખ્સોને ઓળખી કાઢવા ચક્રો ગતિમાન કરાયા છે.'

પોલીસે પછીથી આ કેસમાં છ જણની ધરપકડ કરી હતી. હજુ તાજેતરમાં વધુ ૩ ધરપકડો થઈ છે, જેમાં મુખ્ય આરોપી મનાતા શખસનો પણ સમાવેશ છે. એ શખસ બીજી એક ફિલ્મ સાથે જોડાયેલો ફ્રીલાન્સ આસિસ્ટંટ એડીટર છે.

ધ લેજન્ડ ઓફ અન્ગ : ધ લાસ્ટ એરબેન્ડરાં :

લોરેન મોન્ટગોમેરી દિગ્દર્શિત આ એનિમેટેડ ફેન્ટસી ફિલ્મ લાંબા વિલંબ બાદ ઓક્ટોબરમાં રિલિઝ કરવાની જાહેરાત કરાઈ છે. જો કે ફિલ્મની પાઇરેટેડ ક્લિપ્સ એપ્રિલના આરંભથી જ ઓનલાઈન ફરતી થઈ ગઈ. પહેલા થોડાક ભાગો ફરતા થયા અને પછી લોકોને આખી ફિલ્મ ઓનલાઈન જોવા મળી. લીક સંબંધમાં સ્ટુડિયોએ કોઈ સત્તાવાર નિવેદન બહાર નથી પાડયું, પરંતુ પછીથી ઝડપથી ઓનલાઈન કન્ટેન્ટ દૂર કરી દેવાયું.

જેલર-ટુ 

રજનીકાંતની નવી ફિલ્મ રિલિઝ થાય એ માટે એમના વિશ્વભરમાં ફેલાયેલા ફેન્સ બેચેનેથી વાટ જોતા હોય છે. પરંતુ કમનસીબે એમની નેલ્સન દિલીપકુમાર ડિરેક્ટેડ મૂવી 'જેલર-ટુ' રિલિઝ થાય એ પહેલા જ એની એક વીડિયો ક્લિપ ફરતી થઈ ગઈ. એને પગલે પ્રોડક્શન હાઉસ સન પિકચર્સે સુપરસ્ટારના ફેન્સ સહિત બધાને કડક ચેતવણી આપવી પડી. જો કે ક્લિપ ઇન્ટરનેટપરથી દૂર કરાય એ પહેલા ઘણાંએ એને ફરતી કરી દીધી હતી.