Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Sunny-Sharvari's love story became like 'Abhiman', breakup due to success

'અભિમાન' જેવી બની સની-શર્વરીની લવ સ્ટોરી, સફળતાએ કરાવ્યું બ્રેકઅપ?

Timeછેલ્લું અપડેટ : 03 Jul 2026
લાઇવ ટીવીGoogle News
'અભિમાન' જેવી બની સની-શર્વરીની લવ સ્ટોરી, સફળતાએ કરાવ્યું બ્રેકઅપ?
સોર્સ : gstv

વિકી કૌશલનો નાનો ભાઈ સની કૌશલ આમ તો પોતાની ટેલેન્ટ પુરવાર કરી ચુકેલો એક્ટર છે. બે વરસ પહેલાં સૌને એમ લાગતું હતું કે સની પણ એના ભાઈની જેમ બોલિવુડમાં સારો એવો આગળ વધશે. એ સમયે તેજતર્રાર અભિનેત્રી શર્વરી વાઘ સનીની સ્ટેડી ગર્લફ્રેન્ડ હતી. કદાચ બહુ ઓછા લોકો જાણે છે કે બંનેએ કબીર ખાનની મિની-સિરીઝ 'ધ ફોરગોટન આર્મી - આઝાદી કે લિયે' માં સાથે કામ કર્યું હતું. એ અરસામાં જ એકબીજા પ્રત્યે આકર્ષાયેલાં સની અને શર્વરીએ ડેટિંગ શરૂ કર્યું. કમનસીબે, 'ધ ફોરગટન આર્મી' ને અમુક પોર્ટલ્સ પર ઠીક-ઠીક રેટિંગ મળ્યું હોવા છતાં એ ઝડપથી ભૂલાઈ ગઈ. એમાં સનીના કરિયરને ફટકો પડયો.

App Store

ખરું પૂછો તો જુનિયર કૌશલને એના એક દશકના કરિયરમાં અમુક ફિલ્મોએ સારીએવી ખ્યાતિ અપાવી હતી. રીમા કાગતીની સ્પોર્ટ્સ ફિલ્મ 'ગોલ્ડ' (2018)માં એનું કામ વખણાયું હતું. એ ઉપરાંત 'શિદ્દત' (2021), 'ચોર નિકલ કે ભાગા' (2023) અને 'ફિર આયી હસીન દિલરુબા' (2024) જેવી ફિલ્મોમાં સનીએ પોતાના પરફોર્મન્સથી ઇન્ડસ્ટ્રીને પ્રભાવિત કરી હતી. છતાં એ પોતાના ભાઈ વિકીની જેમ આગલી હરોળનો એક્ટર ન બની શક્યો. જ્યારે વિકી કૌશલ ઐતિહાસિક ફિલ્મ 'છાવા' (2025) બાદ ટોપનો એક્ટર-કમ-સ્ટાર બની ગયો છે.

સની અને શર્વરીની સ્ટોરી પર પાછા ફરીએ તો મિસ વાઘ 'મુંજયા' અને 'મહારાજ' જેવી ફિલ્મોમાં સફળતાનો સ્વાદ ચાખ્યા બાદ બિઝી એક્ટર બની ગઈ. એ યશરાજ ફિલ્મ્સ જેવા મોટા બેનરની રેગ્યુલર હિરોઈન બની ગઈ. યશરાજના સ્પાય યુનિવર્સની એક્શન ફિલ્મ 'આલ્ફા' માં શર્વરી આલિયા ભટ્ટ સાથે સમાંતર રોલમાં આવી રહી છે. એટલે સની અને શર્વરી વચ્ચે અમિતાભ અને જયા બચ્ચનની ક્લાસિક ફિલ્મ 'અભિમાન' જેવી પરિસ્થિતિ ઊભી થઈ. આ એક એવી નાજુક પરિસ્થિતિ છે જેમાં એક જ પ્રોફેશનમાં કામ કરતા યુગલના કામને એકસરખી સરાહના નથી મળતી. પુરુષ કરતાં સ્ત્રી આગળ નીકળી જાય ત્યારે પ્રેમીઓ વચ્ચે અચૂકપણે ઘર્ષણ ઊભું થાય છે.

હૃષિકેશ મુખરજીની ફિલ્મ 'અભિમાન' ના કેન્દ્રમાં આ જ વાત હતી. અમિતાભ બચ્ચન અને જયા ભાદુડી બંને પ્લેબેક સિંગર્સના રોલમાં છે. લગ્ન બાદ એક તબક્કે જયા અમિતાભ કરતા સિંગર તરીકે આગળ નીકળી જતા પુરુષ તરીકે બચ્ચનને પત્નીની ઇર્ષ્યા થાય છે. એનો અહમ (ઇગો) ઘવાય છે. એને પગલે બંને વચ્ચે તિરાડ પડે છે. સની અને શર્વરી વચ્ચેની રિલેશનશીપની સાક્ષી રહી ચુકેલી એક વ્યક્તિ કહે છે, 'આજે સની કરતા શર્વરી વધુ ફેમસ છે. એટલે બંને વચ્ચે થોડી કપરી પરિસ્થિતિ ઊભી થઈ છે. 2025માં બંને છુટા પડયા એનું એક મોટુ કારણ આ છે.'

તાજેતરમાં રિલીઝ થયેલી ઇમ્તિયાઝ અલીની ભાગલા વખતની રોમાંટિક ફિલ્મ 'મૈં વાપસ આઉગા' માં વેદાંગ રૈના શર્વરી સાથે લીડ રોલમાં છે. ફિલ્મે ભલે બોક્સ ઓફિસ પર ટંકશાળ નથી પાડી, પણ મીડિયામાં વેદાંગ-શર્વરી વચ્ચેની કેમિસ્ટ્રીની નોંધ લેવાઈ છે. બંનેએ અત્યાર સુધી પોતાના સંબંધ બાબતમાં મૌન રાખ્યું છે પણ તેઓ 'સારાં મિત્રો' છે એ સૌ જાણે છે. સની અને જાન્હવીની નાની બહેન ખુશી કપૂર વચ્ચે ઇલુ ઇલુ હોવાની વાતો સંભળાઈ હતી. શર્વરી અને સની વચ્ચે પેચઅપ થાય એવી શક્યતા આમેય નથી. એ સમય ક્યારનો વીતી ગયો છે.