Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Special tips for washing clothes in summer

Sahiyar : પરસેવો અને ધૂળ થશે ગાયબ: ઉનાળામાં કપડા ધોવા માટે ખાસ ટિપ્સ

Timeછેલ્લું અપડેટ : 26 May 2026
લાઇવ ટીવીGoogle News
Sahiyar : પરસેવો અને ધૂળ થશે ગાયબ: ઉનાળામાં કપડા ધોવા માટે ખાસ ટિપ્સ
સોર્સ : gstv

ઉનાળો આવતાની સાથે જ પહેરવેશમાં ફેરફારો જોવા મળે છે. ઘેરા રંગના અને જાડા કપડાંની જગ્યા આછા રંગના અને હળવા કપડાં લઈ લે છે. ઉનાળામાં આછા રંગના કપડાં પહેરવાથી તન-મનને રાહત રહે છે. 

App Store

આછા રંગના અને પાતળાં કપડાં આરામદાયક તો રહે છે, પરંતુ પરસેવો અને ધૂળના કારણે જલદી ગંદા થઈ જાય છે. એવામાં કપડાંને ધોવા, સૂકવવા અને તેના રંગરૂપ જાળવી રાખવા એ એક કળા જ છે. આપણે કપડાં ધોવાની કળા વિશે જોઈએ.

* મેલા કપડાં ધોવા બેસતાં  પહેલાં એક જગ્યાએ ભેગાં કરો.

* કપડાંને ગમે તેમ ફેંકવાથી એ ઉલટાના વધારે મેલા થતાં હોય છે. આથી કપડાં ઉતારી ખુલ્લી હવામાં ટીંગાડી દો,  જેથી તેનો પરસેવો સુકાઈ જાય. ત્યારબાદ ધોવાની ડોલ કે લોન્ડ્રી બેગમાં નાખો. શક્ય હોય તો તરત જ ધોઈ નાખો.

કપડાંને પલાળો : કપડાં ધોતાં પહેલાં પલાળવામાં પણ એટલી જ સાવધાની રાખવી પડે છે.

* સુતરાઉ, સફેદ અથવા લાઈટ રંગના કપડાં અને રંગીન કપડાં અલગ અલગ પલાળો.

* જો સફેદ કપડાં વધારે ગંદા હોય અને સવારે ધોવાનાં હોય તો નવશેકા પાણીમાં કપડાં ધોવાનો પાઉડર નાખીને હલાવ્યા પછી સાંજે જ કપડાં બોળી દો. આખી રાત કપડાં જ રહેવા દઈ સવારે ધોઈ નાખો.

* રંગીન કપડાંને ધોવાના બે કલાક પહેલાં જ સાદા પાણીમાં પલાળો.

* જો કપડાં પર કોઈ ડાઘ પડયો હોય તો તેને પહેલાં દૂર કરો.

કાંજી તૈયાર કરવી :  ઉનાળામાં કપડાંને કાંજી કરવી જરૂરી છે. કાંજીથી કપડાં કડક અને વધારે સ્વચ્છ લાગે છે.

* સુતરાઉ કપડાંને કાંજીની જરૂર વધારે પડે છે, જેથી કપડાં ધોતાં પહેલાં કાંજી તૈયાર કરો.

* કોલર, કફની વગેરે બહુ સારી રીતે સાફ કરો.

કપડાં તારવો :  કપડાંને સાબુ-બ્રશ  કર્યા બાદ તેને સ્વચ્છ પાણીથી બે થી ત્રણ પાણીમાં તારવવાં.

* શક્ય હોય તો વહેતા પાણીમાં જ કપડાં તારવો.

* કપડામાંથી  બધો સાબુ કે વોશિંગ પાઉડર નીકળી ન જાય ત્યાં સુધી તારવો. તેમાં સાબુ રહી જાય નહીં તેનું ધ્યાન રાખો. કારણ કે સાબુ રહી ગયો હશે તો ઈસ્ત્રી કરશો તો ત્યારે પીળા ડાઘા પડી જશે.

ગળી કરવી : સફેદ કપડામાં ગળી કરવી જરૂરી છે. ગળીથી કપડાં પીળાં થતાં બચે છે અને કપડામાં ચમક આવે છે.

* કપડામાં ગળી કરતી પહેલાં ગળીવાળા પાણીમાં એક સફેદ નાનો રૂમાલ પલાળી ટેસ્ટ કરી જુઓ ત્યારબાદ ગળીવાળા પાણીમાં કપડાં પલાળો.

કપડાં સૂકવવાં : ગળી કરેલા સફેદ કપડાંને તાપમાં સૂકવો. આમ કરવાથી તેમાં વધારે સફેદી આવશે.

* રંગીન કપડાંને છાંયડામાં સૂકવો જેથી કપડાંનો  રંગ ઊડી ન જાય.