Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Solving problems ranging from menstruation to sexual health

Sahiyar: મૂંઝવણ! માસિકધર્મથી લઈને જાતીય સ્વાસ્થ્ય સુધીની સમસ્યાઓનું સમાધાન

Timeછેલ્લું અપડેટ : 14 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Sahiyar: મૂંઝવણ! માસિકધર્મથી લઈને જાતીય સ્વાસ્થ્ય સુધીની સમસ્યાઓનું સમાધાન
સોર્સ : gstv

મારી ઉંમર ૨૦ વર્ષ છે. માસિકધર્મ ટાણે મને ખૂબ જ લોહી વહે છે. મારે શું કરવું?

App Store

એક યુવતી (પાલીતાણા)

* આ ઉંમરે સ્ત્રીઓમાં એસ્ટ્રોજન નામનો હોર્મોન્સ થોડા વધુ સમય માટે બનવા લાગે છે. આના કારણે તેનું સ્તર લોહીમાં સામાન્યથી વધારે હોય છે તથા માસકિમાં વધુ લોહી વહે છે. કેટલીક સ્ત્રીઓને માસિકમાં વચ્ચે-વચ્ચે પણ લોહી વહે છે. ગર્ભાશયની રસોળી અને લોહીની બીમારીના કારણે પણ લોહી વધુ વહી શકે છે. તમે કોઈ સ્ત્રીરોગના નિષ્ણાતને મળો તથા શરમાયા વિના તપાસ કરાવો. લોહીમાં હોર્મોનનું સ્તર કેટલું છે તેની ખાસ તપાસ કરાવશો.

રાત્રે જાગી જાઉં છું. ત્યારે મોંમાંથી દુર્ગંધવાળું થૂંક આવે છે. તેનું કારણ મને બતાવશો?

એક યુવતી(મુંબઈ)

* આનું કારણ મોંની અંદરની સ્વચ્છતાની ઊણપ છે. મોંમાં સડો થવાના કારણે દુર્ગંધ આવે છે. પાયોરિયા અથવા પેઢામાં સડો થાય અને દાંત અથવા ગળા કે ફેફસામાં સડો થાય ત્યારે પણ આવું બને છે.

તમે રોજ સવાર સાંજ બ્રશ કરશો. એક ચમચી લિસ્ટ્રીન એક ગ્લાસ હૂંફાળા પાણીમાં નાખી કોગળા કરો. ગળા અને ફેફસાંની તપાસ કરાવશો અથવા દાંતના ડોક્ટર પાસે જઈ દાંતની તપાસ કરાવશો.

મારી ઉંમર એકવીસ વર્ષની છે. ત્રણ વર્ષથી મારા કાનમાં પીડા થાય છે અને પરુ નીકળે છે. ઉપચાર બતાવશો.

એક યુવતી (સુરત)

* કદાચ તમારા કાનનો વચ્ચેનો ભાગ ખરાબ લાગે છે કારણ કે પરુ નીકળવાનો માર્ગ બીજો તો છે નહીં. એટલા માટે કાનમાં ઝીણું કાણું પડી ગયું હોય. આનો તરત ઉપચાર કરાવવો જરૂરી છે. નહીંતર તમારા મગજ પર આની અસર થઈ શકે છે.

તમે નાક કાન, ગળાના કોઈ સારા જાણકાર ડોક્ટર પાસે પૂરી તપાસ કરાવો સાથે સાથે પરુ કયા પ્રકારનું છે તેની પણ તપાસ કરાવી લો. કાનનો ઓડિયોગ્રામ ટેસ્ટ તથા કાન પાછળના હાડકાંનો એક્સ-રે કરાવી લેજો. તે ભાગ જલદીથી બગડી જાય છે. ઉપચાર કરાવવાથી રોગની જાણ થઈ જશે.

હું બાવીસ વર્ષનો પરિણીત યુવક છું. મારાં લગ્ન ૩૦ માર્ચે થયાં હતાં અને મારી પત્ની ૪થી ૭ એપ્રિલ દરમ્યાન માસિકમાં બેઠી હતી. એ પછી અમે અમુક વાર કાન્ડોમ પહેરીને અને અમુક વાર પહેર્યા  વિના સંભોગ કર્યો હતો. જ્યારે અમે નિરોધ પહેર્યા વગર સંભોગ કર્યો હતો ત્યારે એક વાતનું ધ્યાન રાખ્યું હતું કે વીર્યનું એક ટીપું પણ યોનિમાર્ગમાં ન જાય. માસિકની સાઇકલ પ્રમાણે ૪ મેએ તે પિરિયડમાં નથી બેઠી. એને કારણે અમને ચિંતા થાય છે. અમારે અત્યારે બાળક નથી જોઈતું તો આ બાબતે શું કરવું એનું અમને યોગ્ય માર્ગદર્શન આપશો. 

એક યુવક (વડોદરા)

* એક વસ્તુનો ખ્યાલ રાખવો કે જ્યારે પણ તમે યોનિપ્રવેશ કરો ત્યારે ડિસ્ચાર્જ થાય એ પહેલાં યોનિમાંથી ઇન્દ્રિય બહાર કાઢી લો એ ક્રિયા ઉચિત નથી, કારણ કે ઘણી વાર પુરુષના ખ્યાલ  વગર પણ વીર્યનાં એક-બે ટીપાં નીકળી જાય છે. સંભવ છે કે વીર્યના એ ટીપાંમાં શુક્રજંતુ  હોય ને  એ યોનિમાર્ગમાં જઈને ીબીજને મળે તો ગર્ભ રહી જાય. એટલે જ્યારે પણ  તમે સંભોગ સમયે યોનિપ્રવેશ કરો ત્યારે ખ્યાલ રાખવો કે નિરોધ પહેરેલું હોવું જોઈએ.

જો કોઈ વાર કાન્ડોમ ફાટી જાય કે ભૂલથી વગર નિરોધે સંભોગ કર્યો હોય ને વીર્ય અંદર જતું રહ્યું હોય તો બજારમાં એવી દવાઓ ઉપલબ્ધ છે કે સંભોગ કર્યા પછી ૭૨ કલાકમાં તમે એ ગોળી લઈ લો તો  ૯૯ ટકા સુરક્ષિતતા પ્રાપ્ત થાય છે.   હાલના સંજોગોમાં બહેતર એ જ છે કે તમે તમારી પત્નીનું સવારે ઊઠયા પછીનું જે પહેલું યુરિન આવે એ કાચની  ચોખ્ખી બાટલીમાં ભરીને લબોરેટરીમાં  પ્રેગ્નન્સી ટેસ્ટ માટે આપી દો. જો રિપોર્ટ નેગેટિવ હોય તો ચિંતાની કોઈ વાત નથી, પણ પાઝિટિવ હોય તો આપની પાસે બે વિકલ્પ રહે છે. પહેલો એ કે બાળકને પ્રભુની ઇચ્છા સમજીને સ્વીકારી લો અને બીજો એ કે બન્ને વ્યક્તિની ઇચ્છા હોય અને હૃદયમાં કોઈ હીન ભાવના ન આવતી હોય તો ગર્ભપાત કરાવી નાખો. જો કે ભૃણહત્યાના પાપમાં પડવા કરતાં બહેતર છે કે તમારે બાળકને જન્મ આપવો. 

હું પચીસ વર્ષનો પરિણીત યુવક છું. મારાં લગ્નને દોઢ વર્ષ થયું  છે, મારા લિંગના આગળના ભાગની ચામડીની લંબાઈ બહુ હોવાથી હું મારી પત્નીને સંતોષ નથી આપી શકતો. મારે શું કરવું એનું માર્ગદર્શન આપશો. 

એક યુવક (સુરત)

*  તમારા લિંગના આગળના ભાગની ચામડી લાંબી હોય તો ચિંતા કરવાની જરૂર નથી. એનાથી કોઈ નુકસાન નથી થતું. એને કારણે તમે ીને સંતોષ આપવામાં ઊણા ઊતરો છો એમ સમજવું એ એક મિથ્યા ધારણા છે, હકીકત નથી. એ વધારાની ચામડી તમારે કપાવવાની પણ જરૂર નથી. એ કપાવવાથી એકંદરે નુકસાન થશે, ફાયદો નહીં થાય.

- અનિતા