Sahiyar: આ સરળ ઘરગથ્થું ઉપાય દ્વારા કબજિયાતથી મળશે સંપૂર્ણ રાહત!

- મીનાક્ષી તિવારી
કબજિયાત એક સામાન્ય તકલીફ છે, પરંતુ બીમાર વ્યક્તિઓ દવાઓનું સેવન, તેમજ અરૂચિને કારણે પૂરતો આહાર, તેમજ હલનચલન ન થતું હોવાથી કબજિયાતની સમસ્યા વધુ રહેતી હોય છે. તેવામાં ઘરગથ્થુ ઉપાયો કરવાથી રાહત થતી હોય છે.
કબજિયતાથી રાહત પામવા :
* સવારે નયણે કોઠે હુંફાળું પાણી પીવું
* રાતના એક-બે હરડે પાણીમાં પલાળી સવારે નયણા કોઠે પાણી પી જવું.
* ફાઇબર યુક્ત આહારમાં ફળો અને પાંદડાયુક્ત ભાજીનું સેવન
* ઇસબગુલન રાતના હુંફાળા દૂધ અથવા પાણી સાથે લેવું.
* પલાળેલું અંજીર હુંફાળા દૂધ સાથે લેવાથી ફાયદો થાય છે.
* દિવસ દરમિયાન ઓછામાં ઓછા ૮-૧૦ ગ્લાસ પાણી પીવું, ખાસ કરીને સવારના હુંફાળું પાણી પીવાથી આંતરડા સાફ થાય છે.
* દહીં અને છાશ પ્રોબાયોટિકયુક્ત ખાદ્યપદાર્થ છે. તેથી તેનું સેવન આંતરડા સ્વાથ્ય સુધારે છે અને મળત્યાગને સરળ કરે છે.
* રાતના એક ચમચો ત્રિફળાનું સેવન હુંફાળા પાણી સાથે ખાવાથી રામબાણ ઇલાજ પુરવાર થાય છે.
* એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચો ઘી ભેળવીને પીવાથી કબજિયાતથી રાહત રહે છે.
* મગ અથવા તુવેરની દાળનું ઓસામણ ગરમ-ગરમ પીવાથી રાહત થાય છે.
* ૮-૧૦ દાણા કાળી દ્રાક્ષને રાતના પલાળી રાખીને સવારે તેના બિયાં કાઢીને દૂધમાં ઉકાળવું. દ્રાક્ષ ચાવીને ખાઇ ચવી અને દૂધ પી જવું.
* એક ગ્લાસ દૂધમાં ઍક-બે ચમચી એરંડિયુ ભેળળી પીવાથા રાહત થાય છે.
* જીરૂ અને અજમો કબજિયાતમાં રાહત આપે છે. જીૂરૂ અને અજમાને ધીમા તાપે શેકી લેવું. જીરૂ, અજમો અને કાળુ નમક સપ્રમાણે ભેળવી એક શીશીમાં ભેળવી દેવું. રોજ સવારે અડધો ચમચો હુંફાળા પાણી સાથે ફાકી જવું.
* જેઠીમધનો ભુક્કો અને એક ચમચો ગોળને એક હ્લાસ પાણી સાથે ભેળવીને પીવાથી રાહત થાય છે.
* રાતના સૂતા પહેલા શેકેલી વરિયાળીના ભૂક્કાને ગરમ પાણી સાથે લેવાથી રાહત થાય છે.
* ચણા કબજિયાતની તકલીમાં લાભદાયી છે. ચણાને ભીંજવી અથવા તો બાફીને ખાવા જોઇએ. ચણામાં જીરૂ અથવા સૂંઠનો ભુક્કો નાખીને ખાવાથી પણ રાહત થાય છે.
* અળસીના બિયાંને વાટી એકચમચી રાતના સૂતા પહેલા પાણી સાથે લેવાથી ફાયદો થાય છે.
* સવારે ઉઠીને લીંંબુના રસમાં કાળું નમક નાખીને પીવું.
* રાતના ભોજનમાં પપૈયાનું સેવન કરવું
* ટામેટાના સૂપના સેવનથી કબજિયાતમાં રાહત થાય છે. ખાસ કરીને રાતના ભોજન સાથે ગરમ-ગરમ સૂપ પીવાથી ફાયદો થાય છે.
* જમરૂખનું સેવન પણ કબજિયાતમાં રાહત આપે છે.
* લીંબુંને હુંફાળા પાણીમાંનીચોવી સાથે મધ નાખીને પીવાથી ફાયદો થાય છે.
* આદુ ,લીંબુ અને મધ હુંફાળા પાણીમાં ભેળવીને પીવાથી ફાયદો થાય છે.
* હળદર અને આદુના નાના-નાના ટુકડા અને ૧૦-૧૫ લીમડાના પાન ભેળવી તેનો કાઢો બનાવી પીવાથી રાહત થાય છે.
* કિશમિશને ત્રણ કલાક સુધી પાણીમાં પલાળીનેખાવાથી મળત્યાગમાં સરળતા રહે છે.પ
* પાલકનો રસ અથવા તો પાલકના કાચા પાન થાવાથી ફાયદો થાય છે.પાલકનો રસ પણએકગ્લાસનિયમિત પીવાથી રાહત થાય છે.

