Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Sleeping patterns and your true nature: Know what your position says?

ઊંઘવાની રીત અને તમારો અસલી સ્વભાવ: જાણો તમારી પોઝિશન શું કહે છે?

Timeછેલ્લું અપડેટ : 30 Jun 2026
લાઇવ ટીવીGoogle News
ઊંઘવાની રીત અને તમારો અસલી સ્વભાવ: જાણો તમારી પોઝિશન શું કહે છે?
સોર્સ : gstv

 

App Store

દિવસભરની સખત મહેનત પછી તમે થાકીને લોથ થઈ જાવ છો. જરાક આડે પડખે થતાં જ એકદમ ઊંઘ આવી જાય છે. તમને ખબર છે ખરી કે તમને ઊંઘતાં નિહાળીને પણ તમારા વ્યક્તિત્વનો કેટલાક લોકો કયાસ કાઢી શકે છે. તમે પગ પસારીને સુઈ જાવ છો કે સંકોચાઈને સૂઈ જાવ છો. તેના પથી તમારા વ્યક્તિત્વનો પરિચય મળે છે. નિષ્ણાતો કહે છે.

પડખંુ ફરીને એક કાન ઢાંકીને સૂઈ જનાર લોકો સામાન્યત: ધનવાન હોય છે. તેઓ કળા, સાહિત્ય યા સંગીત પ્રત્યે જન્મજાત પ્રેમ ધરાવે છે. પ્રત્યેક કાર્ય ખૂબ ધીરજથી કરે છે. વળી વચન પાળે છે અને તમને જે કંઈ કહેશે તે શબ્દોને માટે લોહીના આખરી બુંદ સુધી નિભાવશે.

પણ પગ અર્ધા પેટ તરફ વાળીને ડાબે પડખે સુઈ રહેનાર વ્યક્તિ મોટે ભાગે એક હાથને બીજા હાથમાં રાખીને સૂઈ જાય છે. એવા લોકો સ્વસ્થ સમતોલ દિમાગના અને ભાવ પ્રવીણ હોય છે એવા લોકોને સ્વપ્નો પણ ખૂબ આવે છે. આ સ્થિતિમાં સુઈ રહેનાર પુરુષો જ્યાં નિરર્થક નીવડે છે ત્યાં સ્ત્રીઓ ઉત્સાહી અને ગરમ પ્રકૃતિની હોય છે. સામાજિક સંબંધોમાં પણ તેમનું સારું એવું માન હોય છે. એવા લોકો સુખ દુ:ખને એકસમાન ગણે છે. જીવનમાં નિરાશાને ઘણું ઓછું સ્થાન આપે છે.

હાથ પગ બંનેને સંકોચીને સુઈ રહેનાર વ્યક્તિઓ ક્યારેક બાંયની પકડ વધારવા ઓશિકાં પણ લઈ લે છે. એ સ્થિતિમાં પુરુષો કરતાં સ્ત્રીઓનું પ્રમાણ વધુ હોય છે. તેમાં પણ પરણેલી મહિલાઓ કરતાં કુંવારી કન્યાઓ વધુ હોય છે. એવી વ્યક્તિઓનાં મનમાં ભયની લાગણી પ્રવર્તતી હોય છે તેઓ પોતાની સંભાળ રાખનાર, સહારો આપનાર વ્યક્તિની તલાશમાં રહેતી હોય છે. તે સ્ત્રીઓ ખૂબ વિચારતી રહે છે. પરંતુ એ વાત જે વ્યક્તિને કહેવાની હોય છે તેની સામે તો એક શબ્દ પણ બોલી નથી શકતી.

ઉલ્ટાની આશ્ચર્યમુગ્ધ થઈ ક્યારેક ગભરાટ અનુભવે છે. કામેચ્છા પણ વયની સાથે સાથે તેમનામાં વધતી જાય છે. વળી બિન-સલામતીના ભયને લીધે તે કુદરતી રીતે વર્તી નથી શકતી.એમને હરહંમેશા એમ થયા કરે છે કે અમુક વ્યક્તિ સાથેનું લગ્ન જીવન સારું નહીં રહે. એટલે જલ્દી નિર્ણય પણ નથી લઈ શકતી.

હાથ-પગ સંકોચીને ઊંધા સૂઈને ઊંઘવાની આદત મોટે ભાગે બાળકોમાં વધુ હોય છે. તેમના ઘૂંટણો જ બિસ્તરને અડકે છે. નિતંબનો ભાગ ઉપર ઉઠાવેલો રાખે છે. જે બાળકો આ રીતે ઊંધા સુઈ રહે છે તે ખૂબ જીદ્દી હોય છે. તેઓ દરેક ચીજ પર પોતાનો હક્ક જમાવે છે.

પુરા હાથ પર હાથ, પગ પર પગ, ઘૂંટણ, જાંઘ, પિંડીઓ બધું જ લગભગ ચિપકાવીને મુક્યું હોય છે. એવા લોકો ખૂબ પાકા અને આત્મશ્રદ્ધા ધરાવતા હોય છે. જે કામનો આરંભ કરે છે તે પરીપૂર્ણ કરીને જ રહે છે. તેમનામાં કોઈ પણ વ્યક્તિને ઓળખી કાઢવાની સારી એવી શક્તિ અને સમજ હોય છે.

આખી પથારીમાં ફેલાઈને પહોળા થઈને સૂઈ જનાર વ્યક્તિ મોટે ભાગે તકિયાઓનો ઉપયોગ કરે છે. એવી વ્યક્તિઓ માટે ભાગે મનમોજી હોય છે. સાથે સાથે સુસ્પષ્ટ હોય છે. પચીસ વર્ષથી ઓછી વયની સ્ત્રીઓ મોટે ભાગે બીજા પુરુષો સાથે સંબંધ વધારવા તૈયાર થાય છે. જોકે આ શ્રેણીની વ્યક્તિઓમાં પણ આત્મવિશ્વાસ અને દ્રઢતા હોય છે. મોટે ભાગે આવા લોકોનું જીવન સુખી અને સરળ હોય છે.

પગથી માથા સુધી ઓઢીને સુઈ જનાર વ્યક્તિ ક્યારેક તો મુશ્કેલીથી શ્વાસ લઈ શકે છે. તે ગોટમોટ કરીને ઊંઘતી રહે છે. એવા લોકો ઉનાળામાં પણ ઓઢીને સૂઈ જાય છે. એવી વ્યક્તિઓ વાસ્તવમાં ખૂબ જ ડરપોક હોય છે. તેઓ પોતાની જાતને કદી આત્મનિર્ભર હોવાનું માનતી નથી. રેતમાં મોં છૂપાવીને તુફાનનો સામનો કરવા માગનાર શાહમૃગ જેવી તેમની મનોવૃત્તિ હોય છે. એવી વ્યક્તિઓ પોતે વકતા થઈ શકતી નથી. તેઓ પાર્ટીમાં કોઈક ખૂણે ભરાઈ જાય છે અને ભીડથી ગભરાય છે. એવા લોકો વિચારશીલ અને સંવેદનશીલ હોય છે.