Business Plus: કૃષિ ક્ષેત્રે Nitin Gadkari એ આપી સલાહ, જૈવિક ખાતર અને જંતુનાશકો વિશે કહી આ વાત

જૈવિક ખાતરો અને જૈવિક જંતુનાશકો કિસાનોને પરવડે તેવા બનાઓ જેથી કૃષિ ઉત્પાદનો વધે અને ભારતના જીડીપીમાં કૃષિનો ફાળો ૨૬ ટકા પર પહોંચે. જ્યાં સુધી કૃષિ ઉત્પાદનોનો ફાળો જીડીપીમાં ૧૮ ટકા પરથી ૨૬ ટકા પર નહીં પહોંચે ત્યાં સુધી ભારતનું આત્મ નિર્ભર બનવું બહુ કઠિન કામ છે. ગયા અઠવાડિયે કેન્દ્રીય પ્રધાન નિતીન ગડકરીએ કહ્યું હતું કે કૃષિ ઉત્પાદનો વધારવા કૃષિ ક્ષેત્રે થતી ઉત્પાદન કરવામાં લાગતી કિંમતો ઓછી કરવાની જરૂર છે. જૈવિક ખાતર અને જંતુનાશકો પાછળ વધુ પૈસા ખર્ચાવાના કરણે ઉત્પાદન કોસ્ટ ઉંચી આવે છે. ભારતને આયાતી ચીજો પર આધાર રાખવો ના પડે એટલે તેવી ચીજો સ્વદેશી સ્તરે બનાવવા પ્રયાસ કરવાનો તેમણે અનુરોધ કર્યો હતો.
મારૂતિનું વેલ્યૂએશન 57 અબજ ડોલર
જાપાનની સૂઝૂકી મોટર્સનું સૌથી મોટું યુનિટ મારૂતિ સૂઝૂકી હવે વિશ્વના ટોપના કાર માર્કેટની હરોળમાં આવી ગઇ છે. મારૂતિની માર્કેટ કેપ વધીને ૫૭.૬ અબજ ડોલર પર પહોંચતા વૈશ્વિક કાર ઉત્પાદકોના માર્કેટમાં તેનો નંબર ૮મા ક્રમે આવી ગયો છે. ફોર્ડ મોટરનું વેલ્યૂએશન ૪૬.૩ અબજ છે,જનરલ મોટર્સનું ૫૭.૧ અબજ ડોલર છે, ફોક્સ વેગનનું ૫૫.૭ અબજ છે. ઉપરોક્ત ત્રણ કાર ઉત્પાદકોનું વેલ્યૂએશન ઘટયું છે. સ્મોલ કાર ક્ષેત્રે મારૂતિનું વેચાણ ૬૦ ટકા જેટલું છે. જેના કારણે તેનું વેચાણ વધ્યું છે જેના પગલે માર્કેટ કેપ પણ વધી છે.
ટેસ્લાની માર્કેટ કેપ 1.47 ટ્રિલિયન ડોલર
જ્યારે વિશ્વના ટોપના કાર ઉત્પાદકોની વાત નીકળી છે ત્યારે અબજોપતિ ઇલોન મસ્કની કાર ટેસ્લા સૌથી ટોપ પર છે. જેમ વિશ્વના અબજોપતિની યાદીમાં મસ્ક ટોપ પર છે એમ તેમની કાર પણ માર્કટ કેપ સાથે ટોપ પર છે. ટેસ્લાની માર્કેટ કેપ ૧.૪૭ ટ્રિલીયન ડોલર છે તો ટોયટોની માર્કેટ કેપ ૩૧૪ અબજ ડોલર છે, બીવાયડીની (બિયોન્ડ યોર ડ્રીમ) માર્કેટ કેપ ૧૩૩ અબજ ડોલરની છે તો ફરારી એનવાયની ૯૨.૭ અબજ ડોલર છે તો બીએમ ડબલ્યુની માર્કેટ કેપ ૬૧.૩ અબજ ડોલરની છે, મર્સીડિઝ-બેન્ઝ ગૃપની ૫૯.૮ અબજ ડોલરની છે. એટલેજ ટોચના કાર ઉત્પાદકોની હરોળમાં મારૂતિ ૫૯ અબજ ડોલરની માર્કેટ કેપ સાથે આવી ગઇ છે.
યુપીઆઇ 20 અબજ ડોલર
યુપીઆઇનો વપરાશ વધવાના કારણે રોકડનો ઉપાડ અને રોકડમાં લેતી દેતીમાં વધારો થવા લાગ્યો છે.ઓગષ્ટ ૨૦૨૫માં યુનીફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ(યુપીઆઇ) મારફતે ૨૦ અબજ ડોલરનું ટ્રાન્ઝેકશન થયું છે. જ્યાં કેશથી લેવડ દેવડ થતી હતી ત્યાં યુપીઆઇથી વ્યવહાર આસાન બની ગયો છે. હકીકત એ છે કે પરચુરણ વ્યવહારો જેવાં કે શાકભાજી, રીક્ષા ભાડું કે વિજળી,પાણી,ટેક્ષના બીલ વગેરેના પેમેન્ટ હાથવગા બનવાથી તેના ટ્રાન્ઝેકશનમાં ઉછાળો આવ્યો છે. લોકો બેંકોના દાદરા ચઢતા ઓછા થઇ ગયા છે અને એટીએમ પર આધાર રાખતા બંધ થઇ ગયા છે.
શિપ બિલ્ડીંગ માટે ૬૯,૭૨૫ કરોડની ફાળવણી
શિપ બિલ્ડીંગ માટે તેમજ રિફોર્મ માટે સરકારે ૬૯,૭૨૫ કરોડ ફાળવ્યા છે. જેને મેરીટાઇમ રિફોર્મ કહે છે તેની દેશને તાતી જરૂર હતી. કેબિનેટે જંગી રકમ ફાળવીને શિપ ઉદ્યોગને સ્થાનિક સ્તરે ડેવલોપ કરવા કહ્યું છે. બજેટમાં શિપ બિલ્ડીંગ રિવેમ્પ માટે ૨૪,૭૩૬ કરોડ, મેરીટાઇમ ડેવલોપમેન્ટ ફંંડમાં ૨૨,૫૦૦ કરોડ,શિપ બિલ્ડીંગ ડેવલોપમેન્ટ માટે ૧૯,૮૯૮ કરોડની ફાળવણી કરી હતી. ફાળવણી પાછળનો મૂળ આશય સ્થાનિક સ્તરે શિપ બિલ્ડીંગને મજબૂત કરવાનો છે.

