Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Unique enthusiasm of Sankash Chaturthi in Hyderabad: 10 kg Ganpati laddus auctioned

Business Plus : હૈદરાબાદમાં સંકષ્ટ ચતુર્થીનો અનોખો ઉત્સાહ : ગણપતિના 10 કિલોના લાડુની હરાજી કરાઇ

Timeછેલ્લું અપડેટ : 15 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Business Plus : હૈદરાબાદમાં સંકષ્ટ ચતુર્થીનો અનોખો ઉત્સાહ : ગણપતિના 10 કિલોના લાડુની હરાજી કરાઇ
સોર્સ : GSTV

ગયા શુક્રવારે ગણપતિ ચોથ એટલે કે સંકષ્ટ ચતુર્થીના રોજ યોજાયેલા ગણેશ ઉત્સવ દરમ્યાન ૧૦ કિલો ગ્રામના  એક લાડુની હરાજી કરાઇ હતી. સૌથી ઉંચી બોલી ૨.૩૨ કરોડની બોલાઇ હતી. ગયા વર્ષે આ બોલી ૧.૮૭ કરોડ પર અટકી હતી. ૨.૫ કલાકમાં ૫૦૦ લોકોએ બોલીમાં ભાગ લીધો હતો. હૈદરાબાદના બંદલગુડા ખાતે ક્રિતી રીચમન્ડ વીલા ખાતે થયેલી હરાજીને ૪૨ એનજીઓ ચલાવતા ચેરીટેબલ ટ્રસ્ટના ટેકાથી કાર્યક્રમ યોજાયો હતો. ૨૦૧૮માં લાડુની હરાજી સિસ્ટમ શરૂ કરાઇ હતી. ત્યારે હરાજી ૨૫,૦૦૦ પર અટકતી હતી. ૨૦૧૯માં તે આંક ૧૮.૭૫ લાખ પર પહોંચ્યો હતો. ૨૦૨૧માં ૪૧ લાખ જ્યારે ૨૦૨૩માં ૧.૨૬ કરોડ હરાજીમાં ઉપજ્યા હતા.

App Store

ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરઃ ૨૦,૦૦૦ કરોડનું ગેરંટી ફંડ

ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં રોકાણોની તક વધે તે આશયથી સરકાર ૨૦,૦૦૦ કરોડનું વિશેષ ફંડ આપવા વિચારી રહી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો જેવાંકે કંપનીઓ, જાહેરક્ષેત્રના એકમો અને નાણા સંસ્થાઓ સાથે ગેરંટેડ ફંડ બાબતે ચર્ચા ચાલી રહી છે. ગેરંટેડ ફંડના કારણે મોટા ઇન્ફ્રાસ્ટે્રક્ચર પ્રેાજેક્ટ ક્ષેત્રમાં ક્રેડીટ ફ્લો વધશે અને પ્રોત્સાહન ઉભું થઇ શકશે. નેશનલ બેંક ફોર ફાયનાન્સીંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલોપમેન્ટ (NaBFID) મારફતે તૈયાર કરાયેલી ૨૦,૦૦૦ કરોડની દરખાસ્તને આગામી  બેઅઠવાડીયામાં આગળ વધારાશે અને તે બાબતે ફાઇનલ ચર્ચા કરાશે.

ઇન્ફોસિસનું ૧૮,૦૦૦ કરોડનું બાયબેક

ભારતની બીજા નંબરની સૌથી મોટી ઇન્ફોર્મેશન ટેકનોલોજી કંપનીએ તેના ઇતિહાસમાં પહેલીવાર બાયબેકની સિસ્ટમને અનુસરી છે. ત્રણ દિવસ અગાઉ ઇન્ફોસિસે ૧૮,૦૦૦ કરોડના શેર્સ બાયબેક કરવાની જાહેરાત કરીને રોકાણ કારોમાં સેન્સેશન ઉભું કર્યું હતું. કંપનીએ બોર્ડ અને ડાયરેક્ટરો સાથે મિટીંગ કરીને બાયબેકની સ્કીમ મુકી હતી. બાયબેકની સ્કીમ કરતી કંપનીઓ પોતાની કંપનીના શેર્સ બજારમાંથી થોડી વધુ કિંમત આપીને હસ્તગત કરતા હોય છે. બાયબેકના ક્ષેત્ર પર નજર કરીયે તો ટીસીએસ કંપનીએ કુલ ૪૦,૦૦૦ કરોડ બાયબેકથી ઉભા કર્યા હતા.એેવીજ રીતે વિપ્રોએ ૨૦૨૩માં ૧૨ હજાર તો બજાજ ઓટોએ ૨૦૨૪માં ૧૦ હજાર કરોડ ઉભા કર્યા હતા.

ઓઇલ ઇન્ડિયાની રાજસ્થાન સાથે ભાગીદારી 

ગ્રીન પ્રોજેક્ટ માટે રાજસ્થાનની સરકાર હસ્તકની પાવર જનરેટર કંપની ઓઇલ ગ્રીન લિમીટેડ સાથે સરકાર હસ્તકની કંપની ઓઇલ ઇન્ડિયા ભાગીદારી કરી રહી છે. રાજસ્થાન વિદ્યુત ઉત્પાદન નિગમ રાજ્ય માટે વિજ ઉત્પાદન કરે છે. રીન્યૂએબલ એનર્જી બિઝનેસ સાથે સંકળાયેલી આ કંપનીના સાધનો મશીનરી વગેરેમાં કેન્દ્ર સરકાર સંચાલીત ઓઇલ ઈન્ડિયાના કારણે આધુનિક બનશે. બંને વચ્ચે ૫૦-૫૦ ટકાની ભાગીદારી હશે.  હાલમાં રાજ્ય હસ્તકની કંપની ૧૭૪.૧ મેગાવોટની ક્ષમતા ધરાવે છે જ્યારે વિન્ડ અને સોલાર પ્રોજેક્ટમાં ૧૪ મેગાવોટની ક્ષમતા છે.

ટાટા સન્સમાં પ્રભુત્વની કોલ્ડ વોર

કોર્પોરેટ ક્ષેત્રે ચાલતી અફવાઓ અનુસાર ટાટા સન્સમાં પ્રભુત્વ મેળવવા માટેની કોલ્ડ વોર હવે લોકોની નજરમાં પણ આવી ગઇ છે. ટાટા ટ્રસ્ટમાં નોમીની નીમવા બાબતે ડખો થયો છે. ૭૭ વર્ષના ભૂતપૂર્વ સંરક્ષણ સચિવ વિજય સિંહાના રીન્યૂલ સામે ચાર ટ્રસ્ટીઓએ વાંધો ઉઠાવતા શાંત પાણી ડહોળાવા લાગ્યું છે. ડાયરેક્ટરને રીપ્લેસ કરવાની ચાલ એ દર્શાવે છે કે કેટલાક લોકોને ટાટા ટ્રસ્ટ પર પકડ જમાવવી છે અને તે રીતે ટાટા સન્સ પર પણ પકડ રાખવી છે. ટાટા સન્સના નોમીનેટેડ ડાયરેક્ટર પદ તેમના ૭૫ વર્ષ પછી દર વર્ષે રીન્યૂ કરવાનું હોય છે. ટાટા ટ્રસ્ટમાં સિંહા ૨૦૧૩થી નોમીની ડાયરેક્ટર છે અને ૨૦૧૮થી ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટી છે.

ભારતના સ્પેસ ક્ષેત્રની રોકેટ ગતિ

ભારતનું સ્પેસ ક્ષેત્ર રોકેટ ગતીએ આગળ વધી રહ્યું છે. કાર્ટોસેટ અને રીસેટ જેવા સેટેલાઇટ મારફતે પૃથ્વીનું અવલોકન કરાઇ રહ્યું છે અને સરકારને મહત્વનો ડેટા પહોંચાડાઇ રહયો છે. ૨૦૩૩ સુધીમાં ભારતનું સ્પેસ ક્ષેત્ર પાંચગણું વધીને ૪૪ અબજ ડોલર પર પહોંચશે. ભારતના સ્પેસ ક્ષેત્રના સંશોધનો વિદેશમાં નિકાસ થઇ રહ્યા છે. એક સમયે ભારતનું સ્પેસ ક્ષેત્ર સ્પેસ માટેના હાર્ડવેર અને સ્પેસ લોચીંગ સુધી સિમીત હતું જે આજે અર્થ ઓબ્ઝર્વેશન, સેટેલાઇટ કોમ્યુનિકેશન અને નેવીગેશન પર શિફ્ટ થયું છે એમ ભારતના ઉદ્યોગ સંગઠનો માને છે. સ્પેસ ક્ષેત્રના સંશોધનો ટેલિકોમ્યુનિકેશન,કૃષિ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, શહેરી પ્લાનીંગ વગેરેમાં પણ કામ લાગી શકે છે.

ટોપિક્સ:Business Plusgstv newsMarket-talk