Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Neena Gupta's disciple is her fellow artist Sanjay Mishra

Chitralok : નીના ગુપ્તાના શિષ્ય છે એમના સાથી કલાકાર સંજય મિશ્રા

Timeછેલ્લું અપડેટ : 09 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Chitralok : નીના ગુપ્તાના શિષ્ય છે એમના સાથી કલાકાર સંજય મિશ્રા
સોર્સ : GSTV

-'નીના ગુપ્તા સાથે ફિલ્મો કરીને મને કાંઈકને કાંઈક હમેશાં શીખવા મળ્યું છે. એટલે જ એમના પ્રત્યે મને આદર-ભાવ છે. નીના ગુપ્તા મેરી સિનિયર હૈ, ઔર આજ ભી બહોત કુછ શીખતા હું ઉનસે.'

App Store

કેરેક્ટર એક્ટર સંજય મિશ્રા જેટલા ટેલેન્ટેડ છે એટલા જ વિનમ્ર છે. તેઓ પોતાના સાથી કલાકારો પાસેથી જ્યારે પણ કાંઈક શીખે છે ત્યારે એનો સ્વીકાર કરવામાં સંકોચ નથી રાખતા. તેઓ એકથી વધુ વાર કહી ચુક્યા છે કે 'નસીરભાઈ હમારે લિયે ભગવાન હૈ.' નસીર પ્રત્યે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આદરભાવ ધરાવે છે પણ એમને 'ગોડ' ગણાવવા સુધી આજ સુધી કોઈ ગયું નથી. 

૨૦૨૨માં સંજય મિશ્રા અને નીના ગુપ્તાના લીડ રોલ ધરાવતી ફિલ્મ 'વધ' આવી હતી. 'વધ'માં સંજય અને નીના એક મિડલ ક્લાસ દંપતિની ભૂમિકામાં છે. નાના શહેરમાં વસતુ આ યુગલ પોતાના પુત્રને અમેરિકા મોકલવા એક ગુંડા બદમાશ પાસેથી વ્યાજે મોટી લોન લે છે. કમનસીબે એમનો  એકનો એક દિકરો અમેરિકામાં સેટલ થયા બાદ એમની અક્ષમ્ય ઉપેક્ષા કરે છે અને બદમાશ સરાફની લોન પરત ચુકવવા એમને કોઈ મદદ નથી કરતો. બીજી તરફ, ચારિત્રહીન સરાફ લોનના હપ્તા વસુલવા લાચાર દંપતિને સતત રંજાડયા કરે છે અને એમની પાસે ન કરાવવાના કામ કરાવે છે. એક રીતે સરાફના ત્રાસથી કંટાળી પતિ એનો વધ કરી નાખે છે અને પછી શહેર છોડીને ચાલ્યા જાય છે. હવે સંજય મિશ્રા અને નીના ગુપ્તાની આ ફિલ્મની સિકવલ 'વધ-ટુ' બની છે, જેનું હમણાં ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (ઈફ્ફી)માં સ્ક્રીનિંગ થયું. એ પ્રસંગે મિશ્રાએ પોતાની લાંબા અરસાથી કો-સ્ટાર રહેલી નીના ગુપ્તાની સરાહના કરતા કહ્યું, 'એમની સાથે ફિલ્મો કરીને મને કાંઈકને કાંઈક હમેશાં શીખવા મળ્યું છે. એટલે જ એમના પ્રત્યે મને આદર-ભાવ છે. નીના ગુપ્તા મેરી સિનિયર હૈ, ઔર આજ ભી બહોત કુછ શીખતા હું ઉનસે.'

નીના તબિયતના કારણસર ઈફીમાં 'વધ-૨'ના સ્ક્રીનિંગમાં હાજરી નહોતી આપી શકે. એ વિશે મીડિયાને માહિતી આપતા મિશ્રાએ કહ્યું, 'આજ આ નહીં પાયી. ઉનકી તબિયત થોડી ખરાબ નથી. વરના વો ભી હમારે બીચ હોતી આજ.'

'વધ-૨' 'વધ-૧' સે આગે કી કહાની હૈ. એમ જણાવતા વેટરન એક્ટર કહે છે, 'ફિલ્મની સિકવલ ઓરિજિનલ ફિલ્મની ઇન્ટેનસિટીને વધુ ઘુંટે છે. એ મૂળ ફિલ્મની ઇમોશન્સ અને નેરેટીવનો આગળનો તબક્કો છે.'

પછી થોડી આત્મશ્લાધામાં ઉતરી પડતા મિશ્રાજી ગર્વથી કહે છે, 'યે ફિલ્મ દેખકર આપકો પતા ચલેગા એક એક્ટર કે રૂપમેં મૈં આપકો હસા ભી સકતા હું ઔર રુલા ભી સકતા હું.'

લવ ફિલ્મસના બેનરની આ ફિલ્મના પ્રોડયુસર્સ લવ રંજન અને અંકુર ગર્ગ છે. જ્યારે એને જસપાલ સિંહ સંધુએ ડિરેક્ટ કરી છે.