Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Madhuri Dixit will be seen in a new look! Will she be able to win the hearts of the audience with this new role?

Chitralok: માધુરી દીક્ષિતનું જોવા મળશે નવું રૂપ! શું તે આ રોલ સાથે જીતી શકશે દર્શકોના દિલ?

Timeછેલ્લું અપડેટ : 27 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Chitralok: માધુરી દીક્ષિતનું જોવા મળશે નવું રૂપ! શું તે આ રોલ સાથે જીતી શકશે દર્શકોના દિલ?
સોર્સ : GSTV

માધુરી દીક્ષિત હિન્દી ફિલ્મ જગતની પ્રતિભાશાળી અભિનેત્રી અને ઉત્કૃષ્ટ  નૃત્યાંગના છે. રૂપરૂપના અંબાર સમી માધુરીના મોહક હાસ્યના લાખો - કરોડો દર્શકો જબરા દીવાના છે. માધુરીએ તેની ફિલ્મ કારકિર્દી દરમિયાન મોટાભાગે રોમેન્ટિક ભૂમિકા ભજવી છે. હવે જોકે આ જ માધુરી કોમેડી રોલમાં પણ આવી રહી છે. માધુરી દીક્ષિત તેની અભિનય કારકિર્દીમાં પહેલી જ વખત કોમેડી પાત્ર ભજવી રહી છે.  

App Store

'જલસા' અને 'સુબેદાર' ફિલ્મના દિગ્દર્શક સુરેશ ત્રિવેણીએ માહિતી આપી છે કે એની નવી ફિલ્મ 'મા બહેન'માં ત્રણ અભિનેત્રીઓ  છે. તેમાં તેમની ડાર્ક કોમેડી છે. માધુરી દીક્ષિતે તેમાં હાસ્યપ્રધાન ભૂમિકા ભજવી છે.'

ડાર્ક કોમેડી એટલે યુદ્ધ કે મોત જેવા ગંભીર અને આઘાતજનક વિષયોમાંથી પણ રમૂજ પેદા કરવી. માધુરી સાથે બોલિવુડની નવી પેઢીની રૂપકડી અને પ્રતિભાશાળી અભિનેત્રી તૃપ્તિ ડિમરી, ધારણા દુર્ગા, રવિ કિશન, વગેરે કલાકારો છે.  

સુરેશ કહે છે, 'મેં શરૂઆતના તબક્કેથી જ હાસ્યપ્રધાન પાત્ર માટે માધુરી દીક્ષિતને આમંત્રણ આપવાનો નિર્ણય કર્યો હતો. માધુરી જેવી સિનિયર અને પ્રતિભાશાળી અભિનેત્રી હોય તો તે કોમેડી પણ બહુ સરળતાથી અને સહજતાથી કરી શકે. અમે માધુરી મેમને ઓફર આપી. તેમણે કથા-પટકથા સાંભળી અને તરત જ હા કહી દીધી. અમે તો રાજીના રેડ થઇ ગયા.' 

આટલું કહીને એ ઉમેરે છે, 'એક ખાસ બાબત. માધુરી મેમ બોલિવુડનાં સિનિયર અને પ્રતિભાશાળી અભિનેત્રી છે. આમ છતાં આ શોની ભૂમિકાના સંવાદોની બોલી અને તેના લહેકા શીખવા માટે તેમણે ખરેખર કાબીલેદાદ મહેનત કરી છે. અમે ફિલ્મનાં તમામ કલાકારો માટે કુલ ૧૪ વર્કશોપ્સનું  આયોજન કર્યું હતું. આ તમામ વર્કશોપ્સમાં માધુરીજી હાજર રહ્યાં હતાં. પોતે સિનિયર  હોવાથી આવા વર્કશોપની જરૂર નથી એવો અહમ કોઇ જ તબક્કે અમે જોયો નહીં. એક વિદ્યાર્થિનીની જેમ એ બધી બાબતો શીખ્યાં  હતાં. માધુરી મેમની આ નમ્રતા જ તેમની ગ્રેટનેસ દર્શાવે છે.'   

માધુરી દીક્ષિતે 'મા બહેન' ફિલ્મમાં  રેખા નામની માતાની ભૂમિકા  ભજવી છે, જ્યારે  તૃપ્તિ  ડિમરીએ એની દીકરી જયાનું પાત્ર ભજવ્યું   છે. મધ્યમવર્ગીય રેખા અને પુત્રી જયાના જીવનમાં નાની મોટી ઘણી સમસ્યા હોય છે. જોકે એક દિસ અચાનક રેખાના ઘરના રસોડામાં કોઇ વ્યક્તિની લાશ જોવા મળે છે અને શરૂ થાય છે જોરદાર ધમાચકડી.

ફક્ત સાત-આઠ વર્ષની નાની ઉંમરે કથક શાસ્ત્રીય નૃત્યની તાલીમ મેળવનારી, શાળામાં ભજવાતાં  નાટકોમાં હિસ્સો લેનારી અને સમય જતાં ફિલ્મ 'અબોધ' (૧૯૮૪)થી  અભિનયયાત્રા શરૂ કરીને  'તેઝાબ', 'બેટા', 'હમ આપ કે  હૈ કૌન', ' લખન', 'ત્રિદેવ', 'પરિન્દા', 'દયાવાન', 'ખલનાયક', 'સાજન', 'દેવદાસ' વગેરે સુપરહિટ ફિલ્મોમાં વિવિધ પાત્રો ભજવનારી   માધુરી  દીક્ષિત કહે છે, 'મા બહેન' ફિલ્મ મારી અભિનય  કારકિર્દી માટે બહુ મહત્વની અને મજેદાર બની રહેશે એવો મને વિશ્વાસ છે. મેં પહેલી જ વખત કોમેડી રોલ કર્યો છે. ખરું કહું તો  મેં સાધારણ પરિવારની માતાની ભૂમિકા પણ પહેલી જ વખત ભજવી છે.' 

'મા બહેન' ફિલ્મમાં દીકરીનું પાત્ર ભજવનારી તૃપ્તિ ડિમરી ખુશી વ્યક્ત કરતાં કહે છે, 'મને માધુરી મેમ જેવી સિનિયર અને પ્રતિભાશાળી અભિનેત્રી સાથે કામ કરવાની તક મળી તેનો બેહદ આનંદ છે. હું તો માધુરી મેમની ફિલ્મો જોઇને મોટી થઇ છું. ખરું કહું તો આ ફિલ્મમાં માધુરીજીનો કોમિક ટાઇમિંગ ગજબનો જોવા  મળ્યો.' એ તો ફિલ્મ જોઈશું ત્યારે ખબર પડશે!