Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Information about roll-on and spray perfumes used in everyday life

Business Plus: રોલ-ઓન અને સ્પ્રે પરફ્યુમ્સ બનાવવા માટે કયા કી-ઈન્ગ્રેડીયન્ટ્સ જરૂરી છે?

Timeછેલ્લું અપડેટ : 10 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Business Plus: રોલ-ઓન અને સ્પ્રે પરફ્યુમ્સ બનાવવા માટે કયા કી-ઈન્ગ્રેડીયન્ટ્સ જરૂરી છે?
સોર્સ : GSTV

- ઔદ્યોગિક માર્ગદર્શન

App Store

 - ધીરૂ પારેખ

વિવિધ દુર્ગંધથી બચવા લોકો સ્પ્રે પરફ્યુમ્સનો ઉપયોગ કરતા હોય છે. જેના કારણે રોલ-ઓન પરફ્યુમ્સનો પણ વ્યાપ વધતો આવ્યો છે. આ પ્રકારની રોલ-ઓન પરફ્યુમ્સની બોટલના નેક ઉપર ગોળાકાર બોલ ફીટ કરેલ હોય છે. જેના ફરવાથી બોટલમોં રહેલ પરફ્યુમ્સ આપોઆપ બહાર આવે છે. અને ત્વચાને લાગે છે. જેથી દુર્ગંધ ઓછી થાય છે.

રોલ-ઓન પરફ્યુમ્સ બનાવવા માટેના કી-ઈનગ્રેડીએન્ટ : એલ્યુમિનિયમ ક્લોર હાઈડ્રેટે, પ્રોપાઈલીન ગ્લાયકોલ, મિથાઈલ સેલ્યુલોઝ, મિથાઈલ પેરાબીન, પરફ્યુમ્સ અને પાણીનો ઉપયોગ કરી રોલ-ઓન પરફ્યુમ્સ બનાવી શકાય છે. જે ગોળાકર બોલ ફીટ કરેલ બોટલમાં ભરી વેચાણ માટે મોકલી શકાય છે.

સ્પ્રે-પરફ્યુમ્સ : પરફ્યુમ્સના શોખીનો માટે આ પ્રોડકટસ અતિ સુંદર બની રહેશે. આ પ્રકારના પરફ્યુમ્સનું એટ્રેક્ટિવ પેકીંગ કરી બઝારમાં વેચી શકાય. આ પ્રકારના સ્પ્રે-પરફ્યુમ્સમાં મુખ્યત્વે યુનિસેક્સ અથવા એન્ડ્રોગાયન્સ પ્રકારના પરફ્યુમ્સ હોય છે. જેમાં ઈન્ટિમેન્ટ, યાડલી, એલિઝાબેથ ઓર્ડન, કરિશ્મા, રેવલોન, ક્રિશ્યન ડી ઓર હેલેના એર્બિસ્ટેન, શૈલેન, હની, બુટ, રેબ્રલોન પોઈઝ, નીના, એવન ટોપાઝ, ચાર્લી જેવા અનેક પરફ્યુમ્સ આજે ભારતમાં પણ બહોળા પ્રમાણમાં વેચાઈ રહ્યા છે.

સ્પ્રે- પરફ્યુમ્સ બનાવવા માટેનું મુખ્ય ઈનગ્રેડીએન્ટ આલ્કોહોલ હોય છે.  આલ્કોહોલ લાઈસન્સ વગર વાપરવો અથવા સ્ટોક કરવા પર પ્રતિબંધ છે. આલ્કોહોલ અંડર ગર્વમેન્ટ લાઈસન્સ ઓથોરીટી સિવાય વાપરવો એ ગુનો બને છે. આલ્કોહોલ મેળવવા માટે લાઈસન્સ લેવું જરૂરી બને છે. તેમાં જે પ્રમાણેના કોટા પાસ થાય તે પ્રમાણેનો આલ્કોહોલ મેળવી શકાય છે.

સ્પ્રે-પરફ્યુમ્સ બનાવવા માટેના કી-ઈનગ્રેડીએન્ટ : પરફ્યુમ્સ કંમ્પાઉન્ડ, ટિ.બી, એસક્યૂ, પ્રોપાઈલ પેરાબીન અને આલ્કોહોલ વડે સ્પ્રે-પરફ્યુમ્સ બનાવી શકાય છે.

સ્પ્રે પરફ્યુમ્સ બનાવવા માટેના કી-ઈનગ્રેડીએન્ટ રીત-૨ : પરફ્યુમ્સ કંમ્પાઉન્ડ, પ્રોપાઈલ પેરાબીન, ટિ.બી.એસ.ક્યૂ, મિથાઈલ પેરાબીન, પાણી અને આલકોહોલ વડે સ્પ્રે-પરફ્યુમ્સ બનાવી શકાય છે.

લાઈસન્સ : ધ લાઈસન્સ અન્ડર ધ ઈન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફ્રોમ એકપ્લોઝીવ ઓથોરીટી જરૂરી બને છે.