Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : I don't need anyone's support to be happy anymore.

Chitralok : બરખા બિશ્તની હિંમત: ખુશ રહેવા માટે હવે મને કોઈના સાથની જરૂર નથી

Timeછેલ્લું અપડેટ : 17 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Chitralok : બરખા બિશ્તની હિંમત: ખુશ રહેવા માટે હવે મને કોઈના સાથની જરૂર નથી
સોર્સ : gstv

લોકપ્રિય ટીવી શોમાંથી કોઈ મોટુ પાત્ર એક્ઝિટ લેવાનું હોય ત્યારે એ ભજવનાર એક્ટર ચર્ચામાં આવે છે. બરખા બિશ્ત સાથે હાલ એ જ બની રહ્યું છે. ટીવી સીરિયલો અને હિન્દી તથા બંગાળી ફિલ્મોની જાણીતી અભિનેત્રી બરખા બિશ્ત એકતા કપૂરની લોકપ્રિય સીરિયલ 'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી-૨'માંથી વિદાય લેવાની તૈયારીમાં છે. સીરિયલમાં મિહિરના જીવનમાં આવતી પરસ્ત્રી (અધર વુમન) નોઇનાનું એનું પાત્ર એક્ઝિટ લેવાની તૈયારીમાં છે. એક પોડકાસ્ટમાં એ વિશે પૂછાતા બિશ્ત કહે છે, 'કોઈક તબક્કે તો નોઇનાનું ભોપાળું બહાર આવી સત્ય ઉજાગર થવાનું જ હતું. એટલે મારી એક્ઝિટનો ટાઈમ આવી ગયો છે. ભવિષ્યમાં કદાચ મેકર્સ શોમાં મારો ટ્રેક પાછો લાવવા વિશે વિચારી પણ શકે, પરંતુ અત્યારે તો મારો રોલ પુરો થઈ ગયો છે.'

App Store

એક્ટર ઇન્દ્રનિલ સેનગુપ્તા સાથે ૧૪ વરસના દાંપત્યજીવન બાદ ૨૦૨૨માં છુટી પડેલી બરખા માટે એકતા કપૂરની સીરિયલમાં પરસ્ત્રીનું પાત્ર ભજવવું સહેલું નહોતું.  'સદભાગ્યે એકતાએ અમુક મેચ્યોરિટી સાથે મારું કેરેક્ટર ઘડયું હતું. નોઈના એક એવી સ્ત્રી છે જે કોટા માણસના પ્રેમમાં પડે છે અને ખોટી પસંદગીઓ કરે છે. એ પોતાની કરણીને વાજબી ઠેરવવાનો પ્રયાસ પણ કરે છે. પરંતુ અંતે તો જે ખોટું છે એ ખોટું જ છે. સીરિયલમાં મિહિરની પત્ની તુલસી જે કડવા અનુભવમાંથી પસાર થાય છે એ હું બરાબર સમજી શકું છું. કોઈ સ્ત્રી સાથે આવું ન થવું જોઈએ. રિયલ લાઈફમાં મેં આ વિકટ પરિસ્થિતિ જોઈ છે અને એટલે જ હું કદી પરસ્ત્રી ન બની શકું.'

બરખા ૨૦૨૨માં ભલે ઇન્દ્રનિલથી છુટી પડી ગઈ હોય પણ હજુ એમના ઓફિશિયલ ડિવોર્સ થયા નથી. એ  કહે છે, 'આપણાં જીવનમાં મુશ્કેલી પરિસ્થિતિઓ આવે છે ત્યારે સમય જ એનો સૌથી મોટો હીલર (ઉપચારક) બની રહે છે. જીવનમાં બીજી ઘણી મહત્ત્વની વાતો છે અને તમે બધુ ભૂલીને આગળ શું કરવું છે એના પર ફોકસ કરવા લાગો છો. દરેક વ્યક્તિને પોતાનો ભૂતકાળ ભુલાવવા માટે વખત લાગે છે. એક તબક્કા પછી ભૂતકાળનું ખાસ મહત્ત્વ નથી રહેતું. હું એ સ્ટેજ પર પહોંચી ગઈ છું, મારો ભૂતકાળ મારા માટે જરાય મહત્ત્વનો નથી. હવે હું મારા સુખ માટે કોઈના પર આધાર નથી રાખતી. છેલ્લા થોડા વરસોએ મને એક વાત શીખવી છે કે તમારે માત્ર તમારી જાત પર આધાર રાખવો જોઈએ. એટલે હું મારી દીકરી મિયરા અને મારા માટે એક હેપ્પી માહોલ બનાવી રહી છું. આઇ એમ હેપી....'