Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : I am a 36-year-old single woman. I have no desire to get married in the future

Sahiyar: છેલ્લા એકાદ વર્ષથી મારાં બંને સ્તનમાંથી સતત દૂધ નીકળે છે,મેં કોઇ કુકર્મ કર્યું નથી છતાં ......

Timeછેલ્લું અપડેટ : 06 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Sahiyar: છેલ્લા એકાદ વર્ષથી મારાં બંને સ્તનમાંથી સતત દૂધ નીકળે છે,મેં કોઇ કુકર્મ કર્યું નથી છતાં ......
સોર્સ : GSTV

કાયા છો. પણ હવે લગ્ન થઇ જ ગયાં છે એટલે શક્ય હોય તો તેને  નિભાવવા સારા. પણ તેમ છતાં અયોગ્ય વર્તાવ અને અન્યાયપૂર્ણ ત્રાસ સહન કરવાની સલાહ તો નથી.

App Store


હજી તમારી ઉંમર નાની છે. તે જોતાં જો  તમારો પતિ તમને સારી રીતે રાખવાની ખાતરીલાયક બાંહેધરી આપે તો તેની સાથે રહો. તેથી બાળકોનું ભાવિ (અને વર્તમાન) સુધરશે. પણ તેની સાથે રહેવા જતાં પહેલાં એ બરાબર સ્પષ્ટ કરી લેજો કે તમે આગળ ભણવા માગો છો અને નોકરી પણ ચાલુ રાખવા માગો છો. જો તે બંને બાબતો સ્વીકારે તો જ ત્યાં જાવ. નોકરી છોડવા તૈયાર થશો નહિ. ઉપરાંત હવે વધારે બાળકો ન થાય તે માટે ઓપરેશન કરાવી લો.

જો તમારો પતિ તમારી શરતે તમને રાખવા તૈયાર ન થાય તો તમે તમારા મા-બાપને ત્યાં રહેવાનું ચાલુ રાખો. નોકરી ચાલુ રાખો. બાળકોને ઉછેરો અને આગળ અભ્યાસ પણ ચાલુ રાખો.

પ્રશ્ન: હું ૨૨ વર્ષની અપરિણીત યુવતી છું. છેલ્લા એકાદ  વર્ષથી મારાં બંને સ્તનમાંથી સતત દૂધ નીકળે છે. મેં કોઇ કુકર્મ કર્યું નથી. એલોપથી, હોમિયોપથી અને આયુર્વેદ વગેરે તમામ પ્રકારની દવાઓ લઇ જોઇ, છતાં કોઇ ફેર પડયો નથી. ઘરમાં ગેરસમજ ઊભી ન થાય એ માટે કોઇને વાત પણ કરી શકતી નથી. ડૉક્ટરનું કહેવું છે કે આનું કારણ હોર્મોન્સમાં થતાં ફેરફાર હશે. જોકે મને નિયમિત માસિકસ્ત્રાવ આવે છે, તમારા મતે આમ થવાનું કારણ શું હોઇ શકે? શું આની કોઇ દવા  નથી? હું અત્યંત ચિંતિત છું. આજકાલ ઘરમાં મારા લગ્નની વાતો પણ ચાલે છે. શું કરું.

એક બહેન  (વડોદરા)

જવાબ: તમારા પત્ર પરથી એમ લાગે છે કે, તમને 'ગૈલેક્ટોરિયા' નામનો રોગ થયેલ છે. 'ગૈલેક્ટોરિયા' થવાનાં અનેક કારણો હોઇ શકે છે. એમાં 'પ્રોલેક્ટિન' નામના હોર્મોન્સનું પ્રમાણ વધી જાય છે. તમને આમ શામાટે થાય છે, એ જાણવા માટે ડૉક્ટરી તપાસની સાથોસાથ હોર્મોન્સની તપાસ પણ કરાવવી જરૂરી છે. થાઇરોડ ગ્રંથિ યોગ્ય રીતે કામ ન કરતી હોય, પીયૂષગ્રંથિ અંગેની કોઇ મુશ્કેલી હોય  અથવા વિશિષ્ટ પ્રકારની રસોળી વગેરે કારણો  એના માટે જવાબદાર હોઇ શકે છે. હોર્મોન્સ અંગેની તપાસ કર્યા પછી જ યોગ્ય રીતે સારવાર થઇ શકે. જોકે સામાન્ય રીતે 'બ્રામોક્રિપ્ટન' નામની દવાથી પ્રોલેક્ટિનનું પ્રમાણ નિયંત્રિત કરીને આ રોગને અમુક અંશે કાબૂમાં લઇ શકાય.

મારા મતે તમારે કોઇ કુશળ ઇંડોક્રાઇનોલોજિસ્ટની સલાહ લેવી જોઇએ.  આ માટે તમારા માતા-પિતાને વિશ્વાસમાં લઇને તેમને વાત કરો. જ્યાં સુધી આ મુશ્કેલીનો ઉકેલ ન આવે, ત્યાં સુધી લગ્ન ન કરો એ વધારે સારું રહેશે. સમસ્યાનો ઇલાજ છે, માટે નિરાશ થવાની જરૂર નથી.

- અનિતા