Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Home remedy to remove pigmentation, dark circles and blackheads on the skin

Sahiyar: આ ઘરગથ્થુ ઉપાય સહેલાઈથી દૂર કરશે ત્વચા પરનું પિગ્મેન્ટેશન, ડાર્ક સર્કલ્સ અને બ્લેકહેડ્સ

Timeછેલ્લું અપડેટ : 18 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Sahiyar: આ ઘરગથ્થુ ઉપાય સહેલાઈથી દૂર કરશે ત્વચા પરનું પિગ્મેન્ટેશન, ડાર્ક સર્કલ્સ અને બ્લેકહેડ્સ
સોર્સ : GSTV

- જયવિકા આશર

App Store

પિગ્મેન્ટેશન, ડાર્ક સર્કલસ, બ્લેકહેડ્સ અને રૂક્ષ ત્વચા  જેવી સમસ્યાઓ ત્વચા પર થવાથી ત્વચાની સુંદરતાનો નાશ કરી નાખતી હોય છે. તેથી ત્વચા પરની આવી સામાન્ય તકલીફો દૂર કરવા માટે વિવિધ  ઘરગથ્થુઓ ઉપચાર કરવાથી રાહત થાય છે અને ત્વચા સુંદર, ચમકીલી થાય છે.  

પિગ્મેન્ટેશન

પિગ્મેન્ટેશન એટલે કે ત્વચા પરની ઝાંયની સમસ્યા ત્વચાની સુંદરતા બગાડે છે. પરિણામે મહિલાઓ વિવધ ઉપચારની મદદ લેતી હોય છે. પરંતુ યોગ્ય ઉપાય વગર ધાર્યું પરિણામ મેળળી શકાતું નથી. સામાન્ય રીતે પિગ્મેન્ટેશન ઘણા કારણોસર થતું હોય છે. જેમ કે તડકામાં સતત રહેવું, હોર્મોનલ બદલાવ, ગર્ભનિરોધક ગોળીઓનું સેવન, હાઇ બ્લડ પ્રેશર વગેરે માટે લેવામાં આવતી દવાઓ અથવા તો વિટામિન બી ૧૨ની ઊણપ, હલકી ગુણવત્તાવાળા કોસ્મેટિક્સના ઉપયોગ વગેરેને કારણે પિગ્મેન્ટેશનની સમસ્યા થાય છે. 

ઉપાય:

૨ ચમચા ટમેટાના રસમાં એક ચમચી લીંબુનો રસ ભેળવી નિયમિત ચહેરા પર લગાડવાથી ઝાંય આછી થાય છે. 

એક નાના બાઉલમાં બે ટી સ્પૂન લીંબુ તથા ૨ ટી સ્પૂન ખીરાનો રસ ભેળળી ચહેરા પર લગાડી ૨૦ મિનીટ રહી ચહેરો ધોઇ નાખવો. 

ચહેરા પર સ્ટ્રોબેરી, કાચા પપૈયાની પેસ્ટ અથવા તો કાચા બટાકાનો રસ લગાડવાથી ફાયદો થાય છે. 

ડાર્ક સર્કલ

અપૂરતી નિંદ્રા, વધારે પડતો થાક, પોષક તત્વોની ઊણપ, હોર્મોન્સનું અસંતુલન આંખની આસપાસના કાળા કુંડાળા માટે જવાબદાર હોય છે. આંખની આસપાસની ત્વચા વધુ પડતી સંવેદનશીલ હોવાથી તેની કાળજી પ્રત્યે વધુ ધ્યાનઆપવું પડે છે. 

ખીરા તથા ફુદીનાના પાનની પેસ્ટ બનાવી બે-ત્રણ ટીપાં લીંબુનો રસ ભેળળી લગાડવાથી ડાર્ક સર્કલ આછા થાય છે. 

બ્લેકહેડ્સ

બ્લેકહેડ્સની સમસ્યા તૈલીય ત્વચા ધરાવનારને વધુ થતી હોય છે. ત્વચામાંથી નીકળતું ઓઇલ રોમછિદ્રોમાં જમા થઇ જવાથી  બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સની તકલીફ થાય છે. ઉપરાંત હોર્મોન્સનું અસંતુલન, મેકઅપને રાતના ચહેરા પરથી દૂર ન કરવાથી પણ બ્લેકહેડ્સ થાય છે.  

ઉપાય:

ગ્રીન એપલને વાટી ચહેરા પર લગાડવું અને સુકાઇ જાય પછી હળવેથી રગડીને દૂર કરવાથી બ્લેક હેડસ દૂર થાય છે. 

તજના પાવડરમાં લીંબુનો થોડો રસ ભેળવી પ્રભાવિત સ્થાને લગાડવાથી  ફાયદો થાય છે. 

રૂક્ષ ત્વચા

પાણીની ઊણપ, રૂક્ષ સાબુનો ઉપયોગ,હલકી ગુણવત્તા  ધરાવતા સૌંદર્ય પ્રસાધનોથી ત્વચા રૂક્ષ થવાની સમસ્યા થાય છે. 

ઉપાય:

૩ ટેબલ સ્પૂન ગુલાબજળમાં એક ટેબલસ્પૂન ગ્લિસરીન ભેળળી ત્વચા પર લગાડવું અને અડધો કલાક પછી ધોઇ નાખવાથી ત્વચા મુલાયમ થશે. 

અડધા ટેબલ સ્પૂન મધમાં એક ટેબલસ્પૂન ગુલાબજળ અને  એક ટી સ્પૂન મિલ્ક પાવડર ભેળવીને પેસ્ટ બનાવીને ચહેરા પર તથા ગરદન પર લગાડી ૨૦ મિનીટ પછી ધોઇ નાખવું. 

ઇંડાની રકદી લગાડવાથી પણ રૂક્ષ ત્વચા દૂર  કોમળ થાય છે.