Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Holy Bible promises that show the way to life

Dharmlok :  અંધકારમાંથી અજવાળા તરફ: બાઈબલના પવિત્ર વચનો જે જીવનને માર્ગ બતાવે છે

Timeછેલ્લું અપડેટ : 23 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Dharmlok :  અંધકારમાંથી અજવાળા તરફ: બાઈબલના પવિત્ર વચનો જે જીવનને માર્ગ બતાવે છે
સોર્સ : gstv

હજારો વર્ષ પૂર્વે જ્યારે સુર્ય કે ચંદ્રના પ્રકાશનો કોઈ વિકલ્પ ન હતો ત્યારે કૃત્રિમ રીતે પ્રકાશ મેળવવાની જુદી જુદી પધ્ધતિ અને સાધનોના સમયમાં દીવાની રચના થઈ. જે આજની તારીખ અને આવતા સમયોમાં પણ દીવો દરેક જગ્યાઓમાં અને દરેક સારા-માઠા પ્રસંગો એ દીવો સળગતો જ રહે છે. અને તેને સૌ જોઈ પણ શકે છે ?

App Store

બાઈબલના વચનોમાં પણ દીવા વિષે આ જણાવેલું છે. અને દીવો કરીને તેને માપ નીચે નહિ, પણ દીવી પર મૂકવામાં આવે છે. ત્યારે ઘરના બધાંને તે અજવાળું આપે છે. તેમજ તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી સારી કરણીઓ જોઈને આકાશમાંના તમારા પિતાની સ્તુતિ કરે.

આ સાથે ઇશ્વરે માણસને ઉત્પન્ન કર્યો અને તેના શરીરનાં અંગોની રચના કરી. તેમાં એક સૌથી અગત્યનું અંગ માનવ શરીરમાં મુક્યુ તેની સમજ બાઈબલમાં આ પ્રમાણે જણાવી છે. કે શરીરનો દીવો આંખ છે એ માટે જો તારી આંખ નિર્મળ હોય તો તારું આખું શરીર પ્રકાશથી ભરેલું થશે, પણ જો તારી આંખ ભૂંડી હોય તો તારુ આખું શરીર અંધકારે ભરેલું થશે માટે તારામાં જે અજવાળું છે. તે જો અંધકારરૂપ હોય તો તે અંધકાર કેટલો મોટો. (માત્થી ૬: ૨૨,૨૩)

દિવાળીમાં લોકો દીવા મુકે છે. અને દિવા પ્રગટાવવાથી અંધકાર થાય છે. દિવાળી જીવનમાં નવી શરૂઆત અને દુષ્ટતાના સંતનું પ્રતીક છે. દિવાળીએ હિન્દુ ધર્મનો સૌથી મોટો અને મહત્ત્વપૂર્ણ તહેવાર છે. ફક્ત પ્રકાશનું પર્વ નહી પણ દરેકના જીવતમાં ખૂશી અને આનંદ પ્રગટાવી જાય છે. જગત પર મનુષ્ય તરીકે જીવન જીવવું એ મુલ્યવાન ભેટ છે. જેને સમજવી જ રહી. માનવજાત તરીકે આપણે સૌ દિવાળીના દીવાની જેમ પ્રકાશ પાથરીએ સૌના જીવનોમાં ખુશીઓ ભરી દઈએ અને સૌને એ માર્ગે ચલાવીએ જેથી આવતા તમામ વર્ષો લોકો શાંતિમય સાથે પસાર કરે.

- જયપ્રકાશ ડી. રોય