Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : From Dayaben to Angoori Bhabhi, these TV stars suddenly left the industry

દયાબેનથી લઈને અંગૂરી ભાભી સુધી, આ ટીવી સ્ટાર્સે અચાનક છોડી દીધી સિરિયલ

Timeછેલ્લું અપડેટ : 03 Jul 2026
લાઇવ ટીવીGoogle News
દયાબેનથી લઈને અંગૂરી ભાભી સુધી, આ ટીવી સ્ટાર્સે અચાનક છોડી દીધી સિરિયલ
સોર્સ : gstv

ટેલિવિઝનના ઘણા કલાકારોએ શોની લોકપ્રિયતા વચ્ચે શો ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીને અંગત કારણોસર છોડી દેવાનો નિર્ણય લીધો હતો.

App Store

દિશા વકાણી

દિશા વકાણી દયાબેનના પાત્રમાં 'તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા'માં જોવા મળી હતી. તે 2017માં મેટરનિટી લીવ પર ગયા પછી તે હજી સુધી શોમાં પાછી નથી ફરી. તે દયાબેનના પાત્રમાં ફરી જોવા મળશે તેવી અફવાઓ વારંવાર ચગી હતી. પરંતુ દિશા વકાણીનો શો છોડવાનો નિર્ણય હજી સુધી બદલાયો નથી.

અનસ રશીદ

'દિયા ઔર બાતી હમ' માં અનસ રશીદ લીડ રોલમાં જોવા મળ્યો હતો. સીરિયલ પુરી થયા પછી અભિનેતાએ ઇન્ડસ્ટ્રીને છોડી દેવાનો નિર્ણય લઇને લોકોથી દૂર જતો રહ્યો હતો.

સના ખાન

ભૂતપૂર્વ મોડેલ અને અભિનેત્રી સારા ખાને મનોરંજન ઇન્ડસ્ટ્રી છોડીને ધાર્મિક માર્ગે જવાનો નિર્ણય લીધો હતો. હવે તે પોતાના ધર્માના કાર્ય માટે ચર્ચામાં છે.

અનધા ભોંસલે

અનાધા ભોસલેએ 'અનુપમા' માં કામ કર્યા પછી અભિનયની દુનિયાને તિલાંજલી આપી દેવાની ઘોષણા કરી હતી. અભિનેત્રીએ મનોરંજનની દુનિયામાં ગંદુ રાજકારણ અને દબાણ હોવાનો આક્ષેપ કર્યો હતો. આ પછી તે ધર્મના માર્ગે વળી ગઈ હતી.

મોહના કુમારી સિંહ

મોહના કુમારી સિંહ એક તાલીમ લીધેલી ડાન્સર અને અભિનેત્રી હતી. તે 'યે રિસ્તા ક્યા કહલાતા હૈ' માં અભિનય કરીને ઘરઘરમાં લોકપ્રિય થઈ હતી. મોહના કુમારીએ 2019માં લગ્ન કર્યા પછી પોતાના અંગત જીવન અને પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય લીધો હતો.

સંગ્રામ સિંહ

સંગ્રામ સિંહે ટેલિવિઝનના ઘણા શોમાં વિવિધ પાત્રો ભદવ્યા હતા. જેમાં 'યે હે મહોબતે' નો પણ સમાવેશ છે. તેણે પોતાની અભિનયની કારકિર્દીને છોડીને પત્ની સાથે નોર્વેમાં સ્થાયી થવાનો નિર્ણય લીધો હતો.

મીહિકા વર્મા

'યે હે મહોબત્તે'માં તેણે યાદગાર ભૂમિકા ભજવી હતી.મીહિકા વર્માએ 2016માં લગ્ન કર્યા હતા અને અમેરિકામાં સ્થાયી થઈને પોતાની કારકિર્દીને એક નવો વળાંક આપ્યો.

નુપુર અલંકાર

ટેલિવિઝનમાં લાંબી કારકિર્દી બનાવ્યા પછી નુપુર અલંકારે ધાર્મિક માર્ગે વળવાનો નિર્ણય લઇને સન્યાસ લીધો.

સોમ્યા શેઠ

સોમ્યા શેઠે 'નવ્યા…નયે ધડકન નયે સવાલ' માં લીડ રોલ કર્યો હતો. અભિનેત્રીએ લગ્ન કર્યા પછી મનોરંજનની ઝાકઝમાળની દુનિયાને તિલાંજલિ આપીને પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

શ્રદ્ધા અર્જુન

'ચૂડિયાં' અને 'ક્રિષ્ણા અર્જુન' માં યાદગાર ભૂમિકાઓ ભજ્યા પછી શ્રદ્ધા અર્જુને અભિનયની કારકિર્દીને છોડીને ફેશન ડિઝાઇનર તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી.

શૈલેશ લોઢા

નિર્માતા સાથેના વિવાદોને કારણે શૈલેશ મહેતાએ 'તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા' થી બહાર થઈ ગયો હતો.

ચારૂ અસોપા

માતા બન્યા પછી ચારૂ અસોપાએ પોતાની અભિનયની કારકિર્દીથી બ્રેક લેવાની ઘોષણા કરી હતી. તેણે 'યે રિશ્તા હે અંજાના' શોને છોડી દીધો હતો.

નિધિ ભાનુશાલી અને ઝીલ મહેતા

'તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા' માં સોનુના મહત્ત્વના રોલ ભજવતા આ કલાકારોએ શિક્ષણ માટે મનોરંજનની દુનિયા છોડી દેવાનો ફેંસલો કર્યો હતો.

શિલ્પા શિંદે

'ભાભીજી ઘર પર હૈ' ની અંગૂરી ભાભીની ભૂમિકાને શોના સર્જક સાથે મતભેદ થતાં શો છોડી દીધો હતો. આ ઉપરાંત ઘણા કલાકારોએ મનોરજન ઈન્ડસ્ટ્રીને મતભેદ અથવા તો પોતાના અંગત કારણોસર છોડી દીધી હતી.