Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Features of GST rate on hotel-based restaurants

Business Plus: હોટલ સ્થિત રેસ્ટોરન્ટ ઉપર GSTના દરની લાક્ષણિકતાઓ

Timeછેલ્લું અપડેટ : 09 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Business Plus: હોટલ સ્થિત રેસ્ટોરન્ટ ઉપર GSTના દરની લાક્ષણિકતાઓ
સોર્સ : GSTV

- વેચાણવેરો

App Store

- સોહમ મશરુવાળા

GST કાયદા હેઠળ સરકાર દ્વારા વિચિત્ર જોગવાઈ પ્રથામાં કોઈ ફેરફાર જણાતો નથી. દુવિધાભર્યા અર્થઘટન અને રેટ નોટિફિકેશનની માયાજાળમાંથી લાચાર વેપારી ખૂબ જ કટોકટી અનુભવે છે અને વિવાદમાં માથા પછાડવાનો ભય સાથે લઈને ચાલે છે. GST કાયદા હેઠળ સરકાર દ્વારા હોટલ ઇન્ડસ્ટ્રી અને તેમા ચાલતા ખાણી-પીણીની સેવા ઉપર GST નો દર અવાર-નોવાર સુધારવામાં આવ્યો છે. વધુમાં તારીખ ૧.૪.૨૦૨૫ થી ખૂબ જ અગત્યનો અને ખતરનાક સુધારો કરવામાં આવ્યો છે.

તારીખ ૩૧.૩.૨૦૨૬ પહેલા કરવાનું કાર્ય દરેક હોટલ જેમાં રેસ્ટોરન્ટ ચાલે છે તે તમામ એકમો દ્વારા તારીખ ૩૧.૩.૨૦૨૬ પહેલા દરેક ધંધાના સ્થળ માટે GST પોર્ટલ ઉપર સોગંદનામું આપવાનું છે કે તે ધંધાનું સ્થળ 'સ્પેસિફાઈડ પ્રિમાઈસીસ' છે કે નહીં. ખાસ નોંધ લેવી આવુ સોગંદનામુ અગાઉ તારીખ ૩૧.૩.૨૦૨૫ પહેલા નાણાંકિય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ખાતામાં જમા કરાવવાનું હતું અને હવે આ વર્ષે ફરજીયાત GST પોર્ટલ ઉપર ચઢાવવાનું છે નિયત ફોર્મમાં.

સરકારનો અમૂલખ પરિપત્ર

CBIC દ્વારા તારીખ ૪ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ પરિપત્ર ક્રમાંક ૨૭-૦૧-૨૦૧૮- GST દ્વારા એમ ખુલાસો કર્યો હતો કે જ્યારે રૂમનું ડિકલેર્ડ ટેરીફ રૂ.૭૦૦૦ હોય તે વખતે જો કસ્ટમર દ્વારા વધુ બેડ (Extra Bed) લેવામાં આવે તે વખતે આવી અલગ સુવિધાને કોઈ ડિકલેર્ડ ટેરીફનો ભાગ ગણવાનો થાય નહીં. ખાસ નોંધ લેવી કે રેસ્ટોરન્ટ સેવા માટે ડિકલેર્ડ ટેરીફનો ભાગ મૂખ્ય છે. GSTનો દર નક્કી કરવા માટે.

હોટલ અને રેસ્ટોરન્ટ

જે હોટલનું ડિકલેર્ડ ટેરિફ રૂમ માટે રૂ ૭૪૯૯ થી વધુ હોય તેવી હોટલને સ્પેસિફાઈડ પ્રિમાઈસીસ ગણવાની થાય અને આવી હોટલમાં સ્થિત રેસ્ટોરન્ટની સેવા ઉપર ૧૮ % GST નો દર લાગશે. અન્ય કિસ્સાઓમાં રેસ્ટોરન્ટ સેવા ઉપર ૫% GSTનો દર લાગશે.

સ્પેસિફાઈડ પ્રિમાઇસીસની વ્યાખ્યામાં ફેરફાર તારીખ ૧.૪.૨૦૨૫ થી આવ્યો છે જેમાં એમ વ્યાખ્યા આપી છે કે જો હોટલ એકોમોડેશનની યૂનીટની રકમ રૂ ૭૪૯૯ વધુ અગાઉના નાણાકિય વર્ષમાં હોય તેવા કિસ્સામાં ચાલુ વર્ષ માટે હોટલ સ્પેસિફાઈડ પ્રિમાઈસીસ ગણાશે અને ચાલુ વર્ષ માટે રેસ્ટોરન્ટની સેવા ઉપર ૧૮% GST લાગશે. ખાસ નોંધ લેવી કે ડિકલેર્ડ ટેરિફની વ્યાખ્યા તારીખ ૨૮.૬.૨૦૧૭ થી લઈને આજ રોજ સુધી સમાંતર રહી છે અને તારીખ ૩૧.૩.૨૦૨૫ સુધી સ્પેસિફાઈડ પ્રિમાઈસીસની વ્યાખ્યા પણ સમાંતર રહી છે. આમ, ખુબ કાળજી લઈ અને હોટલ રૂમમાં રહેવા માટે કેટલી અવેજ લીધી તે ખૂબ ધ્યાનથી ચકાસીને સોગંદનામા ભરવા અને યોગ્ય GST વેરાના દરે GST વસુલીને સરકારમાં જમા કરાવવો.