Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Which is the safest country in the world for women?

Business Plus: મહિલાઓની સલામતી માટે આ દેશ છે વિશ્વમાં સૌથી સલામત

Timeછેલ્લું અપડેટ : 09 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Business Plus: મહિલાઓની સલામતી માટે આ દેશ છે વિશ્વમાં સૌથી સલામત
સોર્સ : GSTV

મહિલાઓ અને બાળકો માટે વિશ્વમાં સોથી સલામત દેશ ક્યો તે પ્રશ્નનો જવાબ આપતા ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર બ્રેટ લી કહે છે કે મારા મતે દુબઇ સૌથી સલામત દેશ છે. બ્રેટ લી પોતે ઓસ્ટ્રેલિયાનો છે છતાં તેણે દુબઇ પર પસંદગી ઉતારી છે. સમાન્ય રીતે સ્પોર્ટસ સાથે સંકળાયેલા લોકો યુએઇ પસંદ કરતા આવ્યા છે પરંતુ હવે અનેક ખેલાડીઓએ દુબઇમાં ઘર લઇ લીધું છે. ૪૯ વર્ષના બ્રેટલીએ કહ્યું હતું કે હું ૨૦ વર્ષથી યુએઇનો પ્રવાસ કરતો આવ્યો છું પરંતુ દુબઇને હું મહિલાઓ માટે સલામત ગણું છું. દેનૂબ નામની કંપનીનો તે બ્રાન્ડ એમ્બેસેડોર છે.

App Store

- અમિતાભે  અયોધ્યામાં જમીન ખરીદી

અભિનેતા અમિતાભ બચ્ચને  અયોધ્યામાં ૩૫ કરોડના ખર્ચે ૨.૬૭ એકર જમીન ખરીદી છે. અભિનંદન લોઢા રીયાલ્ટી ફર્મે અમિતાભ બચ્ચનને જમીન વેચી હતી. ધાર્મિક શહેર અયોધ્યામાં અમિતાભે જમીન ખરીદી તેને ખાનગી રાખવા પ્રયાસ કરાયો હતો. અમિતાભે ૧૦,૦૦૦ સ્કેવર ફૂટના પ્લોટમાં પણ રોકાણ કર્યું છે. જે કંપની પાસેથી અમિતાભે જમીન ખરીદી છે તે કંપની HoABLએ છેલ્લા પાંચ વર્ષમાં ૧૩ મિલીયન સ્કેવર ફૂટ જમીન વેચી છે. કંપનીની અલિબાગ, અયોધ્યા, વૃંદાવન, દપોલી,ગોવા વગેરે સ્થળો પર જમીનો ધરાવે છે. 

- સર્વમ AI નવોદિતોની વહારે

ભારતમાં AIક્ષેત્રે આગળ વધનારાઓ માટે સર્વમAIએ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ શરૂ કર્યો છે. જે સ્ટાર્ટઅપને ૧૨ મહિના સુધી એપીઆઇ ક્રેડીટ, સર્વમ લેન્ગવેજના AI ટૂલ્સનો ઉપયોગ અને ડાયરેક્ટ એન્જીન્યરીંગ સપોર્ટ આપશે. ભારતમાં જે ડેવલોપર્સ AIઆધારીત સ્ટાર્ટઅપ તૈયાર કરવા માંગતા હશે તેમને સર્વમના એન્જીન્યરોના આઇડયાનો લાભ  મળશે. ગયા મહિને જ્યારે દિલ્હી ખાતે ઇમ્પેક્ટ સમિટ યોજાઇ ત્યારે સર્વમ AI છવાઇ ગયું હતું. સ્ટાર્ટઅપમાં પ્રોડક્ટ ડેવલોપમેન્ટ મહત્વનું હોય છે. સર્વમ AI નવા સ્ટાર્ટઅપને મદદ એટલા માટે કરે છે કે તેનાથી સ્ટાર્ટઅપની ઇકો સિસ્ટમ ઉભી થાય જે દેશને લાભ કરી શકે છે.