Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Deepika Padukone continued shooting and working despite being pregnant

Chitralok : માતૃત્વ અને કરિયરનો સુંદર સમન્વય: ગર્ભવતી હોવા છતાં દીપિકા પદુકોણે શૂટિંગ અને કામ ચાલુ રાખ્યું

Timeછેલ્લું અપડેટ : 15 May 2026
લાઇવ ટીવીGoogle News
Chitralok : માતૃત્વ અને કરિયરનો સુંદર સમન્વય: ગર્ભવતી હોવા છતાં દીપિકા પદુકોણે શૂટિંગ અને કામ ચાલુ રાખ્યું
સોર્સ : gstv

દીપિકા પદુકોણની બીજી પ્રેગ્નન્સીના સમાચાર વહેતા થયા ત્યારથી જ ચાહકોમાં ભારે ઉત્તેજના છે. જોકે, દીપિકા આ સ્થિતિમાં વિચલિત થયા વિના આગામી છ મહિનાનું વર્ક શેડયૂલ તૈયાર કરી ચૂકી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બીજા બાળકના જન્મ આડે હજુ અંદાજે ૧૮૦ દિવસ બાકી છે. દીપિકાએ આ સમયગાળાના દરેક કલાકનું આગોતરું આયોજન કરી લીધું છે, જેથી તેની ડાયરી હાલ ફિલ્મો અને કમશયલ એડ્સના શૂટિંગથી 

App Store

પેક છે. નોંધનીય છે કે, ગર્ભાવસ્થા દરમિયાન જ દીપિકા ભારતીય સિનેમાની બે સૌથી મોટી ફિલ્મોનું શૂટિંગ પૂર્ણ કરશે. અલ્લુ અર્જુન સાથેની ફિલ્મ 'રાકા' અને શાહરુખ ખાનની ફિલ્મ 'કિંગ' - આ બંનેમાં તે એક્શન સીન્સ કરતી જોવા મળશે. 'રાકા'નું શૂટિંગ શરૂ થઈ ગયું છે, જે ગર્ભાવસ્થાના અંતિમ દિવસો સુધી ચાલવાની શક્યતા છે. આ ફિલ્મનું પ્રથમ શેડયૂલ પૂર્ણ કરી દીપિકા 'કિંગ'ના શૂટિંગ માટે સાઉથ આફ્રિકા રવાના થશે. ત્યાં ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ શાહરુખ અને દીપિકા પર એક ગીત ફિલ્માવશે, સાથે જ દીપિકા ત્યાં એક્શન-પેક્ડ ક્લાઈમેક્સ સિક્વન્સનું શૂટિંગ પણ કરશે. આ શેડયૂલમાં સુહાના ખાન અને અભિષેક બચ્ચન પણ જોડાશે.

પ્રેગ્નન્સીમાં આવું પડકારજનક કામ કરવું સરળ નથી, પરંતુ દીપિકાનું લોખંડી મનોબળ તેને ભારતની નંબર વન હિરોઈન બનાવે છે. અગાઉ, તેની પ્રથમ પુત્રી દુવાના જન્મ સમયે પણ ચોથા મહિને તેણે 'સિંઘમ અગેન'માં 'શક્તિ શેટ્ટી'ના પાત્ર માટે કઠિન એક્શન સીન્સ શૂટ કર્યાં હતાં. તેની આ નિા જોઈ રોહિત શેટ્ટી પણ પ્રભાવિત થયા હતા.

શિસ્ત દીપિકાને વારસામાં મળી છે. બેડમિન્ટન લેજન્ડ પ્રકાશ પદુકોણની પુત્રી હોવાથી સમયનું મૂલ્ય તે સારી રીતે સમજે છે. જોકે, આ બીજી પ્રેગ્નન્સી તેના અને રણવીર સિંહ માટે એક સુખદ આશ્ચર્ય સમાન છે. 'રાકા' સાઈન કર્યા બાદ આ સમાચાર મળતા તેણે તરત જ મેકર્સને ફોન કરી જાણ કરી હતી અને ખાતરી આપી હતી કે તેના કારણે શૂટિંગમાં કોઈ વિલંબ નહીં થાય. દીપિકાનું આવું પ્રોફેશનલિઝમ જોઈ સાઉથના ફિલ્મમેકર્સ પણ રાજી થયા છે.