Sahiyar : સ્ત્રીની કાયાની કુદરતી ગંધ કૃત્રિમ સુગંધ કરતાં બહેતર

આજના જમાનામાં મિત્રતા અને પ્રેમના સંબંધો તો યુવકયુવતીઓ માટે હવાપાણી વિના જીવાય નહીં તેમ તેમની એક પાયાની જરૂરિયાત બની ચૂક્યા છે. એટલે જ્યારે કોઈ યુવતીને બોયફ્રેન્ડ ડેટ પર લઈ જવા માટે તેની ખુશામત કરે છે ત્યારે તે યુવતીને લાગે છે કે જાણે તેને આખી દુનિયાની ખુશીઓ મળી ગઈ. તે પછી ડેટ પર જવા માટે નક્કી કરેલા દિવસે તે યુવતી પોતે એવી રીતે સાજસજાવટ કરે છે કે જાણે કોઈ પણ રીતે ઐશ્વર્યા રાય કે પ્રિયંકા ચોપરા કરતાં કમ ન દેખાય.
પહેલી ડેટ જવાના હો ત્યારે તમારો પોશાક અને વાળની સજાવટ કેવા હોવા જોઈએ,એ વિશે વાત કરતાં ઘણાં લખાણો છાપાં-મેગેઝીન પણ સતત છપાતાં હોય છે. પોતાની શારીરિક રચના અને રંગ પ્રત્યે અવગણના કરી યુવતીઓ આવી સલાહ અજમાવે પણ છે.
પરંતુ વિજ્ઞાાન આધારિત સંશોધનના આધારે જે જાણકારીઓ પ્રાપ્ત થઈ છે,તે હિસાબે તો લિપસ્ટિક,પાઉડર અને પર્ફ્યૂમ પર કેટલી સુંદરતાના બદલે તમે જો 'જેવા છો તેવા જ રહો',વળી ઈમાનદારી સાથે તમારા બોયફ્રેન્ડની સામે જશો તો તમારી કુદરતી ખૂબસૂરતીનો જાદુ તમારા બોયફ્રેન્ડના મન અને મગજ પર છવાઈ જશે અને આ પ્રભાવ જ કાયમી પ્રભાવક સાબિત થશે. કેવી રીતે? આ સવાલનો જવાબ નીચે લખેલા અભ્યાસ પરથી મળી જશે.
વિયેનામાં થયેલા એક સંશોધન અનુસાર,બેશક ઘણી યુવતીઓ કૃત્રિમ રીતે તૈયારકરેલ ઉત્તેજક શરીર અને દિલકશ અદાઓની સહાય દ્વારા પોતાના પ્રેમી યુવકને પોતાની સૌંદર્ય જાળમાં ફસાવવામાં સફળ થઈ જાય છે. પ્રેમીને પોતાનો દીવાનો બનાવી લે છે,પરંતુ કૃત્રિમ ખૂબસૂરત રૂપનું આ આકર્ષણ વધારે લાંબા સમય સુધી નથી ચાલતું.
એટલે ઘણા સમય પછી એવી યુવતીઓ પ્રત્યેનું આકર્ષણ પ્રેમીના મગજ પરથી ઊતરી જાય છે. આનું કારણ એ છે કે યુવકોને નકલી અદાઓ અને કૃત્રિમ તથા બનાવટી રૂપના જોરે કાયમ બાંધ રાખી નથી શકતા.
આ બાબત ઓસ્ટ્રેલિયન મનોવૈજ્ઞાાનિકોએ એક સંશોધન દ્વારા સાબિત કરી છે. મનોવૈજ્ઞાાનિકોએ પોતાના આ સંશોધન દ્વારા સિદ્ધ કર્યું છે કે યુવકોને કૃત્રિમ સ્તન અને ક્લર્ડ વાળદ્વારા વધારે સમય સુધી આકર્ષિત નથી કરી શકાતા. અથવા તો કહીએ કે તેમને લાંબા સમય સુધી બહેકાવી નથી શકાતા. હકીકતમાં, કુદરતી સૌંદર્ય ગમે તેટલું અસ્થિર હોય પણ તે કુદરતી જ હોય છે અને કૃત્રિમ સુંદરતા કુદરતી સુંદરતાની સામે ટકી નહીં શકે.
કૃત્રિમ ખૂબસૂરતી ધરાવતી યુવતીઓના રૂપની જાળમાં ફસાયેલા એવા યુવકોને ત્યારે પોતાની બુદ્ધિ પર અફસોસ થાય છે કે જે યુવતીને તે તાજા,પ્રફુલ્લિત અને વણસ્પર્શ્યા જંગલી ફૂલ જેવું સમજતા હતા કે જે દૂરથી આકર્ષક લાગે છે,પરંતુ તેમાય સુગંધ બિલકુલ નથી હોતી. આ તો કાગળના ફૂલ જેવું નકલી નીકળ્યું કે જેને પોતાનોકોઈ રંગ કે સુગંધ નથી હોતાં. આવી કૃત્રિમ ખૂબસૂરતી વાળી યુવતીઓને યુવકો ભવિષ્યમાં ક્યારેય મળવાનું પણ પસંદ નથી કરતા.
આ સંશોધનના આધારે વૈજ્ઞાાનિકોનું કહેવું છે કે યુવકો બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ જેવી ટેક્નિક દ્વારા આકર્ષક અને સેક્સી દેખાતા સ્તન તરફ થોડા સમય માટે આકર્ષિત તો થઈ જાય છે,પરંતુ ભવિષ્યના લાંબા સમયના સંબંધો માટે યુવક એવી યુવતી પસંદ કરે છે જે કુદરતી રીતે સુંદર અંગોની માલિક હોય છે.
ઓસ્ટ્રેલિયન સેક્સ વસ્તીગણતરી દ્વારા પ્રાપ્ત થયેલા આંકડાના આધારે થયેલા સંશોધન દ્વારા સત્ય બહાર આવ્યું છે કે ૫૦ ટકા યુવતીઓને આ વાતનો બહુ અફસોસ થાય છે કે સુંદર અને સેક્સી દેખાવા માટે તેમણે કરાવેલ બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ,બોયફ્રેન્ડને પોતાની સાથે જોડી રાખવા માટેનો અસરકારક ઉપાય ન નીવડયો,કારણ કે તેના બોયફ્રેન્ડે બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટને તેની પર્સનાલિટીનો સૌથી મોટો માઈનસ પોઈન્ટ માનીને ત્યાગ કરી દીધો.
બનાવટી રૂપને બદલે જો તેઓ પોતાના કુદરતી રૂપ અને પ્રભાવશાળી સદ્ગુણો સાથે પોતાના બોયફ્રેન્ડ સામે આવ્યાં હોત તો કદાચ તેમને આ દિવસ ન જોવો પડત.
ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોનું માનવું છે કે પોતાના બોયફ્રેન્ડને પ્રસન્ન કરવા માટે ફેશનપૂજક યુવતીઓ વર્ષમાં એક અબજ ડોલર સુધીના કિંમતી પર્ફ્યૂમ અને બોડીલોશન ખરીદે છે.
આખી દુનિયાની યુવતીઓ એવું માને છે કે યુવકોને કિંમતી પર્ફ્યૂમ અને બોડીલોશનની સુગંધ ખૂબ પસંદ હોય છે. એટલે યુવતીઓ પર્ફ્યૂમ અને બોડીલોશન ખરીદવામાં કોઈ કંજૂસાઈ નથી કરતી. આવા સામાનને બોયફ્રેન્ડને પ્રસન્ન કરવાનું એક સાધન સમજીને તે આ વસ્તુઓ પાછળ ભરપૂર ખર્ચ કરે છે.
પરંતુ વાસ્તવિક્તાએ છે કે કૃત્રિમ સુગંધ કરતાં વધારે અસરકારક છે યુવતીઓની પોતાના શરીરની કુદરતી સુગંધ.
આ વાત સાબિત કરવા માટે સંશોધનકર્તાઓએ કેટલાક યુવકોને આપવા માટે બજારમાંથી બહુ પ્રચલિત પર્ફ્યૂમ છાંટેલું લેડિઝ ટીશર્ટ યુવકોને સૂંઘવા માટે આપ્યું. તે ગ્રુપના કેટલાક યુવકોને પર્ફ્યૂમ છાંટેલા તે ટીશર્ટને સૂંઘવાનું પણ ના ગમ્યું, કારણ કે તેમને તે સુગંધ ગમતી નહોતી.
પરંતુ આ સંશોધનના ત્યાર પછીના તબક્કામાં તે યુવકોને સૂંઘવા માટે એવું ટીશર્ટ આપવામાં આવેલ કે તેને પોતાના માસિકધર્મ દરમિયાન કોઈ યુવતીએ સતત ૩ રાત સુધી પહેરી રાખેલું હતું.
વૈજ્ઞાાનિક સોલ એલ મિલર અને જોન કે મેનરે જોયું કે ૩ રાત સુધી કોઈ યુવતી દ્વારા પહેરેલું ટીશર્ટ સૂંઘી લીધા પછી યુવકોએ તે ટીશર્ટને એવી રીતે ગળે વળગાડીને રાખ્યું હતું જાણે પોતાની પ્રેમિકાને ગળે વળગાડી હોય. તે ટીશર્ટને યુવકો અધીરાઈથી ચૂમી રહ્યા હતા. યુવકો તે ટીશર્ટની સુગંધ દ્વારા પ્રસન્ન થતા હતા. સ્ત્રીના શરીરની મસ્ત સુગંધથી તેમના મન-મસ્તિષ્ક પર અસર થઈ હતી. આથી આ વાત પરથી સાબિત થાય છે કે રાસાયણિક સુગંધથી કેટલાક યુવકો દૂર રહેતા હતા,તેઓ યુવતીઓની પ્રાકૃતિક મહેકવાળા ટીશર્ટ પોતાનાથી અલગ કરવા જ નહોતા ઈચ્છતા. આ અભ્યાસ પરથી આ વાત સ્પષ્ટ થાય છે કે કૃત્રિમ અને બનાવટી ખૂબસૂરતી પર યુવતીઓએ વધુ વિશ્વાસ ન કરવો જોઈએ. ખબૂસૂરતીનો ખજાનો તો પોતાના શરીર અને વ્યક્તિત્વમાં છુપાયેલા છે.
સાહિત્યમાં નારીને કુદરતી એક ઉત્તમ અને આકર્ષક દેહરચના માનવામાં આવે છે. કુદરતે આપેલી આ આકર્ષક દેહ રચના સાથે કોઈ છેડછાડ કરવાના બદલે યુવતીઓએ પોતાને મળેલા અસલી રૂપ અને રંગ સાથે જ પોતાના બોયફ્રેન્ડ સામે આવવું જોઈએ,કારણ કે વૈજ્ઞાાનિક સત્ય એ જ છે કે યુવકોને કુદરતી ખૂબસૂરતી અને નારી દેહની કુદરતી સુગંધ જ લલચાવે છે. આવી સુંદરતા અને આત્મવિશ્વાસ સાથે બોયફ્રેન્ડ સામે આવે તો યુવતીઓના મનમાં સૌથી મોટો ભય એ રહે છે કે 'મેકઅપ કર્યા વગર જો મને મારા બોયફ્રેન્ડે જોઈ લીધી તો?' આખરે એટલું જ કહી શકાય છે કે કોઈ યુવકના દિલમાં કાયમી જગ્યા મેળવવા કે બનાવવા માટે અસલી રંગરૂપ,સુશીલ વ્યવહાર,શિષ્ટાચાર અને સભ્યતા જ એવા કેટલાક ગુણો છે કે તેના વિકલ્પમાં દેખાડો કરે તેવું સૌંદર્ય ક્યારેય ન ટકી શકે.

