Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : A village girl will now study at Harvard!

Shatdal : સપનાઓને પાંખો: ગામડાની દીકરી હવે હાર્વર્ડમાં ભણશે!

Timeછેલ્લું અપડેટ : 04 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Shatdal : સપનાઓને પાંખો: ગામડાની દીકરી હવે હાર્વર્ડમાં ભણશે!
સોર્સ : gstv

- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી

App Store

ઝારખંડ રાજ્યની ૧૯ વર્ષની સીમાકુમારીની કૂવાથી પાણી ભરવાથી માંડી, હાર્વડ યુનિવર્સિટીના ઇકોનોમીક્સ સુધીની સફર, એ તેના શક્તિ સંકરણની વાત જે ભારતની દરેક યુવતી/મહિલાને પ્રેરણા આપી જાય છે. જિંદગીમાં દરેક વ્યક્તિ બે અત્યંતબિંદુઓ વચ્ચે કાર્ય કરે છે. સપનાની શરૂઆત અને સફળતાની ટોચ આ રસ્તામાં વચ્ચે આવતી મુશ્કેલીઓ, પડકારોને જે મહાત્ત કરી જાય છે તે સફળતાની ટોચ પર પહોંચે છે. રસ્તો અઘરો છે પણ અશક્ય નથી.

સીમાકુમારીની વાતની શરૂઆત થાય છે, બંગલાદેશની સરહદે જારખંડ રાજ્યના એક નાના ગામમાં સીમાકુમારીના જન્મથી. માતા-પિતા અશિક્ષિત, એક દોરા બનાવવાની કંપનીમાં વર્કર તરીકે કામ કરે. ઓગણીસ જણનું વિશાળ કુટુંબ કમાનાર નિયમિત તેના પિતા, આથી બે ટંક રોટલો માંડ નીકળતો. ઘણીવાર સાબુદાણાની કાંજી પી સીમાકુમારી અને કુટુંબીજનોને સુવાનો વારો આવતો. આમ ગરીબી અને અભાવમાં સીમાકુમારીનો ઊછેર.

જૂનવાણી વિચારમાં સીમાકુમારી મોટી થવા માંડીને નવવર્ષની થઇ. રોજ ખેતર જવું, કૂવેથી પાણી લાવવું ને માને રસોઇમાં મદદ કરી ગૃહકાર્ય કરવું તે જ તેનું રોજીંદુ જીવન હતું.

એક દિવસ તે કૂવેથી પાણી ભરી રહી હતી ત્યારે તેણીએ સામેના ચોગાનમાં કેટલીક છોકરીઓને બોલથી રમતી જોઈ. આ હતી ફૂટબોલની રમત. યુવા ફાઉનડેશન તરફથી તેના ગામ દાહમાં છોકરીઓને આ રમત શીખવાડી રહ્યા હતા. સીમાકુમારીને રસ પડયો, તેણે પૂછપરછ કરી અને ફૂટબોલની રમતની ટ્રેનીંગમાં જોડાવવાનું નક્કી કર્યું.

સીમાકુમારીની માતા ભણી નહતી પણ ગણી હતી. તેણે સીમાકુમારીની આંખોમાં કંઇક કરી છૂટવાની ચમક જોઈ હતી. આથી તેણે સીમાકુમારીને સાથ આપ્યો, બધા સાથે દલીલો કરી અને છેવટે સીમાકુમારીને ફૂટબોલ ટીમમાં જોડાવવાની કૌટુમ્બિક ને સામાજિક પરવાનગી આપવી.

આ સીમાકુમારીના જીવનનું ટર્નીંગ પોઇન્ટ. સીમાકુમારીએ ફૂટબોલની દાહુની ટીમમાં પ્રવેશ લીધો. તે ઘરની બધી જ જવાબદારીઓ, ખેતરનું કામ, કૂવે પાણી ભરવાનું કામ, વગેરે બધુ જ ગૃહકાર્ય કરીને રમવા જતી ને ફૂટબોલ ટ્રેનીંગ લેવા માંડી. જોતજોતામાં સીમાકુમારી ફૂટબોલની કીક નિષ્ણાત ગોલકીપર બની ગઈ. આ ફૂટબોલની કીકે, સીમાકુમારીનું જીવન બદલી નાખ્યું. સીમાકુમારી ઝારખંડ રાજ્યની ફૂટબોલ ટીમ માટે પસંદગી પામી અને પ્રથમ રાજ્યકક્ષાએ પછી રાષ્ટ્રીયકક્ષાએ અને પછી યુએસએના સીએટલમાં ફૂટબોલની રમત રમવા જવાનું થયું.

સીમાકુમારીએ દુનિયાની બીજી યુવતીઓ, મહિલાઓનાં સપનાં જોયા, શિક્ષણનું મહત્ત્વ જોયું અને આધુનીક વિચારસરણી જોઈ. તેને સમજાયું કે યુવતીઓ લગ્ન, દાંપત્યજીવન, બાળકોને ઘરેલું હિંસા, છોકરીઓ સાથેના નકારાત્મક વિચારોથી ઉપર એક દુનિયા છે, 

જેનું પ્રથમ ચરણ છે શિક્ષણ. તેણે નક્કી કર્યું કે હું ગમે તેમ કરી ભણીશ. ને કુદરતે તેનાં સ્વપ્નોના દ્વાર ખોલી આપ્યાં. આ જ યુવા ફાઉન્ડેશને જોયું કે, સીમાકુમારી જેવી અનેક છોકરીઓ ભણવા માગે છે અને તેમનામાં હોંશ અને આવડત છે, એ જોઈ દાહુમાં શાળા ખોલી અને સીમાકુમારીએ ભણવા જવાનું નક્કી કર્યું. સીમાકુમારી ભણવામાં પણ નીપૂણ નીવડી. સારા માર્ક્સ સાથે ધોરણો પાસ કરવા માંડી, અને ફરી વોશિંગટન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના બે દેશોના એક્સચેન્જ પ્રોગ્રામમાં પસંદગી પામી. અહીં વોશીંગટને કેંબ્રીજ યુનિવર્સિટીમાં તેણે કોલેજો જોઈ અને તેને ખ્યાલ આવ્યો કે વૈશ્વિક પ્રગતિ માટે અંગ્રેજી જરૂરી છે. આથી દાહૂ ગામ પાછા આવી તેણે અંગ્રેજી શીખવાનું શરૂ કર્યું. જોતજોતામાં તે ઘણું સારું અંગ્રેજી શીખી ગઈ. તેના વુમન પાવર એમ્પરમેન્ટે તેને સફળતાના રસ્તે આગળ વધારી દીધી.

સીમાકુમારીની શાળામાં બીજા દેશોમાંથી શિક્ષક/શિક્ષિકાઓ ભણાવવા આવતા. યુએસએથી મેરી નામના શિક્ષિકા આવ્યા, તેમણે સીમાકુમારીની હોશિયારી ને આવડત જોઈ અને હાર્વડ યુનિવર્સિટીમાં ભણવા જવાની પ્રેરણા આપી.

જે સીમાકુમારી માટે અક્ષરો કાળાભેંશ જેવા હતા, તેણીને શિક્ષણની સર્વોચ્ચ ટોચમાંની એક હાર્વડ યુનિવર્સીટીમાં જવાની પ્રેરણા મળી. એજ સામાજિક અને આર્થિક મુશ્કેલીઓ ઘરનો વિરોધ અને કેબ્રજ યુનિવર્સીટી માટે પ્રવેશની પરીક્ષા સેટ ની ફી ક્યાંથી લાવવી ? દાહુ શાળાના શિક્ષણની ફી તો તે ફૂટબોલના કોચ તરીકે સેવાઓ આપી, તેમાંથી આપતી હતી, પણ આટલી બધી ફી ક્યાંથી લાવવી ? જેનું મન દ્રઢ મનોબળવાળું છે તેને માટે માળવું, કુદરત ખોલી આપે છે.

કોવિડ પેનડેમીકનો સમય આવ્યો ને એ વર્ષો માટે હાર્વડ યુનિવર્સિટીએ એન્ટ્રન્સ ફી માફ કરી. સીમાકુમારીએ મેરી શિક્ષિકા ને સીનીયર ફૂટબોલ કોચની મદદથી યુનિવર્સીટી માટે જરૂરી નિબંધ લખ્યો અને હાર્વડ યુનિવર્સિટીમાં કોર્સ માટે અરજી કરી તેની અરજી પાસ થઈ પણ તેની ગણિત અને અંગ્રેજીની બીજી પરીક્ષા લેવાઈ અને તે હાર્વડ યુનિવર્સિટીમાં પ્રવેશના પરિણામની રાહ જોવા લાગી.

એના જ શબ્દોમાં જોઇએ : 'પરિણામ આવવાનું હતું તે રાત્રે હું કલાકે કલાકે ઉઠી, ઇમેલ જોતી, અને જ્યારે પ્રવેશ મળ્યાનો ઇમેલ આવ્યો ત્યારે મારા આનંદની ચરમસીમા આવી, દોડીને મારી માતા, જે મારી પ્રેરણામૂર્તિ હતી તેમજ મારી શિક્ષિકા મેરી અને ફૂટબોલ કોચને આ સમાચાર દોડીને આપ્યા.

આજે સીમાકુમારી હાર્વડ યુનિવર્સિટીમાં ઇકોનોમીક્સના વિષય સાથે સ્નાતકનું ભણી રહી છે.

દાહુ ગામના કૂવાન કાંઠેથી હાર્વડનાં ક્લાસની બેંચ સુધીની શક્તિ સંકરણની સફળ સફર.

સીમાકુમારી ભારતના મહિલાઓને તે સમાજને એટલું કહેવા માગે છે કે એક કે ભારતીય સમાજમાં ગરીબ ઘરની દીકરી જ્યારે સામાજિક ટોળામાં જાય છે ત્યારે તેને એલિયન તરીકે જોવાય છે. તે તફાવત ના હોવો જોઇએ અને બીજું જે દરેક ક્ષેત્રમાં છોકરા છોકરીઓનો જાતિય ભેદભાવ છે તે ના હોવો જોઇએ.

સીમાકુમારી હાર્વડ સ્નાતક થઇ દાહુ ગામમાં એનજીઓ છોકરીઓ માટે ખોલવા માગે છે. જેથી છોકરીઓ શિક્ષિત થાય, આર્થિક ઉપાર્જન કરી પગભર થાય અને જૂનવાણી વિચારના કોચલામાંથી બહાર નીકળે.

સીમાકુમારીના વુમન એમ્પાવરમેન્ટને સલામ.

સૌને વુમન્સ ડેની હાર્દિક શુભેચ્છાઓ.