Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / પ્રવાસ : Raksha Bandhan and Janmashtami are getting long weekend, come to these beautiful places in the budget!

રક્ષાબંધન અને જન્માષ્ટમી પર મળી રહ્યો છે લોંગ વીકેન્ડ, બજેટમાં જઈ આવો આ સુંદર જગ્યાઓ!

Timeછેલ્લું અપડેટ : 26 Aug 2026
લાઇવ ટીવીGoogle News
રક્ષાબંધન અને જન્માષ્ટમી પર મળી રહ્યો છે લોંગ વીકેન્ડ, બજેટમાં જઈ આવો આ સુંદર જગ્યાઓ!
સોર્સ : gstv

જો તમે રોજિંદી ભાગદોડમાંથી બ્રેક લઈને ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો રક્ષાબંધન અને જન્માષ્ટમીની આસપાસ મળતો લોંગ વીકેન્ડ તમારા માટે શાનદાર તક બની શકે છે. 28 ઓગસ્ટ, શુક્રવારે રક્ષાબંધનની રજા છે, જેના પછી શનિવાર અને રવિવારનું વીકેન્ડ મળી રહ્યું છે. ત્રણ દિવસની રજા સરળતાથી રક્ષાબંધન પર મળી રહી છે. આ જ રીતે 4 સપ્ટેમ્બરે જન્માષ્ટમીની રજા છે, જેના પછી પણ વીકેન્ડ છે. આ રીતે બે વીકેન્ડ મળી રહ્યા છે.

App Store

સતત રજાઓનો ફાયદો ઉઠાવીને ઓછા બજેટમાં મિત્રો, પરિવાર કે પાર્ટનર સાથે નાની ટ્રિપ પ્લાન કરી શકાય છે. ખાસ વાત એ છે કે ફરવા માટે હંમેશાં મોંઘી અને દૂરની જગ્યા પસંદ કરવી જરૂરી નથી. ગુજરાત અને આસપાસ રહેતા લોકો પણ એવી કેટલીક સુંદર જગ્યાઓ તરફ જઈ શકે છે, જ્યાં ઓછા ખર્ચમાં સારો ટ્રાવેલ અનુભવ મળી શકે છે.

આ પ્રકારની બજેટ ટ્રિપ માટે પહેલેથી જ હોટેલ અને ટ્રાન્સપોર્ટ બુક કરી લેવું વધુ સારું રહે છે, કારણ કે તહેવારો દરમિયાન લોકપ્રિય જગ્યાઓ પર ભીડ વધી શકે છે અને કિંમતો સામાન્ય દિવસોની સરખામણીએ વધુ હોઈ શકે છે. જો તમારું બજેટ મર્યાદિત છે, તો બસ, ટ્રેન કે શેરિંગ કેબ જેવા વિકલ્પો પર પણ વિચાર કરી શકો છો.

ઋષિકેશના શાંત ઘાટથી લઈને જયપુરની ઐતિહાસિક ગલીઓસુધી વીકેન્ડમાં ફરવા માટે ઘણા વિકલ્પો છે. તો બીજી તરફ, મથુરા-વૃંદાવન જન્માષ્ટમી દરમિયાન ખાસ ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ માટે લોકપ્રિય વિકલ્પ બની શકે છે.

ઋષિકેશ

ઉત્તરાખંડનું ઋષિકેશ બજેટ અને એડવેન્ચરનું શાનદાર કોમ્બિનેશન પૂરું પાડે છે. ઋષિકેશ એવા લોકો માટે ઉત્તમ વિકલ્પ છે જે ઓછા સમયમાં પ્રકૃતિ, આધ્યાત્મિકતા અને એડવેન્ચર ત્રણેયનો અનુભવ લેવા માંગે છે. અહીં ગંગા ઘાટ, મંદિર, આશ્રમ અને કેફે ફરવાની સાથે રિવર રાફ્ટિંગ જેવી એક્ટિવિટીઝ પણ કરી શકાય છે.બજેટમાં રોકાવા માટે હોસ્ટેલ અને ગેસ્ટહાઉસના વિકલ્પો સરળતાથી મળી રહે છે.

જયપુર

લોંગ વીકેન્ડમાં જયપુરની ટ્રિપ પણ પ્લાન કરી શકાય છે. આમેર કિલ્લો, હવા મહેલ, સિટી પેલેસ અને જૂના બજારો અહીંના મુખ્યા આકર્ષણો છે. મિત્રોના ગ્રુપ સાથે જાવ તો કેબ કે લોકલ ટ્રાન્સપોર્ટનો ખર્ચ શેર કરીને બજેટ મેનેજ કરી શકાય છે.

મથુરા-વૃંદાવન

જન્માષ્ટમીનો ખાસ અનુભવ લેવા માટે મથુરા-વૃંદાવન જઈ શકો છો. જન્માષ્ટમીની આસપાસ મથુરા અને વૃંદાવનનો માહોલ ખૂબ જ ખાસ બની જાય છે. મંદિરોમાં શણગાર અને ધાર્મિક કાર્યક્રમોના કારણે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચે છે. જો તમે ધાર્મિક પ્રવાસન પસંદ કરો છો, તો આ લોંગ વીકેન્ડ માટે ખાસ વિકલ્પ બની શકે છે. જોકે, તહેવારના સમયે ભીડ ખૂબ વધારે હોઈ શકે છે.

પુષ્કર

રાજસ્થાનનું પુષ્કર પોતાના સરોવર, મંદિરો અને શાંત વાતાવરણ માટે જાણીતું છે. અહીં બજેટ હોટેલ અને ગેસ્ટહાઉસના વિકલ્પો મળી શકે છે. જો તમે ભીડભાડથી દૂર રિલેક્સિંગ ટ્રિપ ઈચ્છો છો, તો પુષ્કર પર વિચાર કરી શકો છો.

બજેટ ટ્રિપ પ્લાન કરતી વખતે આ વાતોનું ધ્યાન રાખો

તહેવારોવાળા લોંગ વીકેન્ડમાં મુસાફરી પહેલાં હોટેલ, ટ્રેન કે બસની પ્રાપ્યતા (એવેલેબિલિટી) અને કિંમતો ચોક્કસ તપાસો.

લોકપ્રિય જગ્યાઓ પર છેલ્લા સમયે બુકિંગ મોંઘું પડી શકે છે.

આ સાથે જ હવામાન, સ્થાનિક ટ્રાફિક અને ભીડને ધ્યાનમાં રાખીને પોતાનો ટ્રાવેલ પ્લાન બનાવો.

ટોપિક્સ:GSTV NewsGujarati News