Parenting Tips : જો તમારું બાળક પણ કબજિયાતથી પરેશાન છે, તો આ દેશી ઉપાયો આપશે ગણતરીની મિનિટોમાં રાહત

આજકાલ માત્ર વડીલો જ નહીં, પણ નાના બાળકોમાં પણ કબજિયાત (Constipation) ની સમસ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. પેટમાં દુખાવો થવો, ચિડચિડાપણું અને સમય જતાં તકલીફમાં વધારો થવો એ આ બીમારીના મુખ્ય લક્ષણો છે, જેના કારણે બાળકોની સાથે માતા-પિતા પણ હેરાન પરેશાન થઈ જાય છે. બાળકોમાં કબજિયાત થવા પાછળ કોઈ એક નહીં, પણ બદલાતી લાઈફસ્ટાઈલ અને ખાનપાન જેવા અનેક કારણો જવાબદાર હોય છે. જો તમે પણ તમારા બાળકની આ તકલીફથી પરેશાન છો અને તેનો કાયમી ઉકેલ ઈચ્છો છો, તો બાળ રોગ નિષ્ણાત ડૉએ ઉપયોગી માહિતી જણાવી છે. બાળકોમાં કબજિયાત કેવી રીતે ઓળખવી, તેના કારણો અને તેના સચોટ ઉપાયો વિશે વિગતવાર માહિતી આપી છે.
ડોક્ટર જણાવે છે કે બાળક બે દિવસ કરતા વધારે અંતર બાદ શૌચ કરવા જાય છે તો આ પહેલો સંકેત હોઈ શકે છે.
આ સિવાય બાળકને પોટી કરતી વખતે વધારે તાકાત લગાવી પડે છે અને દુખાવો થાય છે તો પેરેન્ટ્સને એલર્ટ થવાની જરૂર છે. આ એક કબજિયાતનું કારણ હોઈ શકે છે.
ઘણીવાર મળ કડક હોવાને કારણે બ્લીડિંગની સમસ્યા પણ થઈ શકે છે.
બાળકને લાંબા સમયથી પેટમાં દુખાવાની ફરિયાદ રહે છે તેમજ પ્રેશર આવવા પર રોકવાની કોશિશ કરે છે તો આ લક્ષણો કબજિયાત તરફ ઇશારો કરે છે.
નાના બાળકોને કબજિયાતની તકલીફ કેમ થાય છે?
ડોક્ટર જણાવે છે કે 9થી 12 મહિનાના બાળકોમાં કબજિયાત થવા પાછળનું સૌથી મોટું કારણ દૂધ છે. ઘણાં બાળકો એક દિવસમાં એક લીટર કરતા વધારે દૂધ પીતા હોય છે. આ સાથે અનેક પેરેન્ટ્સ બાળકોને ગાયનું દૂધ પીવડાવતા હોય છે. આ કારણે પેટ અને પાચન તંત્ર પ્રભાવિત થાય છે. વધારે દૂધ પીવાથી આ સમસ્યા થઈ શકે છે.
ડાયટમાં ફાઇબરની ઉણપને કારણે પણ આ તકલીફ થઈ શકે છે.
આ સમસ્યામાંથી કેવી રીતે છુટકારો મેળવશો?
- બાળકોને ઓછી માત્રામાં દૂધ આપો. આ સાથે તમે ફ્રૂટ અને સામાન્ય ખોરાક આપો.
- બાળકોનાં ડાયટમાં ફાઇબર વધારો.
- પાણી પીવાની માત્રા વધારો.
- બાળકોને ફિઝિકલ એક્ટિવિટી કરવા દો. આમ આ નાની-નાની બાબતો પર ધ્યાન આપીને તમે
- કબજિયાતમાંથી છુટકારો મેળવી શકો છો.

