Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સંબંધ : Read this information carefully before applying mascara to small children.

Parenting Tips : નાના બાળકોને કાજલ લગાવતા પહેલાં આ માહિતી ખાસ વાંચો, નહિતર થશે પસ્તાવો

Timeછેલ્લું અપડેટ : 16 May 2026
લાઇવ ટીવીGoogle News
Parenting Tips : નાના બાળકોને કાજલ લગાવતા પહેલાં આ માહિતી ખાસ વાંચો, નહિતર થશે પસ્તાવો
સોર્સ : gstv

નાના બાળકોની કાળજી કરવી ખૂબ જરૂરી હોય છે. નાના બાળકોનાં સ્વાસ્થ્યથી લઇને આંખોની અનેક રીતે ધ્યાન કરવું પડે છે. પહેલાંનાં સમયમાં મોટાભાગનાં લોકો નાના બાળકોની આંખોમાં કાજલ લગાવતા હતા. કેમિકલ ફ્રી કાજલ અનેક લોકો ઘરે બનાવતાં હતા. એવું માનવામાં આવે છે કે કાજલ લગાવવાથી આંખો મોટી, ખૂબસુરત અને સારી લાગે છે. પરંતુ તમને એક વાત જાણીને નવાઇ લાગશે કે નાના બાળકોની આંખોમાં કાજલ લગાવવાથી નુકસાનકારક સાબિત પણ થઇ શકે છે. તો જાણો આંખોમાં કાજલ લગાવવાથી શું થાય છે નુકસાન?

App Store

ખંજવાળની સમસ્યા

માર્કેટમાં અનેક પ્રકારની કાજલ મળે છે. આ કાજલમાં કેમિકલનું પ્રમાણ વધારે હોવાથી આંખોને નુકસાન કરે છે. આ સાથે બાળકોને આંખમાં ખંજવાળની સમસ્યા રહે છે. આટલું જ નહીં કેમિકલ વધારે હોવાથી રેડનેસ અને બળતરા જેવી સમસ્યા પણ થઇ શકે છે.

નાના બાળકોને કાજલ લગાવવાથી આંખોમાંથી પાણી આવવાની સમસ્યા થઇ શકે છે. આ સાથે એલર્જી પણ થઇ શકે છે. એલર્જીને કારણે આંખોમાંથી પાણી આવવાની સમસ્યા વધી જાય છે. આમ તમે બાળકોની આંખમાં કેમિકલ વાળી કાજલ નાખો છો તો આંખોને અનેક ઘણું નુકસાન થઇ શકે છે. તમે કેમિકલ ફ્રી કાજલ ઘરે બનાવી શકો છો.

આંખોની રોશની પર ખરાબ અસર

રોજ નાના બાળકોની આંખમાં કાજલ લગાવવાથી આંખોની રોશની માટે ઘાતક સાબિત થાય છે. તમે સતત કાજલ આંખમાં લગાવો છો તો તમારાં બાળકોની રોશની જાખી આવવા લાગે છે.

નાના બાળકોને આંખમાં કાજલ લગાવવાથી ઇન્ફેક્શનનું જોખમ વધી જાય છે. કારણકે નાના બાળકોની આંખો બહુ સેન્સેટિવ હોય છે જેનાં કારણે આંખોને જલ્દી નુકસાન થઇ શકે છે.

જાણો આ પાછળનું કારણ

તમને જણાવી દઇએ કે આજકાલ બજારમાં કેમિકલ પ્રોડક્ટ્સ વધારે મળે છે. આ કારણે કાજલમાં પણ કેમિકલ આવે છે. આ કેમિકલ બાળકોની આંખોને અનેક રીતે નુકસાન કરી શકે છે. આમ તમે આ સમસ્યાઓથી બચવા ઇચ્છો છો તો ઘરે કેમિકલ ફ્રી કાજલ બનાવીને બાળકોની આંખમાં લગાવી શકો છો.