Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સંબંધ : If you are wearing diapers for your baby, then you must know these tips.

Parenting Tips: નાજુક ત્વચાની ખાસ કાળજી: જો બાળકને ડાયપર પહેરાવતા હોવ તો જરૂર જાણો આ ટિપ્સ

Timeછેલ્લું અપડેટ : 16 May 2026
લાઇવ ટીવીGoogle News
Parenting Tips: નાજુક ત્વચાની ખાસ કાળજી: જો બાળકને ડાયપર પહેરાવતા હોવ તો જરૂર જાણો આ ટિપ્સ
સોર્સ : gstv

બાળકોની ત્વચા અત્યંત નાજુક, સંવેદનશીલ અને મોટા લોકો કરતાં અનેક ગણી કોમળ હોય છે. આ જ કારણે તેની ત્વચા પર બહારના વાતાવરણ, કેમિકલ્સ કે ભેજની અસર ખૂબ જ ઝડપથી થાય છે અને શિશુઓને ત્વચા સંબંધિત સમસ્યાઓ થવાનું જોખમ હંમેશા વધારે રહે છે. વર્તમાન સમયમાં પેરેન્ટ્સ જ્યારે પણ બાળકની સાથે બહાર જાય કે ઘરમાં હોય, ત્યારે તેની સુવિધા માટે મોટાભાગે ડાયપરનો ઉપયોગ કરતા હોય છે. ડાયપર ચોક્કસપણે વહાલસોયા બાળકોને ભીનાશથી બચાવે છે, પરંતુ જો કાળજી રાખવામાં ન આવે તો તે જ ડાયપર બાળકની પીડાનું મુખ્ય કારણ પણ બની શકે છે.

App Store

ઘણીવાર અજાણતા કે વ્યસ્તતાના કારણે જ્યારે બાળકને લાંબા સમય સુધી એકનું એક જ ડાયપર પહેરાવી રાખવામાં આવે છે, ત્યારે ત્યાં જમા થતો ભેજના કારણે બાળકની નાજુક સ્કિન પર લાલ કલરના રેશિશ (ચાંઠા) થવા લાગે છે. આ રેશિશની સાથે-સાથે ત્વચા પર નાની-નાની ફોલ્લીઓ થવી, ચામડી છોલાઈ જવી અને અસહ્ય બળતરા થવી જેવી તકલીફો પણ શરૂ થઈ જાય છે. આ અસહ્ય પીડા અને બળતરાના કારણે માસૂમ બાળક સતત રડ્યાં કરે છે, સરખી રીતે ઊંઘી શકતું નથી અને અનેક રીતે હેરાન થાય છે. બાળકની આ તકલીફ જોઈને માતા-પિતા પણ ચિંતામાં મુકાઈ જાય છે.

આથી, જો તમે તમારા બાળકને નિયમિત રીતે ડાયપર પહેરાવો છો, તો કેટલીક પાયાની અને અત્યંત મહત્વની બાબતોનું ધ્યાન રાખવું અનિવાર્ય છે. ડાયપર રેશિશની આ ગંભીર સમસ્યા અને તેના સચોટ ઉપાયો વિશે પીડિયાટ્રિશિયન (બાળરોગ નિષ્ણાત) ડૉક્ટર પેરેન્ટ્સને માહિતગાર કર્યા છે.

તો અહીં જાણો ડાયપરના ઉપયોગ દરમિયાન કઈ નાની-નાની ભૂલોથી બચવું જોઈએ અને ડૉક્ટરના જણાવ્યા અનુસાર કઈ ખાસ ટિપ્સ ફોલો કરવાથી તમે તમારા બાળકની કોમળ ત્વચાને રેશિશ અને બળતરાથી હંમેશા સુરક્ષિત રાખી શકો છો.

આ ટિપ્સ ફોલો કરો

ડોક્ટરનું કહેવુ છે કે પહેલી એ વસ્તુને તમે ખાસ ધ્યાનમાં રાખો કે તમે તમારા બાળકનું હાઇજિન મેન્ટન કરો. બાળકનું ડાયપર જ્યારે ભીનું થાય ત્યારે તમે ચેન્જ કરી દો.  લાંબા સમય સુધી બાળકોને ભીનું ડાયપર પહેરાવી રાખશો નહીં.

બાળકોને ડાયપર ફ્રી ઇન્ટરવલ આપવું ખૂબ જરૂરી છે. આખો દિવસ બાળકોને ડાયપર પહેરાવશો નહીં. બાળકોને જરૂર પડે ત્યારે જ તમે ડાયપર પહેરાવો.

બાળકોને ડાયપરથી રેશિશ થયા છે તો તમે નારિયેળ તેલ લગાવો. નારિયેળ તેલ લગાવવાથી રેશિશમાંથી રાહત થઇ જશે અને બળતરા પણ નહીં થાય. આમ કરવાથી બેક્ટેરિયા દૂર થઇ જશે. 

ડોક્ટરનું કહેવુ છે કે ડાયપરથી રેશિશ થાય છે તો તમે ત્વચા પર ટેલકમ પાઉડર લગાવશો નહીં. ટેલકમ પાઉડરથી સ્કિન વધારે ડેમેજ થાય છે અને રેશિશ વધી શકે છે. આ માટે રેશિશ થાય ત્યારે તમે ટેલકમ પાઉડર લગાવશો નહીં.

બજારમાં મળતા વેટ વાઇપ્સનો ઉપયોગ કરશો નહીં. વેટ વાઇપ્સથી બાળકને વધારે રેશિશ થઇ શકે છે. ડોક્ટરનું કહેવુ છે કે ડાયપર એરિયાને સાફ કરવા મટે તમે વાઇપ્સનો ઉપયોગ કરશો નહીં, કારણકે આમ કરવાથી રેશિશ વધી શકે છે.