Parenting Tips : મા-બાપની આ ભૂલથી બાળકોના ચહેરા પર પડી જાય છે સફેદ ડાઘ! જાણો બચવાના ખાસ ઉપાયો

નાના બાળકોનાં ચહેરા પર સફેદ ડાઘ તરત પડી જાય છે. સફેદ ડાઘ પડવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. આમ બાળકોનાં ચહેરા પર સફેદ ડાઘ પડવા પાછળ માતા-પિતાની અનેક નાની-મોટી ભૂલો હોય છે. આ સાથે શરીરની અંદર ચાલતી ગડબડીનું કારણ પણ હોઇ શકે છે. આયુર્વેદિક ડો.નું કહેવુ છે કે ખાવાપીવામાં તમે નાની-મોટી ભૂલો કરો છો તો આ સમસ્યા થઇ શકે છે. તો જાણો આ વિશે ડોક્ટરનું શું કહેવુ છે.
દૂધ અને મીઠાનું કોમ્બિનેશન છે હાનિકારક
ડો.નું કહેવુ છે કે દૂધ અને મીઠાનું કોમ્બિનેશન શરીર માટે અનેક રીતે હાનિકારક સાબિત થાય છે. જ્યારે બાળકને દૂધની સાથે નમકીન, પરાઠા, સ્નેક્સ તેમજ ચાની સાથે કોઇપણ નમકીન ફૂડ આઇટમનું સેવન કરવા આપો છો તો આનાથી ડાયજેસ્ટિવ સિસ્ટમ પર નેગેટિવ અસર પડે છે. આ તમારા પાચન તંત્રને નબળુ કરવાનું કામ કરે છે. આ કારણે સ્કિન પર સફેદ ડાઘ પડવાની સમસ્યા રહે છે. આ કારણે લ્યુકોડર્મા, એલર્જી અને બીજી સમસ્યા થઇ શકે છે.
સફેદ ડાઘ પડવા પાછળનું અસલી કારણ શું છે?
ડો. અનુસાર સ્કિન પર સફેદ ડાઘ પડવા પાછળ નબળું પાચન અને ખરાબ ડાયટ આદતનું કારણ હોઇ શકે છે. જ્યારે પાચન સરળતાથી ન થાય ત્યારે શરીરમાં પોષક તત્વોનું યોગ્ય રીતે શોષી નથી શકતું જેનાં કારણે ત્વચા પર સફેદ ડાઘ પડવા લાગે છે. આ માટે બાળકોનાં ડાયટ પર પૂરતું ધ્યાન આપો.
બાળકોને આહારમાં કઇ વસ્તુઓ આપશો?
આયુર્વેદિક ડોક્ટર અનુસાર દૂધ સાથે ક્યારેય બાળકોને નમકીન તેમજ ખાટા ફૂડ્સ આપશો નહીં. બાળકોને તમે દૂધની સાથે તાજા ફળો તેમજ ઘી આધારિત ફૂડ આઇટમ આપો છો તો ફાયદો થાય છે. આ બાળકોની પાચન શક્તિને મજબૂત કરે છે.
ખરાબ ખાવાપીવાની આદત બાળકોની ઇમ્યુનિટિ સિસ્ટમને નબળી કરે છે. ડો.જણાવે છે કે બાળકોની મજબૂત ઇન્ટેસ્ટાઇનથી ત્વચા અને શરીર એમ બન્ને સ્વસ્થ રાખે છે.

