Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સંબંધ : 5 things every Indian parent should know NEWS

Parenting Tips: કેમ જાપાનીઝ બાળકો હોય છે વધુ સ્માર્ટ? દરેક ભારતીય માતા-પિતાએ જાણવા જેવી આ 5 બાબતો

Timeછેલ્લું અપડેટ : 17 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Parenting Tips: કેમ જાપાનીઝ બાળકો હોય છે વધુ સ્માર્ટ? દરેક ભારતીય માતા-પિતાએ જાણવા જેવી આ 5 બાબતો
સોર્સ : GSTV

સામાન્ય રીતે એવું જોવા મળે છે કે ભારતીય બાળકો 5 વર્ષની ઉંમર સુધી માતા-પિતા પર નિર્ભર રહે છે, જ્યારે જાપાન અને ચીન જેવા દેશોમાં બાળકો 2-3 વર્ષની ઉંમરથી જ પોતાના કામ જાતે કરવા લાગે છે. ભારતીય માતા-પિતા પ્રેમ અને કાળજીમાં કોઈ કમી નથી રાખતા, પરંતુ વધુ પડતા લાડ-કોડ ક્યારેક બાળકોને પરાવલંબી બનાવી દે છે.

App Store

જવાબદારી શીખવો

બાળકને તેના નાના-મોટા કામો જાતે કરવા દો અને તેને શીખવા દો. આનાથી બાળક પોતાના કામ જાતે કરવાની શરૂઆત કરશે. ઉદાહરણ તરીકે, પોતાની પ્લેટ ઉઠાવીને કિચનમાં મૂકી આવવી, જાતે પાણી પીવું, હાથ ધોવા અને કપડાં પહેરવા જેવા પાયાના કામો તેને કરવા દો. જવાબદારીવાળા કામો કરવાથી બાળકમાં આત્મવિશ્વાસ પણ વધે છે.

આઝાદી આપો

નાની-મોટી સમસ્યાઓ બાળકને પોતે જ ઉકેલવા દો. દરેક બાબતમાં દખલગીરી કરવાથી બાળક તમારા પર નિર્ભર રહેશે અને મુશ્કેલીના સમયે પોતાનું મગજ નહીં વાપરે. તેને બદલે તે દોડીને માતા-પિતા પાસે આવશે. દરેક મુશ્કેલીથી તેને બચાવીને રાખવું એ જ સાચો પ્રેમ નથી.

રોજિંદું ચોક્કસ રૂટિન

બાળકની દરેક વસ્તુ માટે એક ચોક્કસ રૂટિન નક્કી કરો. સૂવું, ખાવું, પીવું, રમવું અને બહાર ફરવા જવું – આ બધી બાબતોનો સમય ફિક્સ હોવો જોઈએ. રૂટિન નક્કી કરવાથી બાળક તેમાં ઢળી જાય છે અને તે મુજબ જ કામ કરે છે. આનાથી બાળકોમાં જીદ અને નખરાં ઓછા થાય છે.

લાગણીઓ (Emotions) શીખવો

બાળકને વિવિધ લાગણીઓ સમજાવવાનો પ્રયાસ કરો. જો બાળક રડતું હોય, તો તેને પ્રેમથી પૂછો અને સમજાવો કે તે કઈ વાત પર નારાજ છે અને તેનો ઉકેલ શું હોઈ શકે. આમ કરવાથી બાળક ખુશી અને દુઃખ વચ્ચેનો તફાવત સમજી શકશે.

બૂમો પાડવાને બદલે શીખવો

બાળકની કોઈ ભૂલ પર બૂમો પાડવાને બદલે તેને પ્રેમથી સમજાવીને શીખવવું વધુ સારું છે. જો બાળકે પાણી ઢોળ્યું હોય, તો તેને જ તે સાફ કરવા માટે કહો. આનાથી બાળક કાબેલ બનશે અને પોતાના તમામ કામો જાતે કરશે. ભારતીય માતા-પિતા ઘણીવાર નાની વાત પર બૂમો પાડે છે, જેનાથી બાળક ભૂલ કરતા ડરવા લાગે છે અથવા માતા-પિતાના ગુસ્સાથી ડરવા લાગે છે.