Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સંબંધ : Does your child forget what he/she has studied immediately? These 5 tips will make his/her brain super fast

Parenting Tips: શું તમારું બાળક ભણેલું તરત જ ભૂલી જાય છે? આ ટિપ્સથી તેનું મગજ બનશે સુપર ફાસ્ટ

Timeછેલ્લું અપડેટ : 07 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Parenting Tips: શું તમારું બાળક ભણેલું તરત જ ભૂલી જાય છે? આ ટિપ્સથી તેનું મગજ બનશે સુપર ફાસ્ટ
સોર્સ : GSTV

બાળપણમાં ભૂલી જવાની આદત સામાન્ય છે, પરંતુ જો બાળક વારંવાર બધું જ ભૂલી જવા લાગે તો માતા-પિતાએ સાવધ થવું જોઈએ. માનસિક વિકાસ અને મેમરી પાવર વધારવા માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે.

App Store

બાળપણ શીખવા અને યાદ રાખવા માટેનો સૌથી મહત્ત્વનો તબક્કો છે. ઘણીવાર માતા-પિતા ફરિયાદ કરે છે કે તેમનું બાળક ભણેલું જલ્દી ભૂલી જાય છે અથવા રોજબરોજની વાતો પણ યાદ રાખી શકતું નથી. આવી સ્થિતિમાં ચિંતા થવી સ્વાભાવિક છે, પરંતુ સારી વાત એ છે કે પેરેન્ટિંગમાં થોડા ફેરફાર અને સાચી ટેકનિકથી બાળકોનો મેમરી પાવર વધારી શકાય છે. ચાલો જાણીએ આવી જ કેટલીક સરળ અને અસરકારક ટિપ્સ વિશે:

સંતુલિત આહાર આપો

બાળકનું મગજ યોગ્ય પોષણથી જ વધુ સારી રીતે કામ કરે છે. ઓમેગા-3 ફેટી એસિડ, વિટામિન E અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર ખોરાક જેવા કે—અખરોટ, બદામ, બ્લુબેરી, લીલા શાકભાજી અને દૂધ તેમના મગજના કોષોને મજબૂત કરે છે અને મેમરી પાવર વધારે છે.

રૂટિન બનાવો અને તેને ફોલો કરો

બાળકોનું મગજ એક નિશ્ચિત રૂટિનમાં વધુ સારી રીતે કામ કરે છે. દરરોજ ભણવા, રમવા અને ઊંઘવાનો સમય નક્કી કરવાથી તેમની યાદ રાખવાની શક્તિ વધે છે.

પૂરતી ઊંઘ લેવા દો

સારી ઊંઘ બાળકોના મગજને રિચાર્જ કરે છે. જો બાળક મોડી રાત સુધી મોબાઈલ કે ટીવી જોશે, તો તેનું મગજ થાકેલું રહેશે અને તે વસ્તુઓ યાદ રાખી શકશે નહીં. 7-9 કલાકની ગાઢ ઊંઘ મેમરીને શાર્પ બનાવે છે.

રમત-રમતમાં શીખવો

બાળકોને ભણતર કે વાતો માત્ર થિયરીમાં સમજાવવાથી જલ્દી યાદ નથી રહેતી. જ્યારે તમે રમત, વાર્તાઓ અથવા ક્વિઝ દ્વારા તેમને શીખવો છો, ત્યારે તે માહિતી લાંબા સમય સુધી યાદ રહે છે.

રિવિઝન કરાવો

કંઈક નવું શીખ્યા પછી બાળકોને વારંવાર પુનરાવર્તન કરવાની આદત પાડો. ‘સ્પેસ્ડ રિપીટિશન’ એટલે કે વચ્ચે-વચ્ચે રિવિઝન કરવાથી યાદશક્તિ મજબૂત થાય છે અને વસ્તુઓ મગજમાં કાયમી થઈ જાય છે.

સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં સામેલ કરો

ડ્રોઈંગ, પેઈન્ટિંગ, પઝલ્સ, મેમરી ગેમ્સ અને મ્યુઝિક જેવી ક્રિએટિવ એક્ટિવિટીઝ બાળકોના મગજને એક્ટિવ રાખે છે. આનાથી તેમની એકાગ્રતા અને સ્મરણ શક્તિ બંને વધે છે.

શારીરિક પ્રવૃત્તિ જરૂરી છે

રોજના ઓછામાં ઓછા 30-40 મિનિટની ફિઝિકલ એક્ટિવિટી (જેમ કે સાયકલ ચલાવવી, દોડવું, યોગ કે રમત) મગજમાં ઓક્સિજનનો પ્રવાહ વધારે છે, જેનાથી ન્યુરોન્સ વધુ સારી રીતે કામ કરે છે અને મેમરી તેજ થાય છે.

પોઝિટિવ વાતાવરણ આપો

જો બાળક હંમેશા તણાવ વચ્ચે રહેશે તો તેની યાદશક્તિ નબળી પડી શકે છે. પ્રેમ, પ્રોત્સાહન અને હકારાત્મક વાતાવરણ તેને વધુ આત્મવિશ્વાસુ અને યાદ રાખવામાં સક્ષમ બનાવે છે.