Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / રસોઈની રીતો : You should try these delicious chilli garlic snacks if you like spicy food

Recipes / સ્પાઈસી ખાવાના શોખિન હોવ, તો જરૂર ટ્રાય કરો આ 5 ચિલી ગાર્લિક સ્નેક્સ; હંમેશા યાદ રહેશે સ્વાદ

Timeછેલ્લું અપડેટ : 14 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Recipes / સ્પાઈસી ખાવાના શોખિન હોવ, તો જરૂર ટ્રાય કરો આ 5 ચિલી ગાર્લિક સ્નેક્સ; હંમેશા યાદ રહેશે સ્વાદ
સોર્સ : GSTV

શું તમે એવા લોકોમાંથી એક છો જેમને તીખાશ વિના ખોરાક અધૂરો લાગે છે? શું લસણનો તીખો સ્વાદ તમારા મોંમાં પાણી લાવી દે છે? જો હા, તો આ લેખમાં, અમે તમારા માટે 5 એવા નાસ્તા લાવ્યા છીએ, જેમાં મરચાં અને લસણનો એવો તડકો હશે, જેનાથી તમારું દિલ ખુશ થઈ જશે અને તેનો સ્વાદ ક્યારેય નહીં ભૂલાય. સૌથી સારી વાત એ છે કે તેમને બનાવવા એકદમ સરળ છે.

App Store

ક્રિસ્પી ચિલી ગાર્લિક પોટેટો બાઈટ્સ

આ પોટેટો બાઈટ્સ બહારથી ક્રિસ્પી અને અંદરથી નરમ હોય છે.

બનાવવાની રીત: બાફેલા બટાકાના નાના ટુકડા કરી લો. આ પછી એક પેનમાં તેલ ગરમ કરો, તેમાં બારીક સમારેલું લસણ અને લીલું મરચું ઉમેરો. હવે તેમાં બટાકાના ટુકડા ઉમેરો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. આ પછી તેમાં મીઠું, મરી અને થોડા ચિલી ફ્લેક્સ ઉઉમેરીને મિક્સ કરો. તમારો ગરમ નાસ્તો તૈયાર છે. તમે ઈચ્છો તો તેને લીલી ડુંગળી અને તલથી ગાર્નીશ કરી શકો છો.

ચિલી ગાર્લિક પનીર પોપકોર્ન

પનીર પ્રેમીઓ માટે આ એક મજેદાર ટ્વિસ્ટ છે.

બનાવવાની રીત: સૌથી પહેલા પનીરના નાના ટુકડા કરી લો. હવે એક બાઉલમાં કોર્નફ્લોર, મેંદો, મીઠું અને થોડું પાણી મિક્સ કરીને બેટર બનાવો. પનીરના ટુકડાને બેટરમાં બોળીને ગરમ તેલમાં સોનેરી થાય ત્યાં સુધી તળો. આ પછી એક અલગ પેનમાં થોડું તેલ ગરમ કરો, તેમાં બારીક સમારેલું લસણ, લીલા મરચાં, સોયા સોસ અને ચીલી સોસ ઉમેરો અને થોડી સેકન્ડ માટે રાંધો. આ પછી તેમાં તળેલું પનીર ઉમેરો અને તેને સોસ સાથે સારી રીતે મિક્સ કરો.

સ્પાઈસી ચિલી ગાર્લિક નૂડલ્સ

આ નૂડલ્સનું ઇન્સ્ટન્ટ અને મસાલેદાર વર્ઝન છે.

બનાવવાની રીત: સૌ પ્રથમ નૂડલ્સને બાફી લો. ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરો, તેમાં બારીક સમારેલું લસણ, સમારેલા લીલા મરચાં અને બારીક સમારેલી ડુંગળી ઉમેરો. જ્યારે તે આછા સોનેરી થાય, ત્યારે બાફેલા નૂડલ્સ ઉમેરો. હવે તેમાં સોયા સોસ, વિનેગર અને ચિલી સોસ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. જો તમે ઈચ્છો તો ઉપરથી લીલી ડુંગળી પણ નાખી શકો છો.

ચિલી ગાર્લિક બ્રેડ સ્ટિક્સ

ચા અથવા સૂપ સાથે ખાવા માટે આ એક સારો વિકલ્પ છે.

બનાવવાની રીત: બ્રેડની કિનારીઓ કાપીને તેને લાંબા ટુકડાઓમાં કાપો. હવે એક બાઉલમાં, ઓગાળેલું માખણ, બારીક સમારેલું લસણ, મરચાંના ટુકડા, ઓરેગાનો અને મીઠું મિક્સ કરો. બ્રેડ સ્ટિક્સને માખણના મિશ્રણમાં ડુબાડીને બેકિંગ ટ્રે પર મૂકો અને 180°C પર 10-12 મિનિટ સુધી ક્રિસ્પી થાય ત્યાં સુધી બેક કરો.

ચિલી ગાર્લિક રોસ્ટેડ પીનટ

આ એવો એક નાસ્તો છે જે તમે બનાવી અને સ્ટોર કરી શકો છો.

બનાવવાની રીત: સૌથી પહેલા એક પેનમાં થોડું તેલ ગરમ કરો, પછી તેમાં મગફળી ઉમેરો અને ધીમા તાપે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. ત્યારબાદ તેમાં બારીક સમારેલું લસણ, લાલ મરચું પાવડર, ચાટ મસાલો અને મીઠું ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. તમારી મસાલેદાર રોસ્ટેડ પીનટ તૈયાર છે.