Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / રસોઈની રીતો : Try Paneer Makhani Biryani at home for dinner

Recipe / ડિનર માટે કંઈક અલગ ટ્રાય કરવા માંગો છો? તો ઘરે બનાવો પનીર મખની બિરયાની

Timeછેલ્લું અપડેટ : 04 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Recipe / ડિનર માટે કંઈક અલગ ટ્રાય કરવા માંગો છો? તો ઘરે બનાવો પનીર મખની બિરયાની
સોર્સ : GSTV

શું રોજ એક જ પ્રકારના ભોજનથી કંટાળી ગયા છો અને કંઈક નવું અને સ્વાદિષ્ટ ટ્રાય માંગો છો? જો હા, તો આ વખતે તમારા ડિનરના મેનૂમાં પનીર મખની બિરયાની ઉમેરવાનું વિચારો. તેમાં પનીર મખનીની મલાઈદાર ગ્રેવી અને સુગંધિત બિરયાનીનો જાદુ મળે છે, જે દરેકને પસંદ આવશે. જો તમે આ વાનગી ટ્રાય કરવા માંગતા હોવ, તો આજે અમે તમને તેની રેસીપી જણાવીશું.

App Store

સામગ્રી

  • ટામેટા - 4 નંગ
  • ડુંગળી - 2 નંગ
  • આદુ-લસણની પેસ્ટ - 1 ચમચી
  • પનીર - ૨200 ગ્રામ
  • કાજુ - 15-20
  • માખણ - 2 ચમચી
  • તેલ - 1 ચમચી
  • લાલ મરચાંનો પાવડર - 1 ચમચી
  • ધાણા પાવડર - 1 ચમચી
  • ગરમ મસાલો - 1/2 ચમચી
  • કસૂરી મેથી - 1 ચમચી
  • મધ અથવા ખાંડ - 1 ચમચી
  • મીઠું - સ્વાદ મુજબ
  • બાસમતી ચોખા - 1.5 કપ (30 મિનીટ માટે પલાળેલા)
  • પાણી - 3 કપ
  • તજ - 1 ટુકડો
  • લીલી એલચી - 2
  • લવિંગ - 22
  • કેસર - 1 ચપટી (દૂધમાં પલાળેલું)
  • ફૂદીના અને કોથમરી - બારીક સમારેલા
  • ઘી - 2 ચમચી
  • ડુંગળી - 1 (તળેલી)

બનાવવાની રીત

  • સૌથી પહેલા એક પેનમાં થોડું તેલ અને માખણ ગરમ કરો.
  • હવે તેમાં ડુંગળી, ટામેટા, કાજુ, આદુ-લસણની પેસ્ટ અને થોડું મીઠું ઉમેરો અને નરમ થાય ત્યાં સુધી રાંધો.
  • મિશ્રણને ઠંડુ થવા દો અને પછી તેને સારી રીતે પીસીને સ્મૂધ પેસ્ટ બનાવો.
  • હવે તે જ પેનમાં થોડું વધુ માખણ ઉમેરો અને તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો.
  • આ પછી તેમાં લાલ મરચું પાવડર, ધાણા પાવડર અને ગરમ મસાલો ઉમેરો, સારી રીતે મિક્સ કરો.
  • હવે પનીરના ટુકડા, કસૂરી મેથી, અને મધ અથવા ખાંડ ઉમેરો, સારી રીતે મિક્સ કરો, અને 2-3 મિનિટ માટે રાંધો.
  • હવે એક મોટા વાસણમાં ઘી ગરમ કરો. તેમાં તજ, એલચી અને લવિંગ ઉમેરો અને શેકો.
  • હવે તેમાં ચોખા અને પાણી અને મીઠું ઉમેરીને મિક્સ કરો.
  • ચોખાને 80% રાંધાય ત્યાં સુધી રાંધો.
  • ત્યારબાદ મોટા વાસણ અથવા હાંડીના તળિયે ગ્રેવીનું એક લેયર ફેલાવો.
  • હવે ઉપર 80% રાંધેલા ચોખાનું એક લેયર ઉમેરો.
  • ઉપર થોડી તળેલી ડુંગળી, ફુદીનો અને કોથમરી ઉમેરો.
  • આ પછી ગ્રેવીનું બીજું લેયર ઉમેરો અને બાકીના ચોખા ઉપર ફેલાવો.
  • છેલ્લે, કેસરવાળું દૂધ, તળેલી ડુંગળી, ફુદીના અને કોથમરી ઉમેરો અને વાસણને ઢાંકી દો.
  • ધીમા તાપે 15-20 મિનિટ સુધી રાંધો જેથી બધા સ્વાદ એકબીજા સાથે મિક્સ થઈ જાય.
  • પીરસતા પહેલા, બિરયાનીને હળવેથી હલાવો જેથી ગ્રેવી અને ભાત સારી રીતે મિક્સ થઈ જાય.
  • પનીર મખની બિરયાની તૈયાર છે. તેને રાયતા અથવા સલાડ સાથે ગરમાગરમ સર્વ કરો.