Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / રસોઈની રીતો : Prepare this healthy and tasty breakfast quickly and with less oil in the morning rush!

VIDEO: Recipe/ સવારની ભાગદોડમાં ઝડપથી અને ઓછા તેલમાં તૈયાર કરો આ હેલ્ધી તેમજ ટેસ્ટી નાસ્તો!

Timeછેલ્લું અપડેટ : 29 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સવાર-સવારમાં ઘરમાં અવારનવાર એક જ સવાલ ગુંજે છે- "આજે નાસ્તામાં શું બનાવવું?" ઓફિસ જવાની ઉતાવળ, બાળકોને સ્કૂલ મોકલવાની ભાગદોડ, અને આ બધાની વચ્ચે હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો તૈયાર કરવો એ કોઈ પડકારથી ઓછું નથી.

App Store

જો તમે પણ રોજની આ ટેન્શનથી બચવા માંગતા હોવ, તો 'બ્રેડ ઉપમા' તમારા માટે એકદમ પરફેક્ટ રેસીપી છે. સૌથી સારી વાત એ છે કે આ બનાવવામાં તેલનો ઉપયોગ નહિવત્ થાય છે અને તે મિનિટોમાં તૈયાર થઈ જાય છે.

બ્રેડ ઉપમા બનાવવા માટેની સામગ્રી:

બ્રેડ સ્લાઈસ: 4-5 (બ્રાઉન કે વ્હાઈટ)

તેલ: માત્ર 1-2 નાની ચમચી

રાઈ: 1/2 નાની ચમચી

મીઠો લીમડો: 7-8 પાન

લીલા મરચાં: 1-2 (ઝીણા સમારેલા)

ડુંગળી: 1 (ઝીણી સમારેલી)

ટમેટું: 1 (ઝીણું સમારેલું)

હળદર: 1/4 નાની ચમચી

મીઠું: સ્વાદ મુજબ

લીંબુનો રસ: 1 ચમચી

કોથમીર: સજાવટ માટે

સીંગદાણા: થોડા (શેકેલા, ઈચ્છા મુજબ)

બનાવવાની રીત:

સૌ પ્રથમ બ્રેડની સ્લાઈસને નાના ચોરસ ટુકડામાં કાપી લો અથવા હાથથી તોડી લો.

એક નોન-સ્ટિક પેનમાં થોડું તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. રાઈ તતડે એટલે મીઠો લીમડો અને લીલા મરચાં નાખી થોડી સેકન્ડ સાંતળો.

હવે તેમાં ડુંગળી નાખી આછી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ ટમેટાં, હળદર અને મીઠું ઉમેરો. ટમેટાં જલ્દી ચઢાવવા માટે થોડા પાણીના છાંટા મારી શકો છો.

મસાલો તૈયાર થાય એટલે તેમાં બ્રેડના ટુકડા ઉમેરો અને હળવા હાથે મિક્સ કરો. હવે 1-2 મિનિટ ઢાંકીને રહેવા દો જેથી બ્રેડ નરમ થઈ જાય.

છેલ્લે ગેસ બંધ કરી લીંબુનો રસ, શેકેલા સીંગદાણા અને કોથમીર ભભરાવો.